For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે દુનિયાના સૌથી અજીબો ગરીબ સંગ્રહાલયો

|
Google Oneindia Gujarati News

નાનપણમાં તમે પણ કેટલાક જાણીતા સંગ્રહાલયો ગયો હશો જ્યાં તમને દુનિયાભરની અનોખી અને અજાયબી વસ્તુઓ વિષે જાણવા મળ્યું હશે. જો કે સંગ્રહાલયો એક રીતે સંસ્કૃતિ અને ઇતિહાસને જીવંત રાખવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. અને તેનાથી આપણને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અનેક જાણકારી મળે છે.

પણ આજે અમે તમને જે સંગ્રહાલયો બતાવવાના છીએ તે છે દુનિયાના સૌથી અજીબો ગરીબ સંગ્રહાલયો. કારણ કે તેમાં દુનિયાની કેટલીક તેવી વસ્તુઓને સંગ્રહ કરવામાં આવી છે જેની સંગ્રહ કરવાનું સામાન્ય લોકો તો ના જ વિચારી શકે. અને મજાની વાત તો એ છે કે તેમાં ભારતનું પણ નામ છે. તો તેવું તો શું સંગ્રહ કરવામાં આવ્યું છે દુનિયાના આ અજીબો ગરીબ સંગ્રહાલયો તે વિષે વધુ જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં....

સુલભ આંતરાષ્ટ્રિય ટાયલેટ સંગ્રહાલય

સુલભ આંતરાષ્ટ્રિય ટાયલેટ સંગ્રહાલય

શું તમને ટાયલેટનો ઇતિહાસ જાણવામાં રસ છે? થોડોક ચતરી ચઢે તેવો સવાલ છે પણ દિલ્હીમાં આવેલ સુલભ આંતરાષ્ટ્રીય ટાયલેટ સંગ્રહાલયમાં આ જ વિષે જણાવવામાં આવે છે. એટલું જ નહીં અહીં તો 4,500 વપરાયેલા અને નવા ટાયલેટ પણ છે. અને લોકો પૈસા આપીને તે જોવા પણ જાય છે! નોંધ- ખાલી જોવા જાય છે!

આઇસલેન્ડનું સંગ્રહાલય

આઇસલેન્ડનું સંગ્રહાલય

આઇસલેન્ડમાં આવેલું આ સંગ્રહાલય પણ અજીબ છે. કારણ કે તેમાં 215 પ્રાણીઓના શિશ્ન એટલે કે લિંગ રાખવામાં આવ્યા છે. અને સાથે જ લિંગ સાથે જોડાયેલા કેટલાક અંગોને પણ ડિસપ્લે કરવામાં આવ્યા છે.

બેડ આર્ટનું મ્યુઝિયમ

બેડ આર્ટનું મ્યુઝિયમ

આ મ્યુઝિયમને MOBA પણ કહેવાય છે. જેમાં દુનિયાભરના સૌથી બકવાસ અને ગંદા કલાશૈલીઓને મૂકવામાં આવી છે. હવે આને કળા કેવી કે નહીં તે તમારા પર ડિપેન્ડ કરે છે.

રશિયા

રશિયા

રશિયાનું Kunstkamera નામના સંગ્રહાલયમાં દુનિયાભરની અજીબો ગરીબ વસ્તુઓ તમને જોવા મળે છે પણ સૌથી અજીબ છે અહીં ભ્રૃણનું સંગ્રહાલય. જેમાં અજીબો ગરીબ માનવ ભ્રૃણને વિનેગરમાં પ્રિઝર્વ કરીને રાખવામાં આવ્યા છે.

વાળનું મ્યુઝિયમ

વાળનું મ્યુઝિયમ

થોડું વિચત્ર લાગે પણ એક તુર્કીની એક નાનકડી અંધારી ગુફામાં આવેલ આ સંગ્રહાલયમાં દુનિયાભરની 16,000 મહિલાઓના વાળને સંગ્રહવામાં આવ્યા છે.

અમેરિકા

અમેરિકા

અમેરિકાના આંતરાષ્ટ્રિય ક્રાઇપ્ટોઝૂલો સંગ્રહાલયમાં તેમને જોવા મળશે દુનિયાભરના તેવા તમામ પૌરાણિક અને અજીબો ગરીબ જીવો જે ખરેખરમાં છે કે નહીં તે વાતની પુષ્ઠિ થઇ નથી.

નેધરલેન્ડ

નેધરલેન્ડ

નેધરલેન્ડમાં મધ્યયુગમાં ત્રાસ અપવા માટે વપરાતા સાધનોનું સંગ્રહાલય છે. આ સંગ્રહાલયમાં 100થી વધુ ત્રાસ આપવાના ઓજારો અને સાધનો મુકવામાં આવ્યા છે. જો કે આમાંથી કેટલાક ઓજારો એટલા અજીબ છે કે તમને પણ નવાઇ લાગશે કે આવી રીતે પણ કોઇને ત્રાસ અપાય!

કાંટાળા વાયરનું સંગ્રહાલય

કાંટાળા વાયરનું સંગ્રહાલય

તમને લાગશે ખરેખરમાં! પણ હકીકતએ છે કે જે કાંટાળા વાયર આપણે આંતરાષ્ટ્રીય બોર્ડર પર લગાવીએ છીએ તેનું જ આ મ્યુઝિયમ છે અને તેમાં કાંટાળી વાડની 2,400 વેરાયટીઓ પણ છે. અને આ સંગ્રહાલય અમેરિકામાં આવ્યું છે.

English summary
Museums give us an impact of serious and prestigious establishments, where you get to see the most unique things saved and protected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X