For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેડ પર સૂતા સૂતા લઇ શકાશે મલ્ટિપ્લેક્સમાં મૂવીનો આનંદ, જાણો ક્યાં અને કેટલી છે ટિકિટ

જે લોકો મૂવીના શોખીન છે તેઓ માને છે કે મૂવીનો વાસ્તવિક આનંદ તો થિયેટરમાં જ છે. આરામથી ખુરશી પર બેસી પોપકોર્ન ખાતા જઈને જે ફિલ્મ જોવાની મજા છે,તેવી ઘરે લેપટોપમાં ક્યાં!

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જે લોકો મૂવીના શોખીન છે તેઓ માને છે કે મૂવીનો વાસ્તવિક આનંદ તો થિયેટરમાં જ છે. આરામથી ખુરશી પર બેસી પોપકોર્ન ખાતા જઈને જે ફિલ્મ જોવાની મજા છે,તેવી ઘરે લેપટોપમાં ક્યાં! અને કલ્પના કરો કે થિયેટરમાં જો સૂતા સૂતા ફિલ્મ જોવાની મળી જાય, તો કેટલી મજા આવે. સ્લીપિંગ થિએટર્સ ઘણા દેશોમાં પ્રચલિત છે, જ્યાં લોકો બેડ પર સૂતા સૂતા ફિલ્મનો આનંદ માણે છે. હવે તમે આ આનંદ પણ લઈ શકો છો.

સૂતા સૂતા જોઈ શકાશે ફિલ્મ

સૂતા સૂતા જોઈ શકાશે ફિલ્મ

થિયેટરમાં 70mm ની સ્ક્રીન પર ફિલ્મ જોવાનું પસંદ કરનારા લોકો માટે એક ખુશખબરી છે. હવે તમે મૂવી થિયેટરમાં ખાલી બેસીને નહીં પણ સૂતા સૂતા પણ ફિલ્મ જોઈ શકો છો .

બેડ પર સૂતા સૂતા જોવો ફિલ્મ

બેડ પર સૂતા સૂતા જોવો ફિલ્મ

ગુજરાતમાં વડોદરામાં એક સ્લીપિંગ થિયેટર ખુલશે. તેનો અર્થ એ કે મૂવી જોવાની મજા હવે બમણી થશે. આ સ્લીપિંગ થિયેટરમાં તમે આરામથી બેડ પર બેસીને ફિલ્મનો આનંદ માણી શકો છો.

રિલાયન્સે બનાવ્યો વિશેષ મલ્ટિપ્લેક્સ

રિલાયન્સે બનાવ્યો વિશેષ મલ્ટિપ્લેક્સ

વડોદરામાં રિલાયન્સે વિશેષ મલ્ટિપ્લેક્સ બનાવ્યું છે. આ મલ્ટીપ્લેક્સની વિશેષતા એ છે કે અહીં તમે ખુરશી પર બેસવાને બદલે બેડ પાર સૂતા સૂતા ફિલ્મ જોઈ શકશો. આ મલ્ટીપ્લેક્સનો પહેલો શો 26 જૂનથી શરૂ થશે.

માત્ર આટલી જ છે ટિકિટ!

માત્ર આટલી જ છે ટિકિટ!

આ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે તમારે ફક્ત 800 રૂપિયા ચૂકવવા પડશે. શોની ટિકિટ 800 થી શરૂ થાય છે. વિદેશમાં સ્લીપિંગ થિયેટરનો ઘણો ક્રેઝ છે અને હવે તે ભારત પણ પહોંચી ગયું છે. આ મલ્ટિપ્લેક્સમાં જઈને તમે પણ ફિલ્મનો આનંદ માણો.

English summary
Now You Can Watch Movie In Theatres While Laying On Bed, Know Where To Watch In India And When
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X