For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે ભગવાન શિવના સૌથી મોટા ભક્ત ભસ્માસુરની કહાની?

|
Google Oneindia Gujarati News

ભોળા ભોળાનાથને રિઝવવા સૌથી સરળ હોય છે અને આ જ કારણે મોટા ભાગના અસુરો ભગવાન શિવની વિશેષ આરાધાના કરતા હોય છે. તમે પણ અનેક પૌરાણિક કથાઓમાં સાંભળ્યું હશે કે અસુરે ભગવાન શિવને રિઝવીને વરદાન લઇ લીધું અને ત્યારબાદ આ વરદાનનો દૂર ઉપયોગ કર્યો.

ત્યારે આજે આવા જ એક અસુર ભસ્માસુરની પૌરાણિક કથા અમે તમને જણાવાના છીએ. જેમાં ભસ્માસુર નામના અસુરે શંકર ભગવાનની વિશેષ પૂજા અને આરાધના કરીને તેમની પાસેથી વરદાન માંગ્યું.

કહેવાય છે કે ભસ્માસુર ભગવાન શિવના પરમ ભક્તોમાંથી એક હતો. પણ તેણે પોતાના સ્વામીની જ પત્ની પર કુદ્રષ્ટિ નાંખી અને તેના કારણે જ તેનો અંત થયો તો વાંચો આ ફોટોસ્લાઇડર અને જાણો શંકર ભગવાનના આ પરભક્તના પતનની કથા...

ભસ્માસુર

ભસ્માસુર

ભસ્માસુરની આ કથા હજારો વર્ષોથી પરંપરિક રીતે કથ્થકલી નૃત્યમાં બતાવવામાં આવે છે. અને તે ખૂબ જ લોકપ્રિય પણ છે.

વરદાન

વરદાન

ભસ્માસુર શંકર ભગવાનની ઘોર તપસ્યા કરી. જે બાદ શિવજી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે ભસ્માસુરે તેમને અમરત્વનું વરદાન આપવાનું કહ્યું

શિવજી

શિવજી

જો કે શિવજીએ તેની અસુર પ્રવૃત્તિ જાણીને તેને અમરત્વ સિવાયનું કોઇ વરદાન માંગવાનું કહ્યું. ત્યારે તેણે વરદાન માંગ્યું કે તે જેના માથા પર પોતાની આંગળી મૂકે તે બળીને ભસ્મ થઇ જાય. ત્યારે શંકર ભગવાને તેને આ વરદાન આપ્યું.

કુદ્રષ્ટિ

કુદ્રષ્ટિ

વરદાન મળ્યા બાદ તે કૈલશ પર્વત પર ભગવાન શિવનો આભાર માનવા જાય છે. જ્યાં તે માં પાર્વતીને જોઇને તેમની પર મોહી પડે છે.

ભસ્માસુર

ભસ્માસુર

જે બાદ અસુર ભસ્માસુર પોતાના વરદાન દ્વારા ભગવાન શિવને જ મારી નાંખવાનો વિચારી છે. અને તે જ્યારે ભગવાન શિવના માથા પર આંગળી મૂકીને તેમને ભસ્મ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે શિવજી અદ્રશ્ય થઇ જાય છે.

ભસ્માસુર

ભસ્માસુર

જે બાદ ભગવાન શિવ જ્યાં જ્યાં જાય છે ભસ્માસુર તેમનો પીછો કરે છે અને તેમને ભસ્મ કરવાનો પ્રયાસ કરે છે. અને દર વખતે શિવજી અદ્રશ્ય થઇ જાય છે.

વિષ્ણુ

વિષ્ણુ

જે બાદ શિવજી ભગવાન વિષ્ણુને મળે છે અને આ સમસ્યાનું નિરાકણ શોધવાનું કહે છે.

મોહિની

મોહિની

ભગવાન વિષ્ણુ શિવની મદદ કરવા માટે મોહિની સ્વરૂપ ધારણ કરે છે. અને તે ભસ્માસુર સમક્ષ જઇને તેને રિઝવે છે. ભસ્માસુર મોહિનીને પોતાની જોડે લગ્ન કરવાનું કહે છે.

મોહીની

મોહીની

જે માટે મોહિની શરત મૂકે છે કે ભસ્માસુરને તેની જ જેમ નૃત્યુમાં પારંગત થવું પડશે. જો તે સારું નૃત્ય કરતા શીખી જશે તો તે તેની જોડે લગ્ન કરશે.

મોહિની નૃત્ય

મોહિની નૃત્ય

ભસ્માસુર પણ મોહિનીથી નૃત્યુ શીખવા તૈયાર થઇ જાય છે. બન્ને જણા નૃત્ય કરવા લાગે છે. જ્યારે ભસ્માસુર નૃત્ય શીખવામાં મગ્ન થઇ જાય છે ત્યારે મોહિની તેને એક તેવી મુદ્રા કરવાનું કહે છે જેમાં તે પોતાના માથા પર પોતાની આંગળી મૂકે.

ભસ્માસુર

ભસ્માસુર

જ્યારે ભસ્માસુર આ દ્વારા પોતાની આંગળી માથા પર મૂકે છે ત્યારે તે બળીને ભસ્મ થઇ જાય છે. અને આ રીતે ભસ્માસુરનો અંત થાય છે.

English summary
Story of Bhasmasura and Shiva or Bhasmasur and Mohini in Hindu Mythology. Enmity between the Devas and Asuras is widely depicted in Indian mythology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X