આપસી વિવાદમાં જેલ પહોંચી ગયા ભગવાન હનુમાન, જાણો શુ છે મામલો..
બિહારના નાનકડા જિલ્લા મધુબનીમાં ભગવાન હનુમાન જેલમાં કેદ થઇ ગયા છે. મધુબનીમાં નાવટોલી ગામમાં ભગવાન હનુમાનને પોલીસ પોતાની સાથે લઇ ગયી. આખો મામલો જમીન વિવાદનો હતો. પરંતુ સજા હનુમાન જીને મળી. તો જાણો શુ છે મામલો.
નાવટોલી ગામમાં એક સ્મશાનની જમીનને લઈને વિવાદ થયો. બે જાતિને લઈને જમીન કબ્જાનો વિવાદ થયો. એક જાતિના લોકોએ રાતોરાત ત્યાં એક ચબુતરાનું નિર્માણ કર્યું અને ત્યાં ભગવાન હનુમાનની મૂર્તિ પણ સ્થાપિત કરી દીધી.

જયારે બીજી જાતિના લોકોએ સવારમાં ત્યાં હનુમાન જીની મૂર્તિ જોયી તો તેઓ નારાજ થઇ ગયા અને તેમને પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વિવાદ પૂરો કરવા માટે ભગવાન હનુમાનની મૂર્તિ પોતાની સાથે પોલીસ સ્ટેશને લઇ ગયી.
પોલીસે ભગવાનને પોલીસ સ્ટેશનમાં જ સ્થાપિત કરી દીધા. ત્યારથી અત્યાર સુધી તે મૂર્તિ મધુબની પોલીસ સ્ટેશનમાં જ છે. લોકોના આપસી વિવાદમાં જેલ પહોંચી ગયા ભગવાન હનુમાન અને તેમને જામીન પણ ના મળ્યા.












Click it and Unblock the Notifications
