For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોર્થ કોરિયા જ્યાં પેઢી દર પેઢી રખાય છે જેલમાં અને રવિવારે, No Holiday

|
Google Oneindia Gujarati News

નોર્થ કોરિયા જ્યાં હાલમાં જ હાઇડ્રોજન બોમ્બનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ એક તેવો દેશ છે જ્યાં કોઇ પણ પ્રવાસી જતા પહેલા 100 વાર વિચારે છે. કારણ કે અહીં તમે ગાઇડ વગર ફરતા ક્યાં પણ જોવા મળ્યા તો તમને થઇ શકે છે જેલ. ત્યારે આ આર્ટીકલ વાંચી તમને ફરીથી ધન્યતા અનુભવી લેશો કે સારું છે તમે ભારતના નાગરિક છો.

કારણ કે આજે અમે તમને નોર્થ કોરિયાના કેટલાક તેવા અજાણ્યા તથ્યો જણાવાના છીએ. શું તમને ખબર છે નોર્થ કોરિયામાં છોકરીઓએ વાળ કેવા લાંબા રાખવા અને નાગરિકોએ રવિવારે પણ શું કરવું તે સરકાર નક્કી કરે છે. તો જાણો નોર્થ કોરિયાના તાના શાહ અને ત્યાં રહેતા નાગરિકોને અપનાવા પડતા અજીબો ગરીબ નિયમો....

પેઢી દર પેઢીની જેલ

પેઢી દર પેઢીની જેલ

નોર્થ કોરિયામાં કોઇ અપરાધ માટે જેલની સજા ધણીવાર ત્રણ પેઢીઓ સુધી આપવામાં આવે છે. એટલે કે તમારા બાદ તમારી આવનારી પેઢી અને તેનીય આવનારી પેઢીને જેલમાં રહેવું પડશે.

નો ઇન્ટરનેટ

નો ઇન્ટરનેટ

સામાન્ય ઉત્તર કોરિયાના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરી શકતા. ત્યાં એક સ્થાનિક નેટવર્ક છે જે દ્વારા તમે એકબીજાના સંપર્કમાં રહી શકો છો.

નેતાઓને પણ ભૂખ્યા કુતરા સામે ફેકંવામાં આવે છે

નેતાઓને પણ ભૂખ્યા કુતરા સામે ફેકંવામાં આવે છે

હાલમાં જ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ યુનના અંકલને ભૂખ્યા કૂતરાઓના પાંજરામાં નાખવામાં આવ્યા હતા. અહીં ભષ્ટ્રાચારીઓને આવી જ રીતે મોતને ધાટ ઉતારવામાં આવે છે.

ફેક ગામડું

ફેક ગામડું

અહીં નોર્થ અને સાઉથ કોરિયાની બોર્ડર પર એક ફેક ગામ બાનવવામાં આવ્યું છે જેથી કરીને સાઉથ કોરિયન લોકોને અહીં ખોટી રીતે ફસાવી મોતને ધાટ ઉતારી શકાય.

કાર ના વસાવી શકો

કાર ના વસાવી શકો

તેવું કહેવાય છે કે ખાલી લશ્કર અને સરકારી અધિકારીઓને કાર જેવા મોટર વિહિકલ રાખવાની છૂટ છે. સામાન્ય નાગરિકો પાસે આવા કોઇ અધિકાર નથી. અને ના તે કાર વસાવી શકે છે.

સ્ટાઇલ પણ સરકાર મુજબ

સ્ટાઇલ પણ સરકાર મુજબ

મહિલાએ તેમના માથામાં કેવી રીતે વાળ વોળવા તેની 28 સ્ટાઇલ સરકારે રજૂ કરી છે. પરણિત મહિલાઓને લાંબા વાળ રાખવાની છૂટ નથી. જો કે અપરણિત મહિલાઓ ખુલ્લા વાળ રાખી શકે છે.પુરુષોને પણ 5 સીમીથી વધુ લાંબા વાળ ઉગાડવાની છૂટ નથી. અને વયોવુદ્ધ વ્યક્તિને 7 સેન્ટીમીટર જ જેટલા જ વાળ વધારી શકે છે.

રવિવારે પણ રજા નહીં

રવિવારે પણ રજા નહીં

ઉત્તર કોરિયામાં બધાને અઠવાડિયાના 6 દિવસ કામ કરવું પડે છે. અને રવિવારે પણ તેમને કેટલાક સરકારી કામે સ્વેચ્છાએ કરવા પડે છે.

જીન્સ પહેરવાની છૂટ નહીં

જીન્સ પહેરવાની છૂટ નહીં

નોર્થ કોરિયામાં જીન્સ પહેરવાની છૂટ નથી. તેને અમેરિકન સ્ટાઇલ માનવામાં આવે છે. અને નોર્થ કેરિયામાં આવું કરવું એક ગુના સમાન છે.

English summary
North Korea is a place where you must think twice to visit, as it is the country with very strict and weird laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X