For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવા પુરુષો હોય તો પુરુષોની આ દુનિયામાં જીવવું સરળ થઇ જાય!

|
Google Oneindia Gujarati News

આજે મહિલા દિવસ છે. અને મહિલા દિવસના આ અવસર પર ભલે કોઇ મહિલા માને કે ના માને પણ હકીકત તે છે કે આજે પણ અનેક મહિલાઓના જીવનના તમામ નિર્ણયો પુરુષો દ્વારા કરવામાં આવે છે. પુરુષોની દુનિયા એટલે કે "મેન્સ વર્લ્ડ"માં મહિલાનું ટકવું અને પોતાની માટે જગ્યા બનાવવી હંમેશા મુશ્કેલીથી ભરેલી રહી છે.

પણ ત્યારે આજે હું એક તેવા પુરુષની વાત કરવાની છું જેણે પુરુષોની આ દુનિયામાં મહિલાઓ માટે જીવવું સરળ બનાવ્યું છે. હું વાત કરી રહી છું ભારતના પહેલા "માસિક ધર્મ પુરુષ"ની. તમિલનાડુના આ વ્યક્તિનું નામ છે અરુણાચલમ મુરુગનાથમ. તે એક પુરુષ છે તેમ છતાં તેમણે મહિલાઓની એક સમસ્યાને એટલી નાજુકતાથી સમજી તેમના માટે માર્ગ સરળ કરી આપ્યો છે કે મહિલા દિવસ તેમના જેવા પુરુષો વિષે લખવું જ રહ્યું. અને તે કહેવું પણ ખોટું નથી કે જો મહિલા પ્રશ્નોને કોઇ પુરુષ આ અભિગમ સાથે સમજી શકતું હોય તો આવા પુરુષોની આ દુનિયામાં મહિલાઓનું જીવવું સરળ બની જશે!

કંઇ રીતે તેણે મહિલાઓનું જીવન બનાવ્યું સરળ

કંઇ રીતે તેણે મહિલાઓનું જીવન બનાવ્યું સરળ

તમિલનાડુના અરુણાચલમ મુરુગનાથને માસિક ધર્મ અને સ્ત્રીઓની મુશ્કેલી વિષે પહેલી વાર તેમની પત્ની દ્વારા ખબર પડી. તે બાદ તે તેનો સસ્તો અને સ્વચ્છતા સભર ઉપાય શોધવાનો પ્રયાસ શરૂ કર્યો.

શરૂઆતની મુશ્કેલીઓ

શરૂઆતની મુશ્કેલીઓ

શરૂઆતમાં તેમણે જે પેડ્સ બનાવ્યા તેને ટ્રાયલ કોણ કરશે તેની મુશ્કેલી તેમને વેઠવી પડી. તેમની પત્નીએ પણ તેમની આમાં મદદ ના કરી. ત્યારે તેણે પોતે જ આ સમસ્યાને સમજવાનો અને ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો.

પત્ની સાથ છોડ્યો

પત્ની સાથ છોડ્યો

શરૂઆતમાં મુરુગનાથમનો પરિવાર અને તેમની પત્ની તેમના આવા અખતરા જોઇને તેમનાથી દૂરી બનાવી લીધી. તેમની પત્નીએ તો તેમને તલાકની નોટિસ પણ મોકલી દીધી. પણ મુરુગનાથમે હાર ના માની. અને તેમના પ્રયાસો ચાલુ રાખ્યા.

આજે બનાવ્યો ઇતિહાસ

આજે બનાવ્યો ઇતિહાસ

પણ કદાચ તેમની આ વિચારે આજે તમે એક નવી ઊંચાઇઓ પર મૂકી દીધા છે તેમણે બ્રાન્ડેડ કંપની કરતા 50 ટકા સસ્તા સેનીટરી પેડ બનાવ્યા છે. તે જયશ્રી ઇન્ડસ્ટ્રીના માલિક છે. અને તેમણે જે સેનીટરી પેડ માટે જે મશીન શોધ્યું છે તેને 17થી વધુ દેશોમાં મોટી મોટી કંપનીઓએ દ્વારા મંગાવવામાં આવ્યું છે. વધુમાં ભારતમાં તેમની કંપની હાલ 27 રાજ્યોમાં 877 બ્રાન્ડેડ કંપનીઓને ટક્કર આપે છે.

વીડિયો

ત્યારે ભારતના પહેલા માસિક ધર્મ પુરુષના નામે ઓળખતા અને અનેક ગરીબ મહિલાઓને હાઇજેનિક સેનિટરી પેડ બનાવવામાં મદદ કરનારા આ ખાસ વ્યક્તિની કહાની સાંભળો તેની જ જુબાની અહીં...

English summary
India is a country that is rich in heritage. Women here are treated like Goddesses. But, there are certain things that go unnoticed by a common man. One such issue is about menstruating women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X