For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજબ ગજબ ગીનીશ બુક રેકોર્ડ, જેના વિષે જાણી તમે જશો ચોંકી

|
Google Oneindia Gujarati News

અનેક લોકો હોય છે જે કંઇક અલગ કરી છૂટીને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવે છે. અને પછી આ રેકોર્ડ જ તેમની ઓળખ બની જાય છે. અને આવું કંઇક હટકે કરવાની આશના કારણે જ અનેક લોકો આ હરિફાઇમાં પોતાનું નામ નોંધાવતા હોય છે અને આ રીતે ફેમ અને નામ બન્ને મેળવતા હોય છે.

ત્યારે આજે અમે તમને કેટલાક તેવા રેકોર્ડ વિષે જણાવીશું જે ખરેખરમાં અજીબ છે. અને તમે તેના વિષે જાણીશો તો કદાચ તમને આશ્ચર્યની સાથે રમૂજ પણ થશે કે સાવ કંઇ આવા રેકોર્ડ તો થતા હશે. પણ આ દુનિયામાં આવી જ અનેક અજબ ગજબ વસ્તુઓ બનતી રહેતી હોય છે. ત્યારે જાણો શું છે આ અજીબો ગરીબ રેકોર્ડ્સ...

સૌથી વધુ સ્ટ્રો મોઢામાં રાખવી

સૌથી વધુ સ્ટ્રો મોઢામાં રાખવી

સીમોન એલ્મોર નામના વ્યક્તિએ એક જ સમયે મોઢામાં 400 જેટલી સ્ટ્રો 10 સેકેન્ડ સુધી રાખીને એક અનોખો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

સૌથી મોટી તકિયાની ફાઇટ

સૌથી મોટી તકિયાની ફાઇટ

અમેરિકામાં જુલાઇ 21, 2015ના રોજ ખુલ્લે આમ રસ્તા પર તકિયાથી લડાઇ કરવાની એક હરિફાઇ યોજાઇ અને તેમાં 6,261 લોકોએ ભાગ લીધો અને મસ્ત મઝાની ફાઇટ કરીને આ અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

પગની લગાવ્યો નિશાનો

પગની લગાવ્યો નિશાનો

નેન્સી Siefker નામની મહિલાએ પગની 6.09 મીટર એટલે કે 20 ફૂટની દૂર તીર છોડીને એક નવો વિક્રમ બનાવ્યો છે.

સાથળોથી તોડ્યા ત્રણ તડબૂચ

સાથળોથી તોડ્યા ત્રણ તડબૂચ

વિચિત્ર લાગે તેવી વાત છે પણ હકીકત છે. Olga liashchuk નામના વ્યક્તિએ તેમના સાથળની મદદથી ઇટલીના મિલાનમાં ત્રણ તડબૂચને તોડીને બનાવ્યો એક અનોખો રેકોર્ડ.

મિલિયનેર બિલાડી

મિલિયનેર બિલાડી

બેન રીઆ નામના વ્યક્તિએ તેની પાળતૂ બિલાડી બ્લેકીના નામે 12.5 મિલિયન ડોલર મૂક્યા છે. એટલું જ નહીં આ અબજોપતિએ તેની કમાણીને તેની ત્રણ બિલાડીઓની વચ્ચે શેયર કરી છે.

લાકડાની ટોયલેટ સીટ

લાકડાની ટોયલેટ સીટ

કેવિન શેલી નામના વ્યક્તિએ 60 સેકન્ડમાં 45 લાકડાની ટોયલેટ સીટ તોડીને એક અનોખો ગિનિશ રેકોર્ડ બનાવ્યો છે.

પેન કેકને પલટાવાનો રેકોર્ડ

પેન કેકને પલટાવાનો રેકોર્ડ

તમે આ રેકોર્ડ વાંચીને નવાઇ લાગશે કે આવોય કોઇ રોકર્ડ હોય. પણ ફેબ્રુઆરી 15, 2012માં 890 જેટલા લોકોએ એક જ સમયે પેન કેકને તવા પર એક બાજુથી બીજી બાજુ પલટીને આ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. વળી આ સ્પર્ધામાં 1500 લોકોએ ભાગ લીધો હતો પણ ખાલી 890 લોકો જ એક જ સમયે પેન કેકને પલટી શક્યા હતા.

English summary
It is said that Guinness World Records is a no stranger to strangest things that have been recorded, as it captures the most bizarre and crazy things that are happening around.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X