
જાનવરો સાથે જોડાયેલા રોચક તથ્યો જે તમે પણ જાણતા નથી
આ દુનિયા અજીબોગરીબ જીવોથી ભરેલી છે. અને તેમના ક્રિયાકલાપ પણ એટલા રોચક અને હાસ્યાસ્પદ હોય છે. જો કે તેમની હરકતો સાથે રૂબરૂ થવું પણ ઘણું મનોરંજક નથી. આવો જોઇએ, જીવોના કેટલાક એવા પહેલુઓને-

માથું કાપી નાખ્યા બાદ પણ જિવતો રહે છે કોકરોચ
જો કોઇ માણસનું માથું કાપી નાખવામાં આવે તો વધુમાં વધુ થોડી સેંકડો સુધી શ્વાસ સાથે આપી શકે છે. પરંતુ તમને એ જાણીને આશ્વર્ય થશે કે એક કોકરોચ માથું કપાવ્યા બાદ પણ કેટલાક અઠવાડિયા સુધી જીવીત રહી શકે છે.

ઝિંગાનું દિલ માથામાં
માણસોની સાથે-સાથે બધા જીવોનું હદય પણ યથાસ્થાન હોય છે. પરંતુ શું તમને ખબર છે કે એક ઝીંગનું દિલ તેના માથામાં હોય છે.

જીભ બહાર નિકાળી શકતો નથી મગરમચ્છ
એક મગરમચ્છ માટે મુશ્કેલ વાત એ છે કે તે જીભ બહાર નિકાળવી મુશ્કેલ જ નહી અશક્ય છે.

18 મહિનામાં 2 લાખ વંશજ પેદા કરી શકે છે ઉંદર
ઉંદરની તો વાત નિરાળી છે. તમને એ જાણીને આશ્વર્ય થશે કે ઉંદરને પેદા થવાની ગતિ એટલી તીવ્ર છે કે તે ફક્ત 18 મહિનાઓમાં 2 લાખથી વધુ વંશજ પેદા કરી શકે છે.

સ્ટાર ફિશની પાસે મગજ હોતું નથી
જો વાત માછલીઓની કરી રહ્યાં છીએ તો, શું તમને ખબર છે કે સ્ટારફિશની પાસે મગજ હોતું નથી. તો બીજી તરફ કેટફિશની પાસે 27000 સ્વાદ કલિકા હોય છે. અને જો ડોલફિન પર ધ્યાન આપીએ તો જણાવી દઇએ કે હંમેશા પોતાની ફક્ત એક આંખ બંધ કરીને ઉંઘે છે.

સાપ નહી પણ મધમાખી કરડવાથી થયા વધુ મોત
શું તમને સાપથી ડર લાગે છે?? જો હા તો તમને જણાવી દઇએ કે, દુનિયામાં સાપથી વધુ લોકો મધમાખી કરડવાથી મરે છે. એટલા માટે સાપ જોઇએ ગભરાનારાઓને મધમાખીથી બચીને રહેવાની સલાહ છે.

14 કલાક ઉંઘે છે ગોરિલા
પોતાની ઉંઘ બધાને ખૂબ પ્રિય હોય છે. પરંતુ ગોરિલા આ મુદ્દે માહિર છે. શું તમને ખબર છે કે ગોરિલા એક દિવસમાં ચૌદ કલાકથી વધુ ઉંઘ ખેંચે છે. તો એક બિલાડી અઢાર કલાક ઉંઘવાની આવડત ધરાવે છે.

માણસોથી વધુ સ્પષ્ટ જોઇ શકે છે કુતરા
તમને એ જાણીને એકદમ આશ્વર્ય થશે કે કુતરાઓની દ્રષ્ટિ માણસોથી વધુ સ્પષ્ટ હોય છે. પરંતુ રંગોમાં ભેદ કરવો તેમના માટે કઠિન હોય છે.

ઘોડા ઝડપી દોડે છે શાહમૃગ
શું તમને ખબર છે કે એક શાહમૃગની દોડવાની ઝડપ ઘોડાથી પણ વધુ હોય છે. તો બીજી તરફ શાહમૃગ વાધથી વધુ ગર્જવાની ક્ષમતા ધરાવે છે.

માથું ઉચું કરી શકતું નથી ભૂંડ
આ બધાથી અલગ છે ભૂંડોની કહાણી. તેમની શારીરિક બનાવત એવી હોય છે કે તે ઉપરથી તરફ માથું ઉંચકવામાં સક્ષમ નથી.

ફૂલોનું ઝેર ઓળખી લે છે પતંગિયા
શું તમે જાણો છો કે પતંગિયા પોતાના પગથી એ નક્કી કરે છે કે કયું ફૂલ ઝેરી છે અને કયું નહી.

માત્ર 24 કલાક જીવે છે આગિયો
આગિયો પોતાની જગમગાહટથી બધાને આકર્ષિત કરે છે. પરંતુ તેની જીંદગી 24 કલાકની જ હોય છે.

દરિયાઇ ઘોડાનું મોઢું
એક દરિયાઇ ઘોડો પોતાનું મોઢું મોટું એટલું ખોલી શકે છે તેમાં 4 ફૂટનું બાળક સમાઇ શકે.

3 વર્ષ સુધી ઉંઘે છે ગોકુળગાય
એક ગોકુળ ગાય 3 વર્ષ સુધી ઉંઘ લઇ સકવામાં સક્ષમ છે.

માણસોથી વધુ મરધીના બચ્ચાં
આ દુનિયામાં માણસોથી વધુ સંખ્યા મરધીના બચ્ચાંની છે.

1 સેકેન્ડમાં 80 વખત ફડફડાવે છે હર્મિંગ બર્ડ
હમ્મિંગ બર્ડનું વજન ભલે ના બરાબર હોય, પરંતુ આ પોતાની પાંખો એક સેકન્ડમાં 60-80 વખત ફડફડાવે છે.

1 કલાકમાં 1000 કીડા ખાય છે ચામાચિડીયું
એક ચામાચિડીયાની ખાવાની ક્ષમતા આના દ્વારા લગાવી શકો છો કે તે એક કલાકમાં 1000 કીડા-મકોડા ખાઇને હજમ કરી શકે છે.

માણસની ફિંગર પ્રિંટ તો કુતરાઓમાં નોઝ પ્રિંટ
જેમ દરેક માણસની ફિંગર પ્રિંટ્સ અલગ હોય છે. ઠીક તે પ્રમાણે કુતરાઓની ઓળખ તેમના નાકની છાપથી લગાવી શકાય છે.