હનીમૂન પર મમ્મીને પણ સાથે લઈ ગયો, પત્નીએ આપ્યા તલાક, વાંચો તલાકના અજીબો-ગરીબ કારણો
નવી દિલ્હીઃ જ્યારે આપણે કોઈ કપલ વચ્ચેના તલાક વિશે વાંચીએ છીએ તો સામાન્ય રીતે બે ત્રણ કારણો જ વધુ જણાવવામાં આવે છે. જેમાં દહેજ, ઘરેલૂ હિંસા જેવી વાત હોય ચે પરંતુ કેટલીયવાર તલાકના કારણો ઘણઆ અજીબો ગરીબ પણ હોય છે. તલાકના વકીલ લગ્ન અને તલાકને લઈ કેટલીયવાર અજીબ તર્ક સાંભળે છે. વેબસાઈટ બજફીડે તલાક કેસ જોનાર 12થી વધુ વકીલો સાથે વાત કરી. જેમણે તલાક માટે આવેલ લોકોના સૌથી અજીબો-ગરીબ કારણો પર વાત કરી.

માને પણ હનીમૂન પર લઈ જવા માંગતો હતો
કોરોલેન નામના વકીલે જણાવ્યું કે, એક મહિલા તલાકની અરજી નાખવા આવી કેમ કે તેનો પતિ તેની માને પોતાના હનીમૂન પર પણ સાથે લઈ જવાનું કહી રહ્યો હતો. તે પોતાના માથી દૂર નહોતો રહી શકતો.
પ્લેટરેન નામના વકીલ જણાવે છે કે, એક વાર મારી પાસે એક શખ્સ આવ્યો. તેની પત્ની તેના માટે અમેરિકી વ્યંજન પકવવાની પ્રેક્ટિસ કરી રહી હતી. તેણે એક ડિશ બનાવી. આમાં તેણે સૉસ નાખ્યો જે બહુ અજીબ હતો. તેના પતિએ જોયું તો કહ્યું કે આ મૈન્સ્ટ્રુઅલ બ્લડ છે. પત્નીએ તેને સમજાવવાની બહુ કોશિશ કરી પરંતુ તે તલાક માટે આવી ગયો.

પત્નીએ 42 હજાર ડૉલર ઉડાવી દીધા
એક વ્યક્તિ એટલા માટે તેની પત્નીને તલાક આપવા માંગતો હતો કેમ કે પત્નીએ એક ઓનલાઈન ગેમમાં 42 હજાર ડૉલર ખર્ચ કરી દીધા.
પતિ અને પત્ની બંનેને જ ઑનલાઈન ગેમનો શોક હતો. પત્ની ખેલમાં બહુ વધુ વ્યસ્ત રહેવા લાગીય પતિએ નકલી આઈડીથી પત્ની વિશે જાણવાની કોશિશ કરી. પતિને જાણવા મળ્યું કે પત્ની અજાણ્યા લોકોને સેક્સ માટે કહી રહી હતી.
એક વકીલ જણાવે છે કે, મેં મારા સહયોગીના કાર્યાલયમાં તલાક માટે આવેલા દંપતિને ઝઘડતા જોયા. અચાનક પતિએ ચીસ પાડીને કહ્યું- હું તારી પાસે તલાક માગું છું કેમ કે તુ ટૉયલેટમાં ફ્લશ નથી ચલાવતી.

રોજ પૂછતી હતી કોફી પીવી છે
વકીલે જણાવ્યું, મારી પાસે તલાક માટે એક શખ્સ આવ્યો. તેની ફરિયાદ હતી કે તેની પત્ની સાત વર્ષથી રોજ સવારે તેને પૂછતી હતી કે કૉફી કેવી લાગી?
વકીલ લૂસી જણાવે છે કે, મારી પાસે એક મહિલા આવી જે પોતાના પતિને એટલા માટે તલાક આપવા માંગતી હતી કેમ કે તેની સાતે પતિએ મજાક કરી હતી. જણાવી દઈએ કે પતિએ લોટરીની ખોટી ટિકિટ તેના ફ્રીઝમાં રાખી હતી. માલૂમ પડવા પર તે તલાક લેવા આવી ગઈ.

વધુ ટૉયલેટ પેપર વાપરવા પર તલાક
એક મહિલાએ એટલા માટે તલાક લઈ લીધા કેમ કે તેનો પતિ ટૉયલેટ પેપર વધુ યૂઝ કરતો હતો. કેટલીયવાર બંનેનો આને લઈ ઘણા ઝઘડા થયા અને તલાક સુધી વાત પહોંચી ગઈ.
વધુ એક કેસ વિશે વકીલે જણાવ્યું, પતિએ બાથરૂમનો પડદો લગાવવામાં મદદ ના કરી તો પત્ની તલાક માટે પહોંચી ગઈ.
બીજા એક કેસમાં પત્નીએ એટલા માટે તલાક માંગ્યા કેમ કે પતિ પોતાની મા સાથે રહી રહ્યો હતો અને અલગ થવા માટે તૈયાર નહોતો.

પૂર્વ પ્રેમીની જેમ પ્રેમ ના કરવા પર તલાક
એક પત્નીએ એટલા માટે તલાક લઈ લીધા કેમ કે પતિ પોતાના પિનબૉલ મશીન કલેક્શનને વધુ પ્રેમ કરતો હતો અને પત્નીને સમય નહોતો આપતો.
પત્નીને પતિ સાથે સેક્સ દરમિયાન આનંદ નહોતો આવતો. જેને લઈ તેણે તલાક લઈ લીધા. તેણે કહ્યું કે તે પૂર્વ પ્રેમીની જેમ પ્રેમ નથી કરતો.
એક શખ્સે એટલા માટે પત્નીથી તલાક લઈ લીધા કેમ કે તે બહુ લાંબી લાંબી વાર્તાઓ સંભળાવતી હતી. જે તેને પસંદ નહોતી આવતી.
ભાજપના ઉમેદવાર બગ્ગાનું વિવાદિત નિવેદન, કહ્યું- 11મીએ શાહીન બાગમાં સર્જિકલ સ્ટ્રાઈક થશે