For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Omg! લગ્ન પહેલાં યુવતીઓને વાળ રાખવાની જ છે મનાઇ!

અહીં લગ્ન પહેલાં છોકરીઓને વાળ વધારવાની છૂટ નથી. તેમણે લગ્ન પહેલાં માથાના વાળ કાઢવા ફરજિયાત છે.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

લગ્નને લઇને દેરક દેશમાં વિવિધ રિવાજો જોવા મળે છે. લગ્નમાં ક્યાંક વરરાજા અને નવવધુને બાથરૂમ જતા અટકાવવામાં આવે છે, તો ક્યાંય તેમને ત્રણ દિવસ સુધી એક રૂમમાં બંધ રાખવામાં આવે છે. પરંતુ આજે અમે તમને લગ્નની સૌથી વિચિત્ર પ્રથાથી રૂબરૂ કરાવવા જઇ રહ્યાં છીએ, જેના વિશે આ પહેલાં તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય કે કલ્પના પણ નહીં કરી હોય.

bizzare

છોકરીઓ માટે તેમના વાળ શણગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તમને જણીને આશ્ચર્ય થશે કે એક દેશ એવો પણ છે, જ્યાં છોકરીઓને લગ્ન પહેલાં વાળ વધારાની છૂટ જ નથી. દક્ષિણ આફ્રિકાના ઇથોપિયા અને સોમાલિયાની વચ્ચે આવેલી વસ્તીમાં રહેતી બોરાના જાતિની છોકરીઓની અમે વાત કરી રહ્યાં છીએ. આ જનજાતિની છોકરીઓને લગ્ન પહેલાં વાળ વધારવાની તો ઠીક વાળ રાખવાની જ મનાઇ છે!

લગ્ન પહેલાં અહીંની છોકારીઓ વાળ મુંડાવી નાખે છે. આ માટે તેમની એક માન્યતા જવાબ દાર છે. તેમનું માનવું છે કે, આમ કરવાથી તેમને ઇચ્છિત વર મળશે. આ સમુદાયની છોકરીઓને લગ્ન બાદ જ વાળ વધારવાની તથા વાળના શણગાર કરવાની છૂટ મળે છે.

એટલું જ નહીં, લગ્ન પહેલા અહીંની છોકરીઓને ફોટો પડાવવાની પણ સ્વતંત્રતા નથી હોતી. આ લોકોનું માનવું છે કે, આવું કરવાથી શરીરમાં રક્ત ઘટી જાય છે. આ સમુદાયની છોકરીઓ માથાના એક મોટા ભાગનું મુંડન કરે છે અને લગ્ન સુધી એમ જ રહે છે. અનેક વર્ષોથી આ પરંપરાનું પાલન થાય છે, આમ કરવા પાછળ તેમની દલીલ છે કે, તેમને ઇચ્છિત વર મળશે અને તેમનું લગ્ન જીવન પણ સુંદર રહેશે. જો કે, સમય બદલાયો છે, દેશનો વિકાસ થઇ રહ્યો છે અને તેની સાથે આ સમુદાયની વિચારસરણી પણ ધીમે-ધીમે બદલાઇ રહી છે.

English summary
African wedding rituals run the gamut of all celebrations. In a bizarre rituals girls belled her head for marriage and good husband.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X