For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારવીય મલિક, મળો પાકિસ્તાનની પહેલી ટ્રાન્સજેન્ડર એન્કરથી

મળો પાકિસ્તાનની પહેલી ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર મારવીય મલિકની. જુઓ અહીં તેની તસવીરોને.

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે ન્યૂઝ ધણી વાર એક સેન્સેશનલ હોય છે કે ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. પણ હાલમાં જ પાકિસ્તાનમાં કંઇક તેવું થયું કે ન્યૂઝ વાંચનાર એન્કર, સમાચારો કરતા વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે. જેની પાછળ તેનું ટ્રાન્સજેન્ડર હોવું કારણભૂત છે. હું વાત કરું છે પાકિસ્તાનની પહેલી ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર મારવીય મલિકની. પાકિસ્તાનની એક ટીવી ન્યૂઝ ચેનલના રી લોન્ચમાં એન્કર બનનારી મારવીય મલિક લાહૌરની રહેવાસી છે. તેમની સુંદરતા જોઇને લોકો તેમની પર આફરિન થઇ રહ્યા છે. વળી પાકિસ્તાનના લોકો પણ ધીરે ધીરે ટ્રાન્સજેન્ડર અને તેમના અધિકારો મામલે સંવેદના બતાવી તેની સ્વીકારી રહ્યા છે. મારવીય મલિકે ગ્રેજ્યુએશન સુધી ભણી છે અને હવે તે માસ્ટરની ડીગ્રી લેવા માંગે છે. મારવીય પાકિસ્તાનની પહેલી ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર છે. જો કે આ પહેલા મારવીય મોડલિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. મારવીયે પોતાની ઓળખ પાકિસ્તાનમાં એક સફળ મોડેલ તરીકે બનાવી છે. અને અનેક મોડલિંગ અસાઇનમેન્ટનો તે ભાગ પણ બની ચૂકી છે.

ભાવુક થઇ મારવીય

ભાવુક થઇ મારવીય

મારવીયે આ મામલે જણાવ્યું હતું કે આ ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે અનેક લોકો આવ્યા હતા. જેમાંથી હું પણ એક હતી. મારો નંબર જ્યારે આવ્યો ત્યારે તેમણે મને બહાર રાહ જોવાનું કહ્યું હતું. અને તમામ લોકોના ઇન્ટરવ્યૂ પછી મને તેમણે બોલાવીને કહ્યું કે અમે તમને ટ્રેનિંગ આપીશું અને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારવીય કહ્યું કે આ સાંભળીને હું ખરેખરમાં ભાવુક થઇ ગઇ હતી. અને મારી આંખમાં આંસુ આવી ગયા હતા.

ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી

ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી

પંજાબ યુનિવર્સિટીથી જર્નાલિઝમમાં ગ્રેજ્યૂએશન કરનાર મલિકે કહ્યું કે ન્યૂઝ એન્કર તરીકે પોતાને સાબિત કરીને મલિક તે સંદેશો લોકો સુધી પહોંચાડવા માંગે છે કે ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટિ લોકો કોઇ પણ જોબ કરવા માટે સક્ષમ છે. અને તે પણ બીજા લોકોની જેમ માણસ છે. તેણે કહ્યું કે અમે અમારા દેશના લોકોને જણાવવા ઇચ્છીએ છીએ કે અમે ખાલી કોઇ મજાકનું પાત્ર નથી.

નવી ઓળખ

નવી ઓળખ

ઉલ્લેખનીય છે કે માનવામાં આવે છે કે 20 કરોડની પાકિસ્તાની વસ્તીમાં કુલ 10,000 વધુ લોકો ટ્રાન્સજેન્ડર છે. આ મહિનાની શરૂઆતમાં જ દેશની સંસદમાં ટ્રાન્સજેન્ડર સમુદાયનના અધિકારોને લઇને એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે મલિક હાલ પાકિસ્તાનની ટ્રાન્સજેન્ડર કમ્યુનિટિ માટે એક રોલ મોડેલ બની ગઇ છે. વળી લોકો મારવીયની એકરિંગના પણ વખાણ કરી છે. અને તેનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. જેમાં લોકો તેના વખાણ કરતા હતા.

English summary
A 21-year-old journalist is making headlines in Pakistan by becoming the countrys first transgender news anchor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X