For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજબ ગજબ: માણસોમાં જોવા મળતા અજીબ વધારાના બોડી પાર્ટ્સ

|
Google Oneindia Gujarati News

દુનિયામાં સોમાંથી એક બાળક બાકી બાળકો કરતા કંઇક અલગ હોય છે. ધણા બાળકો તેમના જન્મ સાથે વધારાના બોડી પાર્ટ્સ સાથે જન્મ લે છે. જેમ કે બોલીવૂડનો જાણીતો સ્ટાર રિતિક રોશન. જેનો બે અંગૂઠા જોડાયેલા છે. જો કે તે બાદ પણ તેણે કદી પોતાના આ અંગૂઠાને સર્જરી દ્વારા દૂર નથી કરાવ્યો અને હવે તેનો આ અંગૂઠો તેની એક આગવી ઓળખ બની ગયો છે.

પણ ધણીવાર અમુક બાળકોને તેવી અજીબો ગરીબ જગ્યા વધારાના અંગે હોય છે કે તેની સર્જરી દ્વારા અલગ કરાવવા જ પડે. જો કે મોટા થવાની સાથે જ આ બાળકોના આવા એક્સટ્રા અંગ સર્જરી દ્વારા અલગ કરવામાં આવે છે જે બાદ તે સામાન્ય જીવન પસાર કરી શકે છે. ત્યારે બે મોઢા વાળા, 31 આંગળીઓ વાળા આવા જ કેટલાક યુનિક બાળકો અને તેમની તસવીરોને જુઓ નીચેના આ આર્ટીકલમાં....

31 આંગળીઓ

31 આંગળીઓ

ચીનના આ બાળકને કુલ 31 આંગળીને અંગૂઠા છે. જો કે તેને 2010માં સર્જરી કરાવી દીધી હતી. પણ તેના હાથની અનેક આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હતી તો પગમાં 8-8 આંગળીઓ હતી.

8 હાથ પગ વાળી લક્ષ્મી

8 હાથ પગ વાળી લક્ષ્મી

નાનકડી લક્ષ્મીને તેના ગામના લોકો દેવી માને છે કારણ કે તેને 8 હાથ પગ છે. જો તેને તેના પરોપજીવી ટ્વીનના કારણે મળ્યા છે. જો કે આના કારણે લક્ષ્મી હાલી કે ચાલી પણ નથી શકતી.

પગમાં નિપલ!

પગમાં નિપલ!

સામાન્ય રીતે આને શરૂઆતમાં આને મસો જ સમજવામાં આવ્યો હતો. પણ પાછળથી તપાસ કરતા ખબર પડી કે તે 2 ઇંચનું નિપલ છે. જો કે તેને ચાલવામાં કોઇ તકલીફ નથી થતી માટે તેણે આ નીકાળ્યું નથી.

બે યોનિ વાળી મહિલા

બે યોનિ વાળી મહિલા

કસેન્ડ્રા બેન્કસન બે યોનિ એટલે કે વર્જાઇના ધરાવે છે. જો કે તેને પણ આ વાતની પહેલા ખબર નહતી. પણ ડોક્ટર તપાસ કરાવતા ડોક્ટર સાથે કસેન્ડ્રા પણ અચંભિત થઇ ગઇ હતી.

મૃત ભ્રૃણ સાથે બાળકી

મૃત ભ્રૃણ સાથે બાળકી

યીન સી નામની ચીનની આ બાળકીની પીઠ પર એક મૃત ભ્રૃણ છે. તે જેમ જેમ મોટી થતી ગઇ તેમ તેમ આ ભ્રણ પણ મોટું થતું ગયું. જો કે હવે તેણે ઓપરેશન કરી આ ભ્રૃણ હટાવી દીધુ છે.

બે હદય વાળો માણસ

બે હદય વાળો માણસ

એક ઇટાલિયન માણસ જેનો જન્મનો સામાન્ય રીતે જ થયો હતો પણ તેને એક બિમારીના કારણે એક સર્જરી કરાવવી પડી. જે વખતે ડોક્ટરને ખબર તેની પાસે બે હદય છે. જો કે આ માણસને બે વાર હાર્ટ એટેક પણ આવ્યા છે. તેમ છતાં તે સામાન્ય રીતે પોતાનું જીવન જીવી રહ્યો છે.

6 હાથ પગ

6 હાથ પગ

આ બાળકના છાતી જોડે જન્મ સાથે એક અન્ય ભ્રૃણ જોડાયેલું હતું. લોકોને લાગતું કે બાળક દાનવ છે. પણ બેંગલોરની જ એક હોસ્પિટલમાં તેની સફળ સર્જરી કરાવ્યા બાદ હા બાળક હવે એક સામાન્ય જીવન જીવે છે.

બે મોઢા વાળું બેબી

બે મોઢા વાળું બેબી

કેંગકાંગ નામના આ ચીની બાળકને ટ્રાન્સવર્સે ફેસિયલ ક્લેફ્ટ નામની વિકૃતિ છે. જેના કારણે તેને ચહેરા પર કોઇ માસ્ક પહેર્યો હોય કે તેને બે મોઢા હોય તેવું દેખાય છે. જો કે હવે આ બાળક પર પણ જલ્દી જ સર્જરી કરવામાં આવશે.

English summary
There is no experience in this world that can be compared to an experience of giving birth. When the infant comes out into this big world, life seems perfect for the couple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X