એકમાત્ર ટ્રેન જેમાં ભાડું નથી આપવું પડતું, 73 વર્ષથી મફતમાં મુસાફરી કરે છે લોકો
દેશમાં દરરોજ લાખો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવી ટ્રેન છે, જેમાં મુસાફરી કરવા માટે તમારે ભાડું ચૂકવવું પડતું નથી. આવો અમે તમને આ સ્પેશિયલ ટ્રેન વિશે જણાવીએ. આ સ્પેશિયલ ટ્રેન હિમાચલ પ્રદેશ અને પંજાબની બોર્ડર પર દોડે છે. જો તમારે ભાખરા નાંગલ ડેમ જોવા જવું હોય તો તમે આ ટ્રેનમાં ફ્રીમાં મુસાફરીનો આનંદ પણ લઈ શકો છો.
આ ટ્રેન ભાડું વસૂલતી નથી
ખરેખર, આ ટ્રેન નાંગલથી ભાખરા ડેમ વચ્ચે ચાલે છે. છેલ્લા 73 વર્ષથી આ ટ્રેનમાં કુલ 25 ગામના લોકો મફતમાં મુસાફરી કરી રહ્યા છે. હવે તમે ચોક્કસપણે જાણવા માગો છો કે, આ કેવી રીતે શક્ય છે. ચાલો જાણીએ કે રેલવે આને કેવી રીતે મંજૂરી આપે છે?
આ રેલવે ટ્રેક પહાડો તોડીને બનાવવામાં આવ્યો હતો
નોંધનીય છે કે, આ ટ્રેન લોકોને ભાખરા નાંગલ ડેમ વિશે માહિતી આપવા માટે ચલાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ એ છે કે, લોકોને જણાવવામાં આવે કે આ ડેમ બનાવવામાં શું મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા સંચાલિત છે. ઉલ્લેખનીય છે કે, આ રેલવે ટ્રેક પહાડો તોડીને બનાવવામાં આવ્યો હતો.
73 વર્ષથી મફત મુસાફરી કરી રહ્યા છે લોકો
ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન 1949માં ચલાવવામાં આવી હતી અને છેલ્લા 73 વર્ષથી લોકો તેનાથી ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છે. આ ટ્રેન દ્વારા દરરોજ 25 ગામના 300 લોકો મુસાફરી કરે છે. આ ટ્રેનનો સૌથી વધુ ફાયદો વિદ્યાર્થીઓને થાય છે. આ ટ્રેન નાંગલથી ડેમ સુધી ચાલે છે અને દિવસમાં બે વખત મુસાફરી કરે છે. તેમાં TTE રહેશે નહીં. ડીઝલ એન્જિનથી ચાલતી આ ટ્રેન એક દિવસમાં 50 લીટર ડીઝલનો વપરાશ કરે છે. આ ટ્રેનનું એન્જીન સ્ટાર્ટ થયા બાદ ભાખરાથી પરત આવ્યા બાદ તે બંધ થઈ જાય છે.
આ ટ્રેન કેટલા વાગ્યે ઉપડે છે?
આ હાસ ટ્રેન નાંગલથી સવારે 7:05 કલાકે ઉપડે છે અને લગભગ 8:20 કલાકે ભાખડાથી નાંગલ પાછી આવે છે. આ પછી ફરી એકવાર બપોરે 3:05 કલાકે તે નાંગલથી ઉપડે છે અને સાંજે 4:20 કલાકે તે ભાકરા ડેમથી નાંગલ પરત આવે છે.