For Quick Alerts
For Daily Alerts
VIDEO: સ્ટીલના માટલામાં દીપડાનું માથું ફસાયું, કોણ કાઢે મુસીબતમાંથી?
રાજસ્થાનના રજસંમદમાં પાણીની શોધમાં દીપડો વસ્તી ધરાવતા વિસ્તારમાં આવી ગયો હતો. અને જ્યાં દીપડાને એક નવી જ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. થયું એવુ કે આ દીપડાએ પોતાના માથાને એક સ્ટીલના માટલાની અંદર ફસાવી દીધું હતુ.
દીપડો જ્યારથી આ સ્ટીલના વાસણની અંદર ફસાયો છે, ત્યારથી તે ઘણો જ ધુઆપુઆ થઇને આમ તેમ ભટકી રહ્યો હતો. પરંતુ સ્થાનિકોની જાણકારી બાદ દીપડાને વનવિભાગને ટીમે પાંજરામાં કેદ કર્યો હતો.
વનવિભાગની ટીમે દીપડાને પાંજરામાં કેદ તો કરી લીધો, પરંતુ ડૉક્ટરની ટીમ ના આવી ત્યાં સુધી દીપડાનું માથું આ સ્ટીલના વાસણમાં જ ફસાયેલું રહ્યું હતુ.