મૃત્યુના 123 દિવસ બાદ માતાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ!
આ ચમત્કારિક ઘટના બ્રાઝિલની છે, જ્યાં મગજથી મૃત જાહેર કરવામાં આવેલ એક મહિલાએ 123 દિવસ બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આ ઘટનાથી તબીબો પણ આશ્ચર્યચકિત છે. ખરેખર તો, તબીબોને આશા જ નહોતી કે મૃત્યુના આટલા દિવસ બાદ બાળકો ગર્ભાશયમાં જીવીત રહી શક્યા હશે. તબીબોએ ઓપરેશન દ્વારા જ્યારે મહિલાની ડીલિવરી કરી ત્યારે જોડિયા બાળકો જન્મ્યા હતા.

બ્રેઇન સ્ટ્રોક બીમારીથી પીડિત હતી મહિલા
સાઉથ બ્રાઝિલમાં રહેતી મહિલા સિલ્વા પોડિલ્હાએ ગત વર્ષ ગર્ભ ધારણ કર્યું હતું. સિલ્વાને બ્રેઇન સ્ટ્રોકની બીમારી હતી. ઓક્ટોબર 2016માં સિલ્વાને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરી. તે સમયે તેના પેટમાં 9 અઠવાડિયાનો ગર્ભ હતો.

બ્રેઇન ડેડ, પરંતુ બાળકો જીવંત
સિલ્વાના પતિ મ્યૂરેલે તરત જ પોતાની પત્નીને સેનહોરા ડો રોકિયો હોસ્પિટલમાં દાખલ કરી. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે, સિલ્વાનું બ્રેઇન ડેડ થઇ ગયું છે, પરંતુ તેના ગર્ભમાં રહેલ બાળક હજુ પણ શ્વાસ લે છે. આથી તબીબોની ટીમે સિલ્વાને તુરંત વેન્ટિલેટર પર મુકી.

123 બાદ થયો જોડિયા બાળકોનો જન્મ
લગભગ 123 દિવસ સિલ્વાને એ જ સ્થિતિમાં રાખવામાં આવી. 9 મહિના પૂરા થતાં તબીબોએ ઓપરેશન કરી સિલ્વાની ડીલિવરી કરી. આમ, મૃત સિલ્વાએ પોતાના જોડિયા બાળકોને જન્મ આપ્યો. આ જોડિયા બાળકોમાં એક છોકરી અને એક છોકરો છે.

ચમત્કારિક ઘટના
સિલ્વાના પતિને પણ વિશ્વાસ નહોતો કે, બ્રેઇન ડેડ થયા બાદ તેના બાળકો જીવીત બચશે. જો કે, મેડિકલ ક્ષેત્રે થયેલ અદ્યતન વિકાસને પરિણામે ઘણીવાર ચમત્કાર સર્જાયા છે. આ પણ એવી જ એક ચમત્કારિક ઘટના હતી.