ફરવા ગયેલા શખ્સને મળ્યો 7 કરોડનો ખજાનો, પછી પણ ન બન્યો કરોડપતિ
કલ્પના કરો કે તમે ક્યાંક જાઓ અને 7 કરોડ રૂપિયાનો ખજાનો મેળવો તો તમે ખુશીથી પાગલ થઈ જશો. આવું જ ફ્લોરિડાના એક વ્યક્તિ સાથે થયું હતું. તે દરિયા કિનારે ફરવા ગયો હતો અને તેના હાથમાં 7 કરોડ રૂપિયાનો ખજાનો આવ્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, તેણે આ ખજાનો સીધો જ પોલીસને સોંપી દીધો હતો.
આ વ્યક્તિએ 7 કરોડનો ખજાનો પોલીસને સોંપ્યો
હવે તમે વિચારતા હશો કે, આ વ્યક્તિએ 7 કરોડનો ખજાનો પોલીસને કેમ સોંપ્યો, શું આ વ્યક્તિ મૂર્ખ હતો? અથવા વ્યક્તિને પૈસાની બિલકુલ જરૂર ન હતી. તો અમે તમને જણાવી દઈએ કે, ખજાનો વાસ્તવમાં 'ડ્રગ્સના બંડલ' હતા. જ્યારે વ્યક્તિએ આ ખજાનો પોલીસને સોંપ્યો, ત્યારે તેની સ્ટોરી ફ્લોરિડા પોલીસે લોકો સાથે શેર કરી હતી. પોલીસે પણ વ્યક્તિની ઈમાનદારીના વખાણ કર્યા હતા.
દરિયા કિનારે ફરવા ગયેલા વ્યક્તિને મળી ગયો ખજાનો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિ ફ્લોરિડામાં દરિયા કિનારે ફરવા ગયો હતો. આ દરમિયાન તેણે પાણીમાં કંઈક તરતું જોયું હતું. જ્યારે વ્યક્તિએ નજીક જઈને જોયું તો ઘણા પેકેટ તરતા હતા. જે બાદ વ્યક્તિએ તમામ પેકેટ એકઠા કર્યા અને કિનારે આવ્યો હતો. જ્યારે તે વ્યક્તિ કિનારે આવ્યો અને પેકેટમાં શું છે, તે જોવા માંગતો હતો, ત્યારે તેણે જોયું કે પેકેટની સીલ્ડ અને સારી રીતે પેક કરવામાં આવ્યા હતી. જે બાદ વ્યક્તિએ તરત જ પેકેટ્સ લીધા અને ફ્લોરિડા પોલીસને સોંપી દીધા હતા.
પેકેટ્સ ખોલતા પોલીસના હોબાળો મચી ગયો હતો
પોલીસે જ્યારે આ પેકેટ્સ ખોલ્યા તો સૌના હોશ ઉડી ગયા હતા. દરિયામાં દાવા વગરના મળી આવેલા આ પેકેટમાં લગભગ 30 કિલો કોકેઈન હતું. તેની બજાર કિંમત 7 કરોડથી વધુ છે. આટલો મોટો ખજાનો જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ કે, વ્યક્તિએ આટલી ઈમાનદારીથી આખું પેકેટ પોલીસને આપી દીધું હતું. જો વ્યક્તિ ઇચ્છતો તો તેને પોતાની પાસે રાખીને કરોડપતિ બની શકતો હતો, પરંતુ પેકેટ ખોલ્યા વગર તેણે સીધું જ પોલીસને મોકલી દીધું હતું.