For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાણીમાં સમાઇ ગયેલા રહસ્યમય શહેરો

By Super
|
Google Oneindia Gujarati News

આપણે પુસ્તકોમાં અથવા તો પૌરાણીક કહાણીઓમાં એવું સાંભળ્યું હશે કે પાણીની અંદર એક આખી નગરી વસતી હતી. જો કે, આ વાતો પર લોકોને એટલો વિશ્વાસ નહોતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલા સંશોધન અને શોધોમાં એક આશ્ચર્ય પમાડે તેવી બાબતો ધ્યાનમાં આવી છે અને એ છે કે પાણીની અંદર પણ અનેક નગરીઓ છે, જે પાણીનો પ્રવાહ વધવાના કારણે પાણીમાં સમાઇ ગઇ હતી. કહેવાય છે ને કે દરિયાએ અનેક રહસ્યમય બાબતોને પોતાના ઉદરમાં સાચવીને રાખી છે, આ શહેરો પણ તેના ઉદરમાં ક્યાંક સચવાયેલા પડ્યાં છે.

ત્યારે આ વખતે અમે અહીં એવી જ કેટલીક નગરીઓ અને શહેરો પર આછેરો પ્રકાશ પાડી રહ્યાં છીએ. જે ક્યાંક ભૂકંપના કારણે તો ક્યાંક પાણીને વહેણના કારણે પાણીમાં ડૂબી ગઇ હતી. જેમાં ચીનથી માંડીને જર્મની સુધીના અનેક દેશો આવી જાય છે. તો ચાલો તસવીરો થકી આપણે આવી જ કટલીક આશ્ચર્ય પમાડે તેવી રહસ્યમય નગરીઓ અંગે માહિતી મેળવીએ.

ડિયાન કિંગડમ

ડિયાન કિંગડમ

આ શહેરની શોધ 2001માં કરવામાં આવી હતી. પુરાતત્વ ખાતાની એક ટૂકડીએ ચીનના ફુક્સિઅન લેકમાં આ શહેરને શોધ્યું હતું. આ તળાવના ભૂગર્ભમાં કેટલીક ઇમારતો મળી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ શહેર અંદાજે 1750 વર્ષ જૂનું હશે.

ઇદુમ

ઇદુમ

આ શહેરની શોધ જર્મની પાસે વેડ્ડન દરિયામાં કરવામાં આવી હતી. આ દરિયાને નોર્થ ફ્રિસિયન આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, ઇ.સ 1300માં આ શહેરને અનેકવાર બનાવવામાં આવ્યું હતું અને અનેકવાર તે દરિયાનો ભોગ બન્યુ હતું અને 1400 સુધીમાં દરિયો અહીંના 180 કરતા વધુ લોકોને ગળી ગયો હતો. છેલ્લે 1800માં એ જાણવા મળ્યું હતું કે શહેર દરિયાની અંદર જ છે, અને શોધકર્તાઓને નોર્થ સીની અંદર પાણીમાં ગરકાવ થઇ ગયેલું આ શહેર મળ્યું હતું.

8 ઓલૌસ

8 ઓલૌસ

આ શહેરની રચના ગ્રીસના મેડિટેર્રનીઅમ સીમાં કરવામાં આવી હતી, પરંતુ આ શહેર પર દરિયાના રૌદ્ર સ્વરૂપનો શિકાર બની ગયું હતું. હાલ આ સ્થળ એક પ્રવાસી આકર્ષણ બની ગયું છે અને અનેક લોકો દરિયામા રહેલા આ શહેરને જોવાની ઇચ્છા વ્યક્ત કરે છે.

લીયસ હેલિંગ

લીયસ હેલિંગ

આ શહેરની રચના છઠ્ઠી સદીમાં કરવામાં આવી હતી. તે સમયના રાજા વેલ્સ પ્રિન્સે આ શહેરનું શાનદાર રીતે નિર્માણ કર્યું હતું, પરંતુ દરિયાએ મચાવેલી તબાહીના કારણે આ શહેર પણ પાણીમાં ગરક થઇ ગયું હતું. કેટલાક ભૂગોળીય સર્વેમાં આ શહેર દરિયામાં હોવાની માહિતી બહાર આવી હતી.

મુલિફાનુઆ બે

મુલિફાનુઆ બે

આ શહેર સામોઆના ઓપોલુ આઇલેન્ડ ખાતે આવેલું છે. આ શહેરની રચના અંદાજે 500 વર્ષ પહેલા કરવામાં આવી હશે તેવું અનુમાન પુરાતત્વવીદો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. 70ની સદીમાં કામ કરતા મજૂરો દ્વારા આ શહેરને શોધવામાં આવ્યું હતું.

ફેઇઆ

ફેઇઆ

પેલોપોન્નેશિયનમાં આ શહેર આવેલું છે. જેની રચના પાંચમી સદીમાં કરવામાં આવી છે. આ શહેરમાં 30 વર્ષ સુધી એજીઅન દરિયામાં યુદ્ધ ચાલતું રહ્યું અને આખરે આ શહેર પણ અન્ય શહેરોની માફક દરિયામાં ગરક થઇ ગયું. આ શહેર 1911 સુધી પાણીમાં છૂપેયાલું રહ્યું હતું. જેની શોધ એક ટીમ દ્વારા કરવામાં આવી હતી.

અતિલ

અતિલ

આ શહેર આઠમી સદીમાં સાઉથએસ્ટ એશિયામાં બનાવવામાં આવ્યું હતું. જે દરિયામાં સમાઇ ગયું હતુ અને તેની શોધ 2008માં કાસ્પિઅન દરિયા ખાતે કરવામાં આવી હતી.

રંગહોલ્ત

રંગહોલ્ત

આ શહેર અંદાજે 700 વર્ષ જૂનું છે અને તે દરિયામાં સમાઇ ગયું છે, તેનો અમુક ભાગ મળી આવ્યો હતો પરંતુ આખું શહેર હજુ સુધી મળી શક્યું નથી.

ફાનાગોરિયા

ફાનાગોરિયા

આ શહેર ગ્રીસના મેડિતેર્રાનિયમ દરિયા પાસે આવેલું છે. જેની શોધ 2011માં કરવામાં આવી હતી. આ શહેરનું નિર્માણ પહેલી સદીમાં કરવામાં આવ્યું હોવાનું મનાઇ રહ્યું છે.

સાફ્તિંઘ

સાફ્તિંઘ

આ એક ડચ શહેર છે, જેનું નિર્માણ 1200માં કરવામાં આવ્યું હતું. જોકે, 1570માં આવેલા ભયાનક પૂરના કારણે શહેર પાણીમાં ખોવાઇ ગયું હતું. જે શોધકર્તાઓએ શોધી કાઢ્યું છે

English summary
Here is The List of Mysterious Underwater Cities You Haven’t Heard
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X