For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: અજગર બુટ ગળી ગયો, સર્જરી કરી કાઢવો પડ્યો

ઓસ્ટ્રેલિયા ક્વીન્સલેન્ડ માં અજગર એક બુટ ગળી ગયો. ત્યારપછી તેની સર્જરી કરીને બુટ કાઢવામાં આવ્યો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયા ક્વીન્સલેન્ડ માં અજગર એક બુટ ગળી ગયો. ત્યારપછી તેની સર્જરી કરીને બુટ કાઢવામાં આવ્યો. સર્જરી કરતા પહેલા એક્સરે ઘ્વારા ચેક કરવામાં આવ્યું કે ખરેખર અજગરના પેટમાં શુ છે. એક્સરે સામે આવ્યા પછી તેની સર્જરી કરી પેટમાંથી બુટ બહાર કાઢવામાં આવ્યું. ઓપરેશન કર્યા પછી અજગરનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. 2 મીટર લાંબા અજગરનું ઓપરેશન જાનવરો ના ફેમસ ડોક્ટર ઘ્વારા કરવામાં આવ્યું હતું.

1 કલાક કરતા વધારે ચાલી સર્જરી

1 કલાક કરતા વધારે ચાલી સર્જરી

અજગર ના પેટમાંથી બુટ કાઢવાની પ્રોસેસ 1 કલાક કરતા પણ વધુ લાંબી ચાલી હતી. સોમવારે માઉન્ટ ઓમાની માં રહેનાર સાપ પકડનાર વ્યક્તિ પશુ ચિકિત્સામાં તેને લઈને આવ્યો. તેમને ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે અજગરે ઘરમાં રાખેલું બુટ ખાઈ લીધું.

ગાયબ થયો બુટ

ગાયબ થયો બુટ

ઓપરેશન કરનાર ટીમ ડોક્ટર જોશ લીનન ઘ્વારા મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે સપેરા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘરમાં આવ્યા પછી તેને જોયું કે એક બુટ ગાયબ છે. ત્યારે તેને લાગ્યું કે ચોક્કસ અજગર તેને ગળી ગયો છે.

વાયરલ થઇ રહી ફેસબૂક પોસ્ટ

વાયરલ થઇ રહી ફેસબૂક પોસ્ટ

આ સર્જરીને લઈને ડોક્ટરોની ફેસબૂક પોસ્ટ ઘણી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં ડોક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે કઈ રીતે તેમને સર્જરી સફળ બનાવી છે. પોસ્ટમાં જણાવ્યું કે અજગર ને ઓપરેશન માટે બેહોશ કરવામાં આવ્યો હતો. અજગર ને વચ્ચેથી કાપીને તેમાંથી બુટ બહાર કાઢવામાં આવ્યું. ત્યારપછી તેની માંશપેશીઓ બંધ કરી તેની ત્વચા પર સ્ટેપ્લર મારવામાં આવી હતી.

English summary
Python slithers swallows slipper surgery remove australia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X