• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતની આ જગ્યાઓ પર નીકાળવામાં આવે છે ભૂત, પ્રેત અને વળગાડ

|

આજે પણ દુનિયાભરમાં તેવા અનેક લોકો છે જે ખરાબ નજર, ભૂત, પ્રેત અને વળગાડમાં માને છે. જો કે ખરેખરમાં કહેવાતો વળગાડ કે ભૂત, પ્રેત બીજુ કંઇ નહીં પણ એક પ્રકારનો માનસિક રોગ છે. અને આવી અંધશ્રદ્ઘામાં આવ્યા વગર સૌથી પહેલા આવા લોકોને માનસિક રોગના ડોક્ટરને બતાવી યોગ્ય સારવાર લેવી ખૂબ જ જરૂર છે.

પણ ધણીવાર જ્યારે મેડિકલ સાયન્સના તમામ દરવાજા બંધ થઇ જાય છે ત્યારે માણસ પાસે ભગવાન સામે મદદ માટે બે હાથ લંબાવવા સિવાય કોઇ આરો નથી રહેતો. રોમન કેથલિકના પાદરીઓ જે વળગાડ મુક્તિને "એક્સ્ટ્રોસિઝમ" કહે છે તેને જ અલગ અલગ ધર્મોમાં અલગ અલગ રીતે જોવા આવે છે. ભારત ભરમાં પણ અનેક તેવી દરગાહ અને મંદિરો છે જે આ રીતના ભૂત,વળગાડ અને પ્રેતમુક્તિ માટે જાણીતી છે. અને અનેક લોકો તેમના હારી થાકીને આવી જગ્યાઓ પર સાજા થવાની આશ સાથે આવે છે. ત્યારે કેવી કેવી રીતે વળગાડ મુક્તિ કરવામાં આવે છે અને ભારતભરમાં તેવી કંઇ કંઇ જગ્યાઓ છે જ્યાં આ રીતે વળગાડ નીકળવામાં આવે છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

શું છે વળગાડ મુક્તિ/ એક્સ્ટ્રોસિઝમ?

શું છે વળગાડ મુક્તિ/ એક્સ્ટ્રોસિઝમ?

કેથલિક જ્ઞાનકોશ મુજબ વળગાડ મુક્તિ તે વસ્તુને કહેવાય છે જે દ્વારા કોઇ વ્યક્તિ, જગ્યા કે વસ્તુમાંથી શેતાની કે દુષ્ટ આત્માને નીકાળવામાં આવે છે. કહેવાય છે કે આ વસ્તુ કે વ્યક્તિને આવી શેતાની વસ્તુઓનો પોતાના કાબુમાં લઇ લે છે અને પોતાના દુષ્ટ સ્વાર્થ માટે તેમનો ઉપયોગ કરે છે.

કેવી કેવી રીતની વળગાડ મુક્તિ હોય છે?

કેવી કેવી રીતની વળગાડ મુક્તિ હોય છે?

બાપ્ટિસ્મા એક્સ્ટોસિઝમ

આ રીતની વળગાડ મુક્તિમાં પાદરી દ્વારા વ્યક્તિના પૂર્વજન્મના પાપોમાંથી તેની મુક્ત કરવામાં આવે છે.

સાદી વળગાડ મુક્તિ

સાદી વળગાડ મુક્તિ

આ પ્રકારની વળગાડ મુક્તિમાં પવિત્ર વસ્તુઓ દ્વારા જે તે વ્યક્તિને આશીર્વાદ આપવામાં આવે છે જેનાથી તેના શરીરની દુષ્ટ આત્મા તેને છોડી દે.

વળગાડ મુક્તિ

વળગાડ મુક્તિ

કેથલિક ચર્ચ મુજબ આ પ્રકારની વળગાડ મુક્તિમાં શરીરની સફાઇ કરવામાં આવે છે. આ રીતની વિધિમાં જે તે વ્યક્તિ પોતાની જાતને નુક્શાન પણ પહોંચાડી શકે છે અને તેની મુત્યુ પણ થઇ શકે છે.

ભૂતને નીકળવું

ભૂતને નીકળવું

જે વ્યક્તિના શરીરમાં આવી દુષ્ટ આત્મા હોય છે તેને નીકળવા માટે પાદરી ભૂતને પકડીને તેને શરીરમાંથી બહાર નીકાળવાનો પ્રયાસ કરે છે. ત્યારે ભારતના આવા જ કેટલાક પ્રસિદ્ધ જગ્યાઓ વિષે જાણો આગળના આ ફોટોસ્લાઇડરમાં...

શ્રી મહેંદીપુર બાલાજી

શ્રી મહેંદીપુર બાલાજી

તમે ભૂલથી પણ આ મંદિરની મુલાકાતે જશો તો જ્યારે તમે બહાર આવશો ત્યારે તમારા મગજમાં અનેક ત્રાસદાયી યાદો લઇને બહાર આવશો. આ મંદિરમાં અનેક લોકોને ચેનથી બાંધીને રાખવામાં આવે છે. અને અનેક લોકો પર ગરમ પાણી નાંખવામાં આવે છે જેથી કરીને તેમના શરીરમાંથી દુષ્ટ આત્મા બહાર આવે.

હઝરત સૈયદ અલી મીરા દાતરની દરગાહ, ગુજરાત

હઝરત સૈયદ અલી મીરા દાતરની દરગાહ, ગુજરાત

આ દરગાહની બહારથી જ તમે લોકોની ચીસો અને ભેદી અવાજો સાંભળી શકો છો. અહીં પણ અનેક લોકોને ચેનથી બંધાયેલા જોવા મળે છે. અને અનેક લોકો દરગાહની સભાગૃહમાં આળોટતા જોવા મળે છે.

દેવજી મહારાજ મંદિર મલાજપુર્હ

દેવજી મહારાજ મંદિર મલાજપુર્હ

આ મંદિરમાં દરવર્ષે "ભૂતમેલા" થાય છે. જે લોકોને ભૂત કે વળગાડ હોય છે તેમને અહીં પૂર્ણિમાની રાતે લાવવામાં આવે છે. આ મંદિરમાં તમે અનેક લોકોને હાથમાં કપૂરનો દિવો લઇને ઊભેલા જોશો. અને તેમને પવિત્ર સાવરણીથી આશીર્વાદ આપવામાં આવે છે.

દત્તાત્રેય મંદિર, ગંગાપુર

દત્તાત્રેય મંદિર, ગંગાપુર

કહેવાય છે કે અહીં સવારની 11:30ની આરતી વખતે અનેક લોકો જેમને આવો કહેવાતો વળગાડ હોય છે તે ધૂણતા જોવા મળે છે. અને વિવિધ અવાજો સાથે આવા લોકો અહીંના પોલ પર અજીબો ગરીબ રીતે લટકવા લાગે છે.

નિઝ્ઝામુદ્દીન દરગાહ દિલ્હી

નિઝ્ઝામુદ્દીન દરગાહ દિલ્હી

ભારતની રાજધાની દિલ્હીમાં આવેલી આ દરગાહ પણ અનેક લોકો સુફી શેખ નિઝામુદ્દીનના આશીર્વાદ લેવા આવે છે. ધણીવાર કવ્વાલી ગવાતી હોય છે ત્યારે કેટલાક લોકો ચીસો પાડી ધૂણવા લાગે છે. અહીં પણ એક રૂમમાં વળગાડ ઉતારવાનું કામ કરવામાં આવે છે.

English summary
How many of you get goosebumps while watching a horror movie? Horror movies may be a great hype, but when you see it for real, the feeling can leave you in a place where you will not be able to do anything.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X