જાણો: અઘોરીઓ માટે લાશ પર પૂજા, માંસ, મૈથુન અને મદિરા કેમ જરૂરી?

Posted By:
Subscribe to Oneindia News

જીંદગીનો છેલ્લો પડાવ એટલે સ્મશાન ઘાટ. ત્યાં ગયા પછી દુનિયાની તમામ ચીજો વ્યર્થ થઇ જતી હોય છે. પરંતુ આ છેલ્લા પડાવમાં કેટલાક એવા લોકો પણ છેકે જે લાશોમાં જીવનને શોધે છે.

જી હા, અમે વાત કરી રહ્યાં છીએ અઘોરીઓની કે જેઓ માણસની ખોપડીને પ્યાલો બનાવીને તેમા મદીરાનું સેવન કરે છે. સ્મશાનને પલંગ બનાવી ચિતાની ચાદર ઓઢે છે. અઘોરીઓ લાશો પાસેથી જીંદગી ઉધાર લે છે. પરંતુ તેમની ખુદની જીંદગી સદીઓથી રહસ્યમયી છે.

 

તમને કદાચ જ ખબર હશે કે અઘોરી બનવા માટે શું શું કરવુ પડે છે. આમ તો સાધુઓ માટે માંસ, મદિરા કે શારિરીક સંબંધો સંપૂર્ણ નિષેધ હોય છે. પરંતુ અઘોરી બનવા માટે લાશ પર પૂજા કરવી, માંસ ખાવુ, મૈથુન કરવુ, અને મદિરાનું સેવન કરવુ અનિવાર્ય હોય છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે અઘોરીઓ લાશોની સાથે સંભોગ પણ કરે છે. તો આવો તમને જણાવીએ કે અઘોરી બનવા માટે આ શરતો શા માટે જરૂરી હોય છે.

શા માટે લાશની પૂજા જરૂરી હોય છે?
  

શા માટે લાશની પૂજા જરૂરી હોય છે?

સ્મશાનની સાધનામાં માનવીય સ્વરૂપનો વૈરાગ્ય ઉતારીને ફેંકી દેનાર અઘોરીઓ લાશોમાં ભગવાનને શોધે છે. આમ કરવાથી અઘોરીઓને અઘોર દીક્ષાની પ્રાપ્તિ થાય છે.

માંસનું સેવન
  

માંસનું સેવન

અઘોરીઓના મતે માંસનું સેવન સાબિત કરે છેકે સીમા શબ્દ તેમના માટે કોઇ મહત્વ નથી ધરાવતો. અને બધુ જ તેમના માટે એક જ તાંતણે બંધાયેલુ છે. તેથી જ તેઓ માણસના માંસની સાથે તેના લોહીનું પણ સેવન કરે છે.

મૈથુન
  
 

મૈથુન

અઘોરીઓ પોતાની સાધના પૂરી કરવા માટે હસ્તમૈથુન પણ કરે છે. કેટલાક અઘોરીઓ પોતાની સાધના પૂરી કરવા માટે લાશો સાથે સંભોગ પણ કરે છે.

મદિરાનું સેવન
  

મદિરાનું સેવન

અઘોરીઓ પોતાના આરાધ્ય દેવને મદિરા અર્પણ કરીને પ્રસાદ રૂપે તેનુ અઢળક સેવન કરે છે. આશ્ચર્યજનક વાત એ છેકે અઘોરીઓ માણસોની ખોપડીને પ્યાલો બનાવીને તેમા મદિરા સેવન કરે છે. અઘોરીઓ ખાવા પીવા માટે માણસની ખોપડીનો ઉપયોગ કરે છે.

English summary
Know rarely Known Facts about Aghori. Check out why aghori worship god on dead body, why the do maithun, why they eat meat?
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.