અજબ ગજબઃઆ ઘટનાઓનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી!

Subscribe to Oneindia News

બ્રહ્માંડમાં અનેક રહસ્યો છે. જેમાંથી અમુક રહસ્યોના જવાબ વિજ્ઞાન પાસે છે અને અમુક રહસ્યોના જવાબ વિજ્ઞાન શોધી રહ્યું છે. તેમ છતાં આ પૃથ્વી પર તેવા કેટલા રહસ્યો છે કે જે વિજ્ઞાનને પણ ચોંકાવી દે છે. ત્યારે વર્ષ 2016માં દુનિયામાં કેટલીક તેવી અજીબો ગરીબ ધટનાઓ બની હતી, જેનો જવાબ હજી સુધી વૈજ્ઞાનિકો પણ શોધી રહ્યા છે.

Read also: Bizzare: એવો શિયાળો કે શિયાળ પણ થીજી ગયું

ત્યારે આજે અમે આવી જ ચાર ચોંકાવનારી ઘટનાઓ વિશે તમને જણાવીશું, જેને રહસ્યમય માનવામાં આવે છે. આમાંથી કેટલીક ઘટનાઓ પર તો વૈજ્ઞાનિકોએ રિસર્ચ પણ કર્યા છે, પરંતુ કોઇ યોગ્ય નિરાકરણ નથી મળ્યું. આમ તો આ ઘટનાઓ પોતાનામાં જ એક વિચિત્ર ઘટનાઓ છે પરંતુ વિજ્ઞાનના આટલા વિકાસ પછી પણ આ ઘટનાઓનું રહસ્ય જાણવામાં તેઓ અસફળતા રહ્યા છે. ત્યારે આ વિચીત્ર ઘટનાઓ શું છે જાણો અહી.

ભયાનક જોકર

ભયાનક જોકર

અમેરિકાના કેટલાક વિસ્તારોમાં લોકોને અચાનક એક ભયાનક જોકરને પોતાની સામે આવી ગયો હોવાની વાત કહી રહ્યા છે. વર્ષ 2016માં એક પછી એક આવા અનેક કિસ્સા વધતા લોકોના મનમાં આ ભયાનક જોકરનો ડર બેસી ગયો હતો. લોકોનું કહેવું હતું કે અચાનક જ તેમની સામે એક જોકર આવી જતા અને તે કંઇ સમજે તે પહેલા તે ગાયબ થઇ જતો. જો કે આ પછી પોલીસ દ્વારા આવા વ્યક્તિની શોધ પણ કરવામાં આવી પણ કોઇ ઠોસ પુરાવા મળ્યા નહીં. અને જે લોકોએ આ જોકરને એક વાર જોયો છે તે હવે તેમના ઘરની બહાર પણ નીકળતા ડરે છે.

કઝાખસ્તાનમાં સ્વસ્તિક પેટર્ન

કઝાખસ્તાનમાં સ્વસ્તિક પેટર્ન

એક સ્વસ્તિક પેટર્ન રહસ્યાત્મક રીતે કઝાકિસ્તાના નકશો પર દેખાઇ હતી.ગૂગલ મેપમાં અચાનક જ આવી સ્વસ્તિકની ઇમેજ દેખાતા લોકો ચોંકી ગયા હતા. જો કે થોડી વાર બાદ જ આ પેટર્ન ત્યાંથી અદ્રશ્ય થઇ ગઇ હતી. ત્યારે સેટેલાઇટ દ્વારા દેખાતી ગૂગલની આ ઇમેજમાં સ્વસ્તિક ક્યાંથી આવ્યો અને કેવી રીતે અદ્રશ્ય થઇ ગયો તે રહસ્ય પરથી હજુ સુધી પડદો ઊઠી શક્યો નથી.

કાળિયારની હરણની મોત

કાળિયારની હરણની મોત

ક્યારેય પણ મોટી સંખ્યામાં પ્રાણી કે પક્ષીઓની મોત થવા લાગે છે ત્યારે તેને અપશુકન માનવામાં આવે છે.હંમેશાથી આવી ધટનાઓને કુદરતના પ્રકોપ તરીકે જોવામાં આવે છે. ત્યારે કઝાખસ્તાનના એક વિસ્તારમાં 1,20,000 કાળિયાર પ્રજાતિઓ હરણ એક મહિનામાં જ ટોપોટપ મરી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બાદ વૈજ્ઞાનિકો દ્વારા આના કારણ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ આજ દિવસ સુધી તે કોઇ ઠોસ નિરાકરણ પર નથી પહોંચી શક્યાં.

બોટ ભરીને લાશો!

બોટ ભરીને લાશો!

એવા અહેવાલો જાણવા મળ્યા હતા કે જાપાનના દરિયાકિનારે તેવી બોટો આવવાની શરૂ થઇ હતી જેમાં ખાલી લાશ અને કંકાલ જ હોય. તેવું પણ બહાર આવ્યું હતું કે સરકારે આ વાતને દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે સવાલ તે ઊભો થાય છે કે આ લાશો કોની હતી અને ક્યાંથી આવી હતી. અને તે પછી કેવી રીતે આવી લાશો ભરેલી બોટ આવવાની બંધ થઇ ગઇ. જો કે આ ખબર પર કોઇ પૃષ્ઠી નથી થઇ પણ આ અંગે અનેક થિયરીઓ તે સમયે ચર્ચાનું કેન્દ્ર બની હતી.

English summary
These are some of the mysteries that have never been solved. Check them out.
Please Wait while comments are loading...