કાચ તોડી ઘરમાં ઘુસ્યો ચોર, પછી થયું કૈંક એવું કે હસવું નહીં રોકી શકો
મેક્સિકો : જ્યારે પણ ચોરી શબ્દ સાંભળવામાં આવે છે, ત્યારે તે ઘણી વખત મનમાં મોટી ખોટની છબી બનાવે છે. પણ જરા વિચારો કે જો કોઈ ચોર તમારા ઘરે આવે અને તમારી ધારણા બદલી નાખે તો? હકીકતમાં, આવો જ એક કિસ્સો અમેરિકાના ન્યુ મેક્સિકોમાંથી સામે આવ્યો છે. જ્યાં બંદૂક ધારી ચોર બીજાના ઘરમાં ઘૂસી જાય છે, પછી ત્યાં સ્નાન કરે છે, ખાય છે, એટલું જ નહીં દારૂ પણ પીવે છે અને 15 હજાર રૂપિયા છોડીને નીકળી જાય છે. (તસવીર પ્રતિકાત્મક છે)

ચોર ખાલી ઘરમાં ઘૂસ્યો
આ કેસ ન્યૂ મેક્સિકોના સાન્ટા ફેના એક ઘરનો છે. જ્યાં ચોર બારી તોડીને પ્રવેશ્યો હતો, આ દરમિયાન તેના હાથમાં રાઈફલ હતી. જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારેપરિવારના સભ્યો બહાર ગયા હતા, પરંતુ કેટલાક કલાકો પછી તે પાછા ન આવ્યો ત્યાં સુધી તે ત્યાં જ હતો.

ચોરે ઘરમાં જ કર્યો આરામ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંદૂકધારી બારી તોડીને ઘરમાં ઘૂસ્યો હતો. તે ઘરે રહ્યો, ખાવાનું ખાધું, બીયર પીધુ અને સૂઈ ગયો હતો. જ્યારે મકાનમાલિક અને તેનાપરિવારના સભ્યો પરત આવ્યા, ત્યારે તેને ઘરમાં જોઈને તેઓ ચોંકી ગયા હતા, પરંતુ ચોરે તેમને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું.

મકાનમાલિકને ચૂકવ્યું વળતર
મકાનમાલિકના જણાવ્યા મુજબ, આ બંદૂકધારી એટલો શિષ્ટ હતો કે, તેણે પહેલા તેના કૃત્ય માટે પરિવારના સભ્યોની માફી માંગી અને પછી કાચ તોડવા બદલ 15હજાર રૂપિયા (200 ડોલર) પણ ચૂકવ્યા હતા. આ બધું કર્યા પછી તે જતો રહ્યો હતો. જતા જતા તેણે પરિવારને કહ્યું કે, આ પૈસા બારીનાં સમારકામ માટે છે, જે તેણેઘરમાં આવતી વખતે તોડી નાખ્યાં હતાં.

પોતે કહ્યું - 'હું ચોર નથી'
મકાનમાલિકનું કહેવું છે કે, તે વ્યક્તિએ તેમને કહ્યું કે તેના માતા-પિતાને ટેક્સાસમાં કોઈએ મારી નાખ્યા છે અને તે તેમનાથી ભાગી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન તેનીકાર ખરાબ થઇ ગઈ, અને તેને અમારા ઘરમાં આશરો લેવો પડ્યો હતો.