India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UFO જોયા બાદ કેટલાક પ્લેનનું લેન્ડિંગ અટકાવાયું? પોલીસે આપ્યુ આ નિવેદન

|
Google Oneindia Gujarati News

ડર્બીશાયર (ઇંગ્લેન્ડ) 13 જૂન : ઇંગ્લેન્ડના ડર્બીશાયરમાં આકાશમાં 'UFO' જોવા મળતાં કેટલાંય વિમાનોને અટકાવવામાં આવ્યા હતા. ડર્બીશાયર શહેરમાં UFO જોયા બાદ, પ્લેન સ્પોટર્સે દાવો કર્યો હતો કે, પ્લેનને નજીકના એરપોર્ટ પર ઉતરતા અટકાવવામાં આવ્યું હતું. ડેઈલીસ્ટારના રિપોર્ટ અનુસાર આ ઘટના 9 જૂનના રોજની છે.

આકાશમાં દેખાયો રહસ્યમય પ્રકાશ

આકાશમાં દેખાયો રહસ્યમય પ્રકાશ

બ્રિટિશ અખબાર ડેઈલીસ્ટારના અહેવાલ અનુસાર, ઈંગ્લેન્ડના લોંગ ઈટનના રહેવાસીઓએ આકાશમાં એક રહસ્યમય રીતે ઉડતી તેજસ્વીવસ્તુ જોઈ, જેની ઉપર લાલ અને લીલી ચમકતી લાઈટો દેખાઇ રહી હતી.

આ ઘટના 9 જૂનના રોજની જણાવવામાં આવી રહ્યો છે, જ્યારેસ્થાનિક ઉડ્ડયન કર્મચારીઓએ તેની જાણ કરી અને ત્યારબાદ ઘણા વિમાનોને ઇસ્ટ મિડલેન્ડ એરપોર્ટ પર ઉતરતા અટકાવવામાં આવ્યાહતા.

UFO ના કેપ્ચર કરાયેલા ફૂટેજના લગભગ પાંચ મિનિટમાં, તે જમીન ઉપર ફરતો જોઈ શકાય છે. આવા સમયે, લોંગ ઈટનના પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે, 'તે એક્સ ફાઈલ્સ પર હોય શકે છે'.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

ડર્બીશાયર લાઈવ સાથે વાત કરતા બિલ પિયર્સે જણાવ્યું હતું કે, 'જ્યારે હું પૂલ મેચમાંથી ઘરે આવ્યો, ત્યારે મેં જોયું કે આકાશમાં કંઈક ઉડતુંહતું'.

તેણે કહ્યું, 'શરૂઆતમાં મેં બહાર જોયું અને મેં વિચાર્યું, તે શું છે? કારણ કે તેનો રંગ બદલાઈ રહ્યો હતો. થોડા વર્ષો પહેલા, મેં આકાશમાંસફેદ પ્રકાશ જોયો હતો અને તે પ્લેન ન હતું, પરંતુ તેના વિશેના સમાચારોમાં મને કંઈ દેખાતું ન હતું.

બિલ પિયર્સે જણાવ્યું હતું કે, 'લોકોને લાગે છે કે તે ડ્રોન છે, જ્યારે મેં ફેસબુક પર વીડિયો મૂક્યો અને કેટલાક લોકોએ કહ્યું કે, તે પ્લેન હતુંપરંતુ તે પ્લેન નથી. કારણ કે, તે કોઈ અવાજ નથી કરી રહ્યો. મને લાગે છે કે, ઈસ્ટ મિડલેન્ડ એરપોર્ટ પર ફ્લાઈટ્સનું લેન્ડિંગ બંધ થવાનેકારણે કોઈ અલગ સમસ્યા છે. (ફોટો પ્રતિકાત્મક છે)

અનેક વિમાનોના લેન્ડિંગમાં વિલંબ

અનેક વિમાનોના લેન્ડિંગમાં વિલંબ

ફ્લાઈટ ટ્રેકિંગ એપ ફ્લાઈટ રડાર અનુસાર, 9 જૂનની રાત્રે અને 10 જૂનના વહેલી સવારે ઈસ્ટ મિડલેન્ડ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સ મોડીપડી હતી. વિમાનના ઉડ્ડયન માર્ગોની તપાસમાં જાણવા મળ્યું કે, કેટલાક વિમાનોએ લેન્ડિંગ કરતા પહેલા મિડલેન્ડ્સની પરિક્રમા કરી હતી.

અહેવાલો અનુસાર, તે રાત્રે મિડલેન્ડ્સમાં પ્લેન સ્પોટર્સે સૂચવ્યું હતું કે, ડ્રોન કદાચ નજીકના ડાઉનલોડ ફેસ્ટિવલ સાથે જોડાયેલું હતું, જેમાંહજારો રોક ચાહકો સપ્તાહના અંતે ડોનિંગ્ટન પાર્કમાં ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, યુકેમાં સૌથી મોટો રોક ફેસ્ટિવલ 9 જૂનથી શરૂ થયો હતો અને રવિવાર 12 જૂન સુધી ચાલ્યો હતો અને ઘણા લોકોઅનુમાન લગાવી રહ્યા છે કે, તે આકાશમાં દેખાતું ડ્રોન હોઈ શકે છે.

પોલીસે નિવેદન બહાર પાડ્યું

પોલીસે નિવેદન બહાર પાડ્યું

લેસ્ટરશાયર પોલીસ અને ડાઉનલોડ ફેસ્ટિવલના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે : 'ડોનિંગ્ટન પાર્ક નજીક ડ્રોન જોવાના તાજેતરનાઅહેવાલોના પરિણામે તાજેતરના દિવસોમાં ઇસ્ટ મિડલેન્ડ્સ એરપોર્ટ (ઇએમએ) પર કેટલાક ઓપરેશનલ વિક્ષેપ આવ્યા છે.

જેના કારણેરાત્રી દરમિયાન કાર્ગો વિમાનોના સંચાલનને અસર થઈ છે અને પેસેન્જર ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'એરપોર્ટનું સલામત સંચાલન અને કાર્યક્રમમાં લોકોની સુરક્ષા અમારીસર્વોચ્ચ પ્રાથમિકતા છે'.

આવા સમયે, પોલીસ વતી, એવું કહેવામાં આવ્યું છે કે, એરપોર્ટની નજીક ડ્રોન ઉડાવવું એ સિવિલ એવિએશન એક્ટ1982 હેઠળ ગુનો છે અને તે જાહેર સુરક્ષા માટે મોટું જોખમ છે. જરૂર પડશે તો પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે.

English summary
Some planes stopped landing after seeing a UFO? The statement was given by the police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X