• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુનિયાની આ 10 ભૂતિયા હોસ્પિલ જ્યાં દર્દીઓની આત્મા ફરે છે

|
Google Oneindia Gujarati News

અમુક લોકો હોસ્પિટલનું નામ સાંભળીને જ બિમાર થઇ જાય છે. ત્યારે ભૂતિયા હોસ્પિટલનું નામ સાંભળીને તેમનું શું થશે તે તો ભગવાન જ જાણે.

આમ પણ હોસ્પિટલ તેવી જગ્યા છે જ્યાં લોકો લાંબા સમય સુધી બિમાર રહે છે. તો અમુક લોકોની અહીં મોત પણ થાય છે. વધુમાં હોસ્પિટલની તે ગંધ આપણને નાક ચઢાવવા માટે મજબૂર કરી દે છે.

તો પછી દિલ થામીને બેસી જાવ કારણ કે આજે અમે તેમને દુનિયાભરની તેવી ભૂતિયા હોસ્પિટલ વિષે જણાવાના છીએ જ્યાં લોકોને અજીબો ગરીબ અનુભવ થયા હોય. તો જણો આ ભૂતિયા હોસ્પિટલ વિષે આ ફોટોસ્લાઇડરમાં...

રોયલ હોપ હોસ્પિટલ, USA

રોયલ હોપ હોસ્પિટલ, USA

આ હોસ્પિટલને તોડી પાડ્યા પહેલા અહીં સ્પેનિશ મિલેટ્રિ હોસ્પિટલ હતી. કહેવાય છે કે અહીં હોસ્પિટલમાં રાખેલી વસ્તુઓ જાતે હલવા લાગતી, બેડ જાતે ઉછળવા લાગતા. વધુમાં અહીં જે પણ લોકો દર્દીઓને મળવા આપતા તેમને નાની-મોટી ઇજા થતી રહેતી. કહેવાય છે કે એક સ્મશાન સ્થળ પર આ હોસ્પિટલ બનતા આમ થતું હતું.

સાઇ યિંગ પુન મનોરોગ હોસ્પિટલ, હોંગકોંગ

સાઇ યિંગ પુન મનોરોગ હોસ્પિટલ, હોંગકોંગ

1892માં બનેલી આ માનસિક રોગીઓની હોસ્પિટલ વિષે લોકો કહેતા કે અહીં રાતના કોઇ મહિલાના રોવાનો અવાજ આવતો. વધુમાં અહીં ધડ વગરની આત્માઓ ફરતી રહેતી. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીં અનેક લોકોને મારવામાં આવ્યા હતા.

ચંગી જનરલ હોસ્પિટલ, સિંગાપુર

ચંગી જનરલ હોસ્પિટલ, સિંગાપુર

શરૂઆતમાં અહીં રોયલ એરફોર્સ હોસ્પિટલ હતી. જેની પર જાપાનીઓએ કબ્જો જમાવી લોકોનો ટ્રોચર રૂમ બનાવી દીધો. અહીં આવતા અનેક લોકોને અહીં અલૌકિક વસ્તુઓ દેખાય છે.

અરારાત પાગલખાનું, ઓસ્ટ્રેલિયા

અરારાત પાગલખાનું, ઓસ્ટ્રેલિયા

આ ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટી પાગલખાનું હતું. દુનિયાના હિંસક અને ખતરનાક સાઇકોટિક્સને અહીં સારવાર અપાતી. 130 વર્ષ સુધી ચાલેલા આ હોસ્પિટલમાં લગભગ 13 હજાર લોકોની મોત થઇ.

ટાઉનટન સ્ટેટ હોસ્પિટલ, અમેરિકા

ટાઉનટન સ્ટેટ હોસ્પિટલ, અમેરિકા

1854માં બનેલ આ હોસ્પિટલની સ્ટોરી ખૂબ જ વિચિત્ર છે. અહીં જેન ઓપન નામનો એક રોગી હતો. જે અહીં નર્સ તરીકે કામ કરતો હતો. તેણે પોતાની ફરજ દરમિયાન 31 લોકોની હત્યા કરી હતી. વધુમાં કહેવાય છે કે આ હોસ્પિટલના બેઝમેન્ટમાં અમુક ડોક્ટર અને નર્સ લોકો પર શેતાની અનુષ્ઠાન પણ કરતા હતા.

બીચવર્થ લુનાટિક અસાયલમ, ઓસ્ટ્રેલિયા

બીચવર્થ લુનાટિક અસાયલમ, ઓસ્ટ્રેલિયા

128 વર્ષ સુધી આ હોસ્પિટલમાં લોકોની સારવાર કરવામાં આવી. છેવટે 1995માં તેને બંધ કરવામાં આવી. કારણકે આ હોસ્પિટલમાં દર્દીઓની રહસ્યમયી મોત અને ગુમ થવાની ખબરો આવવા લાગી. વધુમાં અહીની લેબ કે જેમાં એક્સપરિમેન્ટ કરવા માટે બોડી પાર્ટ રાખવામાં આવતા હતા તે પણ ગાયબ થવા લાગ્યા.

નોક્ટન હોલ હોસ્પિટલ, ઇંગ્લેન્ડ

નોક્ટન હોલ હોસ્પિટલ, ઇંગ્લેન્ડ

પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઇજાગ્રસ્ત સૈનિકો માટે ખોલવામાં આવેલ આ હોસ્પિટલ તેની ડરાવણી કહાનીઓના કારણે ઓળખાતું હતું. અહીં એક છોકરીના રોવાનો અવાજ સાંભળવા મળતો હતો. જે સવારે 4:30 વાગ્યે દર્દીઓની પથારી સામે ઊભેલી જોવા મળતી હતી. કહેવાય છે કે આ છોકરી અહીં કામ કરતા વોર્ડબોયની છોકરી હતી. જેની પર બળાત્કાર કરીને તેને મારી નાખવામાં આવી હતી.

ટ્રૈક્વિલે સૈનેટોરિયમ, કેનેડા

ટ્રૈક્વિલે સૈનેટોરિયમ, કેનેડા

ટીબીના દર્દીઓના આ હોસ્પિટલમાં લગભગ ચાર હજાર ટીબીના દર્દીઓને સાજા કરવામાં આવ્યા. જે બાદ 1950માં તેને બંધ કરવામાં આવ્યો. કારણ કે તેના દર્દી અને સ્ટાફ અચાનક ગાયબ થવા લાગ્યા હતા. કહેવાય છે કે અહીં એક નર્સની આત્મા ફરતી હતી. આ નર્સને એક રોગીએ મારી નાંખી હતી.

સેવરોલ્સ હોસ્પિટલ, ઇંગ્લેન્ડ

સેવરોલ્સ હોસ્પિટલ, ઇંગ્લેન્ડ

આ હોસ્પિટલ વિષે અનેક ખોફનાક વાર્તાઓ કહેવામાં આવે છે. અહીં લોકોને અકારણ ઇલેક્ટ્રિક શોક આપવામાં આવતો હતો.

એથેન્સ મેંટલ હોસ્પિટલ, ઓહિયો, USA

એથેન્સ મેંટલ હોસ્પિટલ, ઓહિયો, USA

આ હોસ્પિટલ ખતરનાક ક્રિમિનલ્સને ઠીક કરવા માટે ખોલવામાં આવ્યો હતો. આ હોસ્પિટલના મેદાનમાં જ 1,900 જેટલા દર્દીઓ દફન છે. આ હોસ્પિટલમાં એક મહિલા દર્દી એક દિવસ અચાનક જ ગાયબ થઇ ગઇ હતી. જે બાદ એક વર્ષ બાદ તેનું કંકાલ એક વોર્ડમાંથી મળ્યું હતું.

English summary
Here you’ll find a list of 10 of the most haunted hospitals from across the globe, some of which you will most likely of heard of, and some of which you may have not. Tale a look...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X