For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bizarre : આંખોમાં ટેટૂ જોયું છે? ના, તો જુઓ આ તસવીરો

દિલ્હીના કરણ નામના યુવકે આંખોમાં આઇબોલ ટેટૂ કરી બની ગયો ટોક ઓફ ધ ટાઉન. આંખોમાં આ રીતે ટેટૂ કરાવનાર કરણ છે પહેલો ભારતીય. જાણો કરણ અને આઇબોલ ટેટૂ વિષે વધુ અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

યુવાનોમાં ટેટૂનો ક્રેઝ કેટલો છે તે વાત તો બધા જ જાણે છે. આજ કાલ મોટાભાગના યુવાનોના હાથ-પગમાં એક નાનકડું પણ ટેટૂ તમને જરૂરથી જોવા મળશે. વળી અનેક લોકોનો અજીબો ગરીબ જગ્યાએ પણ નીતનવા ટેટૂ કરાવે છે. આ તમામની વચ્ચે આઇબોલ્સ પર પણ ટેટૂ બનાવાનો ક્રેઝ હવે વધ્યો છે. વિદેશોમાં તો આ ટ્રેન્ડ ખૂબ જ હિટ ગયો છે પણ ભારતમાં આંખોમાં ટેટૂ બનાવાનો પહેલો કિસ્સો હાલમાં જ બન્યો છે. દિલ્હીના કરણ તેમની આંખોના આઇબોલ્સમાં ટેટૂ કરાવ્યું છે. અને આમ કરાવી તે આઇબોલ્સ ટેટૂ કરાવનાર પહેલા ભારતીય બની ગયા છે.

આઇબોલ્સ ટેટૂ

આઇબોલ્સ ટેટૂ

કરણ દિલ્હીના જ રહેવાસી છે અને તેમનો વ્યવસાય પણ ટેટૂ આર્ટિસ્ટનો જ છે. તેમણે હાલ જ પોતાની આઇબોલ્સ પર ટેટૂ બનાવ્યું છે. અને આ જ કારણે હાલ ઇન્ટરનેટ પર તે હિટ થઇ ગયા છે. જ્યાં જુઓ ત્યાં તેમની કાળી આંખોની તસવીરો સોશ્યલ મીડિયા પર જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે તે ભારતના પહેલા વ્યક્તિ છે જેમણે આંખોમાં ટેટૂ કરાવ્યું છે. અને આ પહેલા આવો કોઇ કિસ્સો ભારતમાં જોવા નથી મળ્યો.

અમેરિકાથી ટેટૂ કરાવ્યું

અમેરિકાથી ટેટૂ કરાવ્યું

કરણે જણાવ્યું કે આઇબોલ્સ ટેટૂ જાણકારો પાસેથી કરાવવું જોઇએ. તેમણે કહ્યું કે આ આઇબોલ ટેટૂ તેમણે ન્યૂયોર્ક જઇને બનાવ્યું છે. અને આઇબોલ ટેટૂ બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. જો કે જે વ્યક્તિએ આઇબોલ ટેટૂની શરૂઆત કરી તેમની જોડેથી જ કરણે આ ટેટૂ કરાવ્યું છે. વધુમાં કરણે કહ્યું કે તે લાંબા સમયથી આઇબોલ્સ ટેટૂ બનાવાનું વિચારી રહ્યા હતા.

પરિવારે પાડી ના

પરિવારે પાડી ના

કરણનું કહેવું છે કે તેમણે આની પર લાંબો રિસર્ચ કર્યો છે. વળી આંખોમાં ટેટૂ કરાવા માટે પહેલા તેમના મિત્રો અને પરિવારે ના પાડી હતી. કારણ કે આંખો આપણા શરીરનો સૌથી સંવેદનશીલ હિસ્સો છે. પણ જ્યારે કરણે તેમના પરિવાર આ ટેટૂ સેફ છે તેવું જણાવ્યું અને વિશ્વાસ અપાવ્યો તો છેવટે તેમના પરિવારે પણ આ માટે તેમને હા પાડી. નોંધનીય છે કે હાલ થોડા સમય પહેલા જ એક કેનેડિયન મહિલાનું એક આંખા આઇબોલ ટેટૂ યોગ્ય રીતે ન કરવાના કારણે હંમેશા માટે બંધ થઇ ગઇ હતી.

કરણ છે શોખીન

કરણ છે શોખીન

કરણે કહ્યું કે તેમને ટેટૂનો ખૂબ જ શોખ છે. અને તેમના શરીર પર કેટલા ટેટૂ છે તે તેમને પણ નથી ખબર. કરણ કહ્યું કે તેમણે 22 પિયર્સિંગ અને અનેક ટેટૂ કરાવ્યા છે. અને આવનારા સમયમાં પણ તે શરીર પર સારું ટેટૂ કરાવવું પસંદ કરશે.

English summary
meet the delhi man tattoographer karan who is the first indian to get his eyeball tattooed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X