For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલ રંગનો ચંદ્ર બનશે 27-28 સપ્ટેમ્બરે, દુનિયાના અંતની અટકળો!

|
Google Oneindia Gujarati News

28 સપ્ટેમ્બર 2015ના રોજ દુર્લભ ચંદ્રગ્રહણ થશે. આમ તો તે 27 સપ્ટેમ્બરના રોજ થઇ જશે પણ ભારતમાં તે વખતે તારીખ બદલાઇ ગઇ હશે અને 28 સપ્ટેમ્બર થઇ ગઇ હશે. એટલું જ નહીં આ ચંદ્રગ્રહણ દુર્લભ એટલા માટે પણ છે કે કારણ કે આ રાતે ચંદ્ર લાલ રંગનો બની જશે. જેને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવાય છે.

આવા ગ્રહણને સુપરમૂન ગ્રહણ કહે છે આ પહેલા આવું ગ્રહણ 1982માં થયું હતું. ખગોળશાસ્ત્રની દ્રષ્ટ્રિએ આ ધટના ખુબ જ મહત્વની છે. વળી સૌથી ખુશીની વાત તે છે કે તે ભારતમાં પણ જોઇ શકાશે.

ભારતમાં ચંદ્રગ્રહણનો સમય
સવારે 05:41 વાગે: સૂતક લાગશે
સવારે 6:37 વાગે: આંશિક ચંદ્રગ્રહણની શરૂઆત સવારે 7:41 વાગે: પૂર્ણ ચંદ્રગ્રહણ
સવારે 8:17 વાગે: ચંદ્રગ્રહણ તેની ચરમસીમા પર
સવારે 8:53 વાગે ચંદ્ર ગ્રહણ સમાપ્ત થશે
સવારે10:52 વાગે: સૂતક સમાપ્ત થશે

2015નું છેલ્લુ ગ્રહણ

2015નું છેલ્લુ ગ્રહણ

આ ચંદ્રગ્રહણ આ વર્ષના પડનારું છેલ્લુ ગ્રહણ છે. આ પહેલા 2015માં કુલ ત્રણ ગ્રહણ પડી ચૂક્યા છે.

સુપરમૂનનું દુર્લભ ગ્રહણ

સુપરમૂનનું દુર્લભ ગ્રહણ

આ ગ્રહણ, સુપરમૂનનું અત્યાર સુધીનું સૌથી દુર્લભ ગ્રહણ છે. ખગોળ વિજ્ઞાનીઓ તેને જોવા માટે ખૂબ જ આતુર છે. સુપરમૂનના ગ્રહણમાં પૂર્ણ ચંદ્રમા પૃથ્વીને ચારો તરફથી અંડાકાર કક્ષામાં નજીકના બિંદુ પર થાય છે.

યુએસે લોકો ગ્રહણ જોવા સીટ બુક કરાવી

યુએસે લોકો ગ્રહણ જોવા સીટ બુક કરાવી

આ દુર્લભ ગ્રહણને જોવા માટે યુ.એસમાં પહેલાથી બુકિંગ કરાવવામાં આવ્યું છે. જેથી આ ગ્રહણને યોગ્ય રીતે જોઇ શકાય.

અર્ધરાત્રી અને પ્રાત:કાલ ગ્રહણ

અર્ધરાત્રી અને પ્રાત:કાલ ગ્રહણ

ઉત્તરી અને દક્ષિણ અમેરિકામાં આ ગ્રહણ ચંદ્રમાના ઉગ્યા પછી દેખાશે. જ્યારે યુરોપ, આફ્રિકા અને મધ્યપૂર્વમાં સૂર્યના ઉગવાના કેટલાક કલાક પહેલા જોવામાં આવશે.

આંખોની સુરક્ષાની જરૂર નથી

આંખોની સુરક્ષાની જરૂર નથી

વધુમાં આ ગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે. અને તેને કોઇ વિશેષ ઉપકરણ વગર નરી આંખે પણ જોઇ શકાય છે.

બે અઠવાડિયા પહેલા થયું તું સૂર્યગ્રહણ

બે અઠવાડિયા પહેલા થયું તું સૂર્યગ્રહણ

સુપરમૂન ગ્રહન થવાના બે અઠવાડિયા પહેલા 13 સપ્ટેમ્બરે સૂર્ય ગ્રહણ થયું હતું.

બ્લડ મૂન

બ્લડ મૂન

આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે. વળી આ ગ્રહણ વખતે ચંદ્ર લાલ રંગનો થઇ જશે. જેને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવાય છે.

દુનિયાનો અંત નહીં આવે

દુનિયાનો અંત નહીં આવે

અનેક લોકો બ્લડ મૂનના રોજ દુનિયાના અંતની અટકળો કરે છે પણ આ વાત પર ભરોસો ના કરતા. આ રાત પણ અન્ય રાતની જેમ સામાન્ય જ જશે.

ચંદ્રમા

ચંદ્રમા

આ દુર્લભ દિવસે શુક્લ પક્ષના અન્ય દિવસોની જેમ ચંદ્ર જલ્દી નહીં નીકળે. ઉત્તરી ગોલાર્ધમાં તે મોડેથી જ નીકળશે.

લ્યૂનર સારોસ સિરીઝ 137નો હિસ્સો

લ્યૂનર સારોસ સિરીઝ 137નો હિસ્સો

આ ગ્રહણને 18 વર્ષ લાંબી સારોસ સાયકલનો એક ભાગ છે. આ સિરિઝનું તે 28મું ગ્રહણ છે.

English summary
Here are some interesting facts and timings of the Lunar Eclipse or Chandra Grahan to be held on September 27-28, 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X