મોત સાથે રમે છે 3 વર્ષની બાળકી, મગરમચ્છનો મેકએપ કરે, અજગરને કરાવે બ્રશ
માણસના તેના પાલતુ જાનવર સાથેના લગાવ દર્શાવતા ઘણા વીડિયો સામે આવતા રહે છે. જેમાં કૂતરા કે ગળામાં પડી રહેતા સાપ પણ જોવા મળે છે. પરંતુ ભલા સાપને બ્રશ કરાવવાની હિંમત કોનામાં હોય. ખરેખર આ હિંમત કોઈ એવા માસુમમાં જ હોઈ શકે જેને જોખમનો અંદાજ ન હોય. આવા માસુમને ઘણી વાર જાનવરો પાસેથી પણ એટલો પ્રેમ મળી જાય છે. આ પ્રકારના વીડિયો જોઈને તમે વિશ્વાસ નહી કરી શકો. વાસ્તવમાં હાલમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક બાળકી બાથરૂમના ટબમાં બેઠી છે પરંતુ એકલી નથી તેના સાથે છે એક અજગર.
|
અજગર સાપને કરાવે છે બ્રશ
વીડિયોમાં બાળકી ટબમાં તેની સાથે બેઠેલા પીળા રંગના ખૂબ જ ખતરનાક દેખાતા અજગરને બ્રશ કરાવી રહી છે. તે એ જ પાણીમાં રમી રહી છે અને સાપનો એવી રીતે કાળજી રાખી રહી છે જાણે તેનુ બાળક ન હોય. વળી બાથરૂમની બીજી વસ્તુઓ પણ ખેંચે છે. વાસ્તવમાં અહીં એક મગરમચ્છ અને મોટી ચાંચવાળુ પક્ષી પણ છે. નઝારો એવો છે જાણે બાળકીએ પોતાના ઘરમાં એક પ્રાણીસંગ્રહાલય ખોલ્યુ હોય.
|
અજગર બાદ મગરમચ્છને બ્રશ કરાવવાનો વારો
એક અન્ય વીડિયોમાં તે મગરમચ્છને બ્રશ કરાવી રહી છે. એકદમ એ રીતે જે રીતે તેની મા તેને બ્રશ કરાવતી હશે. મગરમચ્છે પણ પોતાની સેવા માટે પોતાને સંપૂર્ણપણે જાણે બાળકીને સમર્પિત કરી દીધો હોય. નઝારો ક્યારેક સુંદર લાગે છે તો ક્યારેક ડરામણો.
|
કરે છે મગરમચ્છનો મેકઅપ
બીજો વીડિયો તેનાથી પણ વધુ ખતરનાક છે. વાસ્તવમાં આમાં બાળકી મગરમચ્છના મોઢા પર પાવડર લગાવીને તેનો મેકઅપ કરી રહી છે. કમાલ તો એ છે કે મગરમચ્છ પણ આ ગ્રૂમિંગની મઝા લઈ રહ્યો છે અને એકદમ શાંતિથી પાઉટર લગાવડાવી રહ્યો છે. વળી, પાછળ એક તરફ તેના પાલતુ અજગર છે અને સફએદ રંગના બે પોપટ પણ. બાળકી જેટલી નીડર છે આ બધા જીવ પણ તેની સાથે સુરક્ષિત અનુભવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ઈસરોએ EMISAT સાથે 28 સેટેલાઈટ કર્યા લૉન્ચ