• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વના 6 પ્રસિદ્ધ ભૂતોઃ અહીં અનુભવાય છે તેમની હાજરી

|

શું તમે માનો છો કે ભૂત અને આત્માઓ જેવું કઇ હોય છે? જો હા, તો તમને કદાચ અહીં નીચે આપવામાં આવેલી માહિતી વાચવામાં રસ જરૂરથી પડશે. એવો વિશ્વાસ રાખવામાં આવે છે કે આ પૃથ્વી પર જીવીત માનવીઓની વચ્ચે ક્યાંકને ક્યાંક આત્માઓનો વાસ પણ રહેલો છે. જો કે, દરેકને તેનો અનુભવ થતો નથી. પરંતુ જેમને તેનો અનુભવ થયો છે, તેમાના કેટલાકને તેનો બિહામણો ચહેરો પણ જોવા મળ્યો છે.

માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વમાં ભ્રમણ કરવામાં આવે તો અનેક એવી રોચક કહાણીઓ આપણને સાંભળવા મળી જાય છે. જેમાં લોકોને ભૂત અને આત્માઓનો સામનો થયો હોવાના કિસ્સા લોકચર્ચામાં ચર્ચાતા હોય છે. તો કેટલાકે પોતાના કેમેરામાં આ ઘટનાઓને અનાયાસે કેમેરામાં કેદ કરી લીધી હોવાનું પણ ક્યારેક ક્યારેક આપણને અજબ ગજબ વિશ્વમાં વાંચવા અને સાંભળવા મળતું હોય છે. આજે અમે અહીં એવી જ છ વિશ્વ પ્રસિદ્ધ રોચક ભૂત સાથે જાડાયેલી કહાણી અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વના 6 પ્રસિદ્ધ ભૂતો અંગે.

અબ્રહામ લિંકન

અબ્રહામ લિંકન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની હાજરી વ્હાઇટ હાઉસમાં હોવાનું અનેક વખતા ચર્ચાયું છે અને તેમને જોયા હોવાનું પણ અનેક લોકોએ કબુલ્યું છે. જો કે તેમણે ક્યારેય કોઇને નુક્સાન પહોંચાડ્યુ નહીં અને તેઓ ક્યારેય પોતાના આ સ્થળને છોડીને ગયા નથી.

ધ ડચમેન

ધ ડચમેન

આ પણ એક રસપ્રદ કહાણી છે. ફ્લાઇંગ ડચમેન શીપ એક ઘોસ્ટ શીપ છે, જે ક્યારેય પોતાના પોર્ટ સુધી પહોંચી શક્યું નહોતું અને દરિયામાં ક્યાંક સમાઇ ગયું. કહેવાય છે કે જે જહાજને અને નાવિકોને આ જહાજની લાઇટ અથવા તો જહાજ દેખાય જાય છે, તેમને એક સંદેશો મળે છે અને એ સંદેશો મળ્યાના અમુક સમય બાદ એ લોકોનું મોત નીપજે છે.

ખેનાતેન

ખેનાતેન

ખેનાતેન ઇજિપ્તના શાસક હતા. જ્યારે તેમના શાસનનો અંત આવ્યો, અનેક લોકોએ રોજગારી ગુમાવી અને આખરે એક સારા શાસક ખેનાતેનનું મોત નીપજ્યું. કહેવાય છે કે, આજે પણ ઇજિપ્તમાં એ શાસકની આત્મા ભટકતી હોવાનો અનુભવ લોકોને થયો છે અનેક લોકોએ તેમની આત્માને નિહાળી હોવાના કિસ્સામાં લોકચર્ચમાં આવ્યા છે.

ગ્રીનબ્રિએર ઘોસ્ટ

ગ્રીનબ્રિએર ઘોસ્ટ

શું તમે ક્યારેય ગ્રીનબ્રિએર ઘોસ્ટ અંગે સાંભળ્યું છે, આ એક મહિલા છે, જેનું નામ ઝોના શૂ હતુ. તેની 1897માં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તેમના પતિ દ્વારા કરવામાં આવી હતી. ઝોના શૂએ એકમાત્ર પોતાના માતાની સામે મૃત્યુ બાદ હાજરી આપી હતી અને પોતાના મોત પાછળનું સાચુ કારણ જણાવ્યું હતું. તેમણે એ અંગેના પૂરાવા પણ આપ્યા હતા અને એ પૂરાવા સબબ તેમના પતિની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

કબર પાસે મહિલાની હાજરી

કબર પાસે મહિલાની હાજરી

આ વિશ્વનાં સૌથી ફેમસ ઘોસ્ટમાના એક છે. મેરી નામની સ્ત્રીનું હિટ એન્ડ રન કેસમાં મોત નીપજ્યું હતું. જેને સફેદ ડ્રેસમાં દફનાવવામાં આવી હતી. આજે પણ રસ્તા નજીક બનેલી એ કબર પાસે તમને એક સફેદ કપડાં પહેરેલી સ્ત્રી જોવા મળે છે, જે તમારી સામે હાથ ઉંચો કરે છે અને લીફ્ટ માગે છે.

ધ બ્રાઉન લેડી

ધ બ્રાઉન લેડી

નોરફોક ઇંગ્લેન્ડના રેહામ હોલમાં 1936માં કમરામાં બંધ થયેલી એક લેડીને બ્રાઉન લેડી કહેવામાં આવે છે. લેડી ડોરોથી નામની મહિલાને તેમના પતિ દ્વારા વિશ્વાસઘાત કરવા બદલ ઘરમાં બંધ કરી દીધી હતી, જ્યાં તેમનું અકૂદરતી મોલ થયું હતું. અનેક લોકોએ રૂમમાં બ્રાઉન લેડીને ફરતી જોઇ છે. જેની તસવીરો પણ અનેક મેગેઝિનમાં છપાઇ છે.

English summary
Do you believe that ghosts exists? If yes, you might find this to be an interesting read. It is believed that there are more than a million wandering spirits who roam this earth and only a handful of them have shown themselves. Whether you believe in ghosts or not, these wandering ghosts have scared the daylights out of many people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more