For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ માનવતાનો તે કાળો ઇતિહાસ, જે ભૂલાય તેવો નથી

|
Google Oneindia Gujarati News

ધણીવાર તેવી તસવીરો ખેંચાઇ જાય છે જે આખી માનવજાત સામે અનેક સવાલો ઊભા કરી દે છે. આવી તસવીરોને જોઇને આપણે ખુદ એક માણસ તરીકે આપણી જોડે આંખો નથી મેળવી શકતા. ત્યારે આજે અમે તમને દુનિયાભરની આવી જ ખતરનાક અને ક્રૂર હકીકતો બતાવતી તસવીરો બતાવવાના છીએ. જેને જોઇને તમારું મન દ્વવી જશે.

ઇતિહાસ ગવાહ છે કે ઇતિહાસમાં પણ તેવી અનેક ધટનાઓ ધટી છે જે સમગ્ર માનવજાતને કલિંકત કરે તેવી છે. માણસો દ્વારા જ માણસો પર કરવામાં આવતા આ ખૂનખરાબીની તસવીરો આપણને તે યાદ કરાવે છે કે જો આ તસવીરોમાં જોઇને પણ હજી આપણે કંઇ શીખ્યા નહીં તો આવનારા સમયમાં આપણી જોડે શીખવા માટે કંઇ બાકી નહી રહે. આ તમામ તસવીરો 100 ટકા સાચી છે અને એટલી જ સાચી છે તેમની હકીકતો. જુઓ દુનિયાના આ 7 આઇકોનિક તસવીરો....

બર્ગન-બ્લેસનની સૌથી મોટી કબર

બર્ગન-બ્લેસનની સૌથી મોટી કબર

1941થી 1945માં વચ્ચે બર્ગન બ્લેસન યુદ્ધમાં લગભગ 20,000 સોવિયત સૈનિક અને 50,000થી વધુ કેદીઓને ક્રૂર રીતે મારવામાં આવ્યા. જે જર્મન ચિકિત્સકને મડદા પર ચાલતો દેખાડવામાં આવ્યા છે તેને તેની ક્રૂરતા માટે પાછળથી ફાંસીએ લગાવવામાં આવ્યો હતો.

અશ્વેતોને ફાંસી

અશ્વેતોને ફાંસી

યુએસની આ તસવીર લોરેન્સ બેઇટર પાડી છે. બે અશ્વેતાને બળાત્કારના આરોપમાં ફાંસીએ લટકાવામાં આવ્યા હતા. જો કે પાછળથી ખબર પડી હતી કે બળાત્કારનો આરોપો ખોટા હતા. પણ તે પહેલા તે લોકોની મોત થઇ ગઇ હતી.

ધ આઇકોનિક ઇમેજ

ધ આઇકોનિક ઇમેજ

સ્ટીવ નામના વ્યક્તિએ આ ફોટો ત્યારે ખેંચ્યો હતો જ્યારે ટ્વિન ટાવર પર બીજું પ્લેન ક્રેશ થયું હતું. તેણે ધુમાડો જોતા આ ફોટો પાડ્યો હતો. આ જ ઇમેજ બીજા દિવસે ન્યૂયોર્ક ટાઇમની કવર ઇમેજ બની હતી.

પડતો માણસ

પડતો માણસ

રિચર્ડ ડ્રૂ દ્વારા ખેંચવામાં આવેલી આ તસવીરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરથી પડી રહેલા એક વ્યક્તિની છે. આ વ્યક્તિ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં લાગેલી આગથી બચવા માટે ઊંચાઇથી પોતાનો જીવ બચાવવા માટે કૂદ્યો હતો પણ તે બચી નહતો શક્યો.

ગેસ ટ્રેજડી

ગેસ ટ્રેજડી

આ બાળકની ખુલ્લી આંખો તે તમાર વ્યક્તિઓની વેદનાને વ્યક્ત કરી છે જે ભોપાલ ગેસ દુર્ધટનામાં માર્યા ગયા. નોંધનીય છે કે આ ધટનામાં 50,000 લોકોની કરુણ મોત થઇ. અને હજારો માણસો તે બાદ પણ આ ખતરનાક ગેસની ઝપેટમાં આવતા રહ્યા.

વિયેટનામ યુદ્ધ

વિયેટનામ યુદ્ધ

ઇડ્ડી એડમ નામના વ્યક્તિને આ ફોટો પાડ્યો હતો. જેમાં એક નવયુવકને ગન પોઇન્ટ પર મારવામાં આવી રહ્યા છે. તેવું માનવામાં આવે છે કે તેણે 12 જેટલા લોકોને માર્યા હતા. અને તેની સજાના ભાગ રૂપે તેને મારવામાં આવ્યો હતો.

ઇરાકના કેદીઓ

ઇરાકના કેદીઓ

ઇરાકની અબુ ગરીબ જેલમાં યુનાઇટેડ સ્ટેટ આર્મી અને એક સીઆઇએ એજન્ટ એક કેદીને કૂતરાના પટ્ટાથી બાંધી ખેંચી રહી છે. અને નગ્ન અવસ્થામાં આ કેદી ખેંચાઇ રહ્યો છે. નોંધનીય છે કે આ ફોટો બાદ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ ઇરાકમાં ચાલી રહેલી આવી જેલો અને તેમાં કેદીઓ પર કરવામાં આવી રહેલા અમાનવીય અત્યાચારો માટે માફી માંગવી પડી હતી.

English summary
Pictures make memories and these memories are something that we wish to look back at and enjoy the flashback with some good funny thoughts. However, what if these pictures are something that haunt you every time you look at them?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X