For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખરાબ હાલતમાં થયી ભિખારણની મૌત, બેંક એકાઉન્ટમાં મળ્યા 9 કરોડ

ઘણીવાર તમે મંદિરો, સ્ટેશન અને બસ ડેપો પર ભિખારીઓને ભીખ માંગતા જોયા હશે. તેમની લાચારી જોઈને આપણે તેમને પૈસા આપી દઈએ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઘણીવાર તમે મંદિરો, સ્ટેશન અને બસ ડેપો પર ભિખારીઓને ભીખ માંગતા જોયા હશે. તેમની લાચારી જોઈને આપણે તેમને પૈસા આપી દઈએ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જેને ઘણીવાર આપણે લાચાર સમજી લઈએ છે તેઓ કરોડપતિ પણ હોય શકે છે. આવો જ એક મામલો લેબનાનની રાજધાની બેરતમાં જોવા મળ્યો છે. જ્યાં એક શારીરિક રૂપે વિકલાંગ એક ભિખારણની મૌત થયા પછી તેની પાસે કરોડો રૂપિયા મળી આવ્યા.

ભિખારણના ખાતામાં 9 કરોડ રૂપિયા

ભિખારણના ખાતામાં 9 કરોડ રૂપિયા

લાચાર અને મજબુર દેખાતી ભિખારણના ખાતામાં કરોડોની ડિપોઝીટ અને ઘરમાંથી લાખો રૂપિયા કેશ મળી આવ્યા. લેબનાનની રાજધાની બેરતમાં રહેતી ફાતેમા ઔથમાન ની મૌત થયા પછી તેમના બેંક એકાઉન્ટનો ખુલાસો થયો ત્યારે લોકો હેરાન થઇ ગયા. શારીરિક રૂપે વિકલાંગ ફાતેમા ખરાબ હાલતમાં જીવતી રહી. પરંતુ તેના ખાતામાં 9 કરોડ રૂપિયા હતા.

ઘરમાં લાખોની કેશ

ઘરમાં લાખોની કેશ

એટલું જ નહીં પરંતુ તેના ઘરમાં પોલીસને પોલિથીનમાં લાખો રૂપિયાની કેશ મળી આવી. ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવનાર ફાતેમા ન મૌત હાર્ટ એટેક ઘ્વારા થયી. મૌત થયા પછી ફાતેમાના ઘરની તલાશી લેવામાં આવી ત્યારે તેમના ઘરમાંથી 2 લાખ કરતા પણ વધારે રૂપિયાની કેશ મળી આવી.

અંતિમ સંસ્કાર

અંતિમ સંસ્કાર

આ મહિલાને ઓળખનાર સ્થાનીય લોકો તેની ગરીબી પર તેને રૂપિયા અને જમવાનું આપતા હતા. પરંતુ જયારે તેમને ખબર પડી કે તે મહિલા ખરેખર કરોડપતિ છે ત્યારે તેઓ બધા જ સ્તબ્ધ થઇ ગયા. ફાતેમાના મૌત પછી પોલીસે તેના પરિવારને શોધવા માટે કોશિશ કરી. પરંતુ તેમના પરિવાર વિશે કોઈ જ માહિતી મળી નહીં. આખરે સ્થાનીય લોકો ઘ્વારા તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

English summary
The beggar who died a Millionaire, Disabled woman who lived on handouts in Lebanon had a small fortune in the bank
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X