યુવતીએ સારો પ્રેમી શોધવા યુનિક જુગાડ લગાવ્યો, મળતા જ પકડાવી દે છે ડેટિંગ કાર્ડ?
યુવક અને યુવતીઓ તેમના માટે સારા પાર્ટનરની શોધમાં રહે છે. આના માટે તે વિવિધ રીતે સર્ચ કરે છે. હવે એક યુવતીએ તેના માટે એક સારો પાર્ટનર શોધવા યુનિક જુગાડ લગાવ્યો છે. હવે તેની ખુબ ચર્ચા થઈ રહી છે.
ઓનલાઈન ડેટિંગના જમાનામાં ડેટિંગ એપ્સની ભરમાર છે પરંતુ ઘણા લોકો તેના પર વિશ્વાસ નથી કરતા. એક બ્રિટિશ યુવતી હવે તેની ફ્લર્ટિંગની અનોખી સ્ટાઈલ માટે ચર્ચામાં છે.

30 વર્ષની આ યુવતીને અત્યાર સુધી કોઈ એવો પ્રેમી મળ્યો નથી જેની સાથે તે પોતાની જિંદગી વિતાવી શકે. તેણે ડેટિંગ એપ્સ પરથી વિશ્વાસ ગુમાવ્યો છે અને હવે તે એક અનોખો ઉપાય અજમાવ્યો છે.
સોફી નામની આ યુવતી જ્યાં પણ જાય છે તે પોતાની સાથે એક કાર્ડ રાખે છે. આ કાર્ડ તે તેને ગમતા છોકરાને ગુપ્ત રીતે આપી દે છે. સોફીનું આ કાર્ડ બિઝનેસ કાર્ડ અથવા વિઝિટિંગ કાર્ડ જેવુ જ છે.
સોફી કહે છે કે ડેટિંગ કાર્ડની ટ્રીકથી તેને રિજેક્શનનો ખતરો નથી અને પુરુષો તેનો સંપર્ક પણ કરી શકે છે. ઓફિસ આવતી વખતે કે ટ્રેનમાં જો તેણીને કોઈ પસંદ આવે તો તે તેને કાર્ડ આપે છે.
કાર્ડ પર એક મેસેજ લખેલો હોય છે. તેણીએ કાર્ડમાં લખ્યુ છે કે, હાય, મારું નામ સોફી છે, મને લાગે છે કે તમે ખૂબ જ સુંદર છો. હું ડેટિંગ એપ્સથી કંટાળી ગઈ છું, તેથી જો તમને પણ હુ ક્યૂટ લાગુ તો સંપર્ક કરો. આ સાથે સોફીએ કાર્ડ પર ઈન્સ્ટાગ્રામ અને ઈમેલ આઈડી પણ લખ્યું છે.
સોફીએ જણાવ્યું કે તેણીએ ઘણી જગ્યાએ જઈને છોકરાઓને આ કાર્ડ આપ્યા છે. આ કામ હિંમતની જરૂર છે પરંતુ ઓછામાં ઓછા લોકો તેને ગંભીરતાથી લે છે. જો કે તેને લોકોના મેસેજ પણ મળે છે.
એક વ્યક્તિએ લખ્યું કે, મને આ આઈડિયા ખૂબ ગમ્યો પણ હું સિંગલ નથી. આશા છે કે તમને કોઈ વધુ સારું મળશે. સોફી કેટલાક લોકોને સમજવાનો પ્રયાસ કરી રહી છે, જેમના તેણીને મેસેજ મળ્યા છે. તેણીને આશા છે કે ટૂંક સમયમાં તેના માટે એક પરફેક્ટ પાર્ટનર શોધી લેશે.












Click it and Unblock the Notifications
