• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અજબ વિશ્વના ગજબ જીવઃ 10 ભયાવહ પ્રાણી-માનવ

By Super
|
Google Oneindia Gujarati News

આપણે અનેક હોલિવુડ ફિલ્મો જોઇ હશે, જેમાં આપણે વેમ્પાયર, અર્ધ માનવ અને અર્ધ પ્રાણી જેવા દેખાતા પાત્રો દર્શાવવામાં આવ્યા છે, એક ફિલ્મમાં થીયેટરમાં તેને નીહાળતી વખતે પણ શરીરે પરસેવો છોડાવી દે તેવા આ પાત્રો જીવનમાં ક્યારેય ના મળે તેવી પ્રાર્થના આપણે ફિલ્મ નીહાળતી વખતે કરતા હોઇએ છીએ, અથવા તો આવા પાત્રો માત્ર કાલ્પનિક જ છે તેવું આપણે માની લેતા હોઇએ છીએ.

પરંતુ વિશ્વમાં આવા લોકોની હાજરી હોવાની વાતો પૌરાણિક કથાઓમાં વાંચવા મળે છે અને વિશ્વના એવા કેટલાક દેશોમાં આવા પાત્રો હોવાની હાજરીની ચર્ચા પણ આપણને સાંભળવા મળી રહી છે. જો કે, ખરેખર આવા પાત્રો છે કે નહીં તે એક ચર્ચાનો વિષય છે, તેમ છતાં અહીં એવા કેટલાક ભયાવહ અને બિહામણા દેખાતા અર્ધ માનવ અને અર્ધ પ્રાણી જેવા રહસ્યમય પાત્રો કે જેને જોયા હોવાની વાતો અનેક દેશોના લોકો દ્વારા કરવામાં આવી છે, તે અંગે આછેરી માહિતી આપવામાં આવી છે, તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આપણે આ ભયવાહ પ્રાણીમાનવ અંગે.

ડોવર ડેમોન

ડોવર ડેમોન

1977માં માસ્સચુસેત્સના ડોવર શહેરમાં તેની હાજરી નોંધાઇ હતી. તે એલિયન હતો કે શું તે અંગે ચર્ચા જે તે સમયે ઘણી ચગી હતી. તેની આંખો ઓરેન્જ કલરની હતી. તેની ઉંચાઇ 3 ફૂટ હતી.

જેર્સી ડેવિલ

જેર્સી ડેવિલ

1800થી 20મી સદી દરમિયાન સાઉથ ન્યૂ જર્સીના પિને બાર્રેન્સમાં તેની હાજરી હોવાનું જણાવવામા આવ્યું છે. તેણે અનેક પર હુમલો કર્યા હોવાના દાખલા પણ લોક ચર્ચામાં જાણવા મળે છે.

ફ્લેડવૂડ્સ મોન્સ્ટર

ફ્લેડવૂડ્સ મોન્સ્ટર

1952માં વેસ્ટ વિર્જિનિયાના બ્રાક્સટોનમાં આ ફ્લેડવૂડ્સ મોન્સ્ટર જોવા મળ્યો હતો. તેની પૂંછ 10 ફૂટ લાંબી હતી. તેની શરીરનો રંગ લીલો હતો.

ઓવેલમેન

ઓવેલમેન

માવાનન, કોર્નવોલમાં 1976માં આવો માનવ જોવા મળ્યો હતો. ઓવેલ જેવો દેખાતા આ માનવીનો બીજો બાંધો સામાન્ય માનવી જેવો હતો, પરંતુ તેની આંખો લાલ રંગની હતી.

લિઝર્ડ મેન

લિઝર્ડ મેન

લિઝર્ડ મેન ખરેખર એક બિહામણો જીવ હતો. સાઉથ કારોલિનાના લી કાઉન્ટીની આસપાસ જોવા મળ્યો હતો. પહેલીવાર તેની હાજરી 1988માં મળી હતી. તેની ઉંચાઇ 7 ફૂટ અને 2 ઇંચ હતી. તે મજબૂત બાંધાનો, લાલ આંખ અને લીલા રંગની ચામડી ધરાવતો હતો.

બુન્યિપ

બુન્યિપ

બુન્યિપ ઓસ્ટ્રેલિયામાં જોવા મળેલો બિહામણો જીવ છે. જે ઓસ્ટ્રેલિયન આદિવાસીઓની પૌરાણિક કથા છે. તે એક વિશાળ સ્ટારફિશ જેવો હતો કે જે ધરતી પર ચાલી પણ શકે છે. 19મી સદીના સમાચાર પત્રોમાં આ જીવ અંગે એવું લખવામાં આવ્યું છે કે, તે કુતરાં જેવો ફેસ, ઘોડા જેવી પૂંછ ધરાવતો હતો. સૌથી પહેલીવાર આ જીવ અંગે 1845માં નોંધવામાં આવ્યું હતું.

શિગ્બિન

શિગ્બિન

શિગ્બિનએ ફિલિપાઇન્સનું સૌથી ભયાવહ જીવ છે. એવું કહેવામાં આવે છે કે, તે માનવીઓનું લોહી પીતો હતો.

કનવે આઇલેન્ડ મોન્સ્ટર

કનવે આઇલેન્ડ મોન્સ્ટર

કનવે આઇલેન્ડ મોન્સ્ટર એવું નામ આ હેવાનને એટલા માટે આપવામાં આવ્યું હતું કે, તે ઇંગ્લેન્ડના કનવે આઇલેન્ડમાં નવેમ્બર 1954માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તે ઓગસ્ટ 1955માં પણ બીજી વખત જોવા મળ્યો હતો. તેની ઉંચાઇ 2.4 ફૂટ હતી.

પોપ લિક મોન્સ્ટર

પોપ લિક મોન્સ્ટર

પોપ લિક મોન્સ્ટર હ્યુમન ગોટ જેવો દેખાવ ધરાવતો હતો. તેના પગ બકરા જેવા હતા. તે શક્તિશાળી હતો. તેનું નાક ગરૂડ જેવું હતું, તેની આંખો પ્હોળી હતી. તેના લાંબા વાળનો રંગ તેના પગ સાથે મેળ ખાતો હતો. તેની હુમલો કરવાની રીત એકદમ અનોખી હતી.

ગોટ મેન

ગોટ મેન

ગ્રીક દંતકથાઓમાં જે પ્રકારના ગોટમેનની વાતો કરવામાં આવે છે, તેવો જ રૂપ ધરાવતો એક પશુ સમાન અડધો માનવ અને અડધો બકરા જેવો લાગતો વિશાળકાય હેવાન હોવાનું બહાર આવ્યું હતું. આ હેવાન પહેલીવાર 1957માં જયોર્જ્સ કન્ટ્રીમાં જોવા મળ્યો હતો અને ત્યારબાદ તે બીજી વખત 1962માં જોવા મળ્યો હતો, એ સમયે તેણે 14 લોકોની હત્યા કરી હતી.

English summary
here is the list of some Terrifying and Mysterious Creatures
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X