For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

400 વર્ષથી દરિયામાં ભટકી રહ્યું છે આ શ્રાપિત જહાજ, જાણો શું છે રહસ્ય?

આખી દુનિયામાં અસંખ્ય રહસ્યો છૂપાયેલા છે. માણસને અમુક વિશે ખબર પડી, પણ અમુક વિશે માણસ આજ સુધી જાણી શક્યો નથી. અમે તમને આવા જ એક રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે જહાજ એટલે કે પાણીના જહાજ સાથે જોડાયેલ છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયામાં અસંખ્ય રહસ્યો છૂપાયેલા છે. માણસને અમુક વિશે ખબર પડી, પણ અમુક વિશે માણસ આજ સુધી જાણી શક્યો નથી. અમે તમને આવા જ એક રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે જહાજ એટલે કે પાણીના જહાજ સાથે જોડાયેલ છે. આ જહાજનું નામ ફ્લાઈંગ ડચમેન શિપ છે. આ જહાજને સમગ્ર વિશ્વમાં ભૂતિયા જહાજ તરીકે જોવામાં આવે છે.

Flying Dutchman ship

આ જહાજ વિશે એવી માન્યતા છે કે, આ ભૂતપ્રેત જહાજ છેલ્લા 400 વર્ષથી શ્રાપિત થઈને દરિયામાં ભટકી રહ્યું છે. આ શ્રાપિત જહાજ સાથે ઘણી દંતકથાઓ પણ જોડાયેલી છે. જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. આ જહાજને જોવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ તેને સમુદ્રમાં જુએ છે, તો તે અને તેનું જહાજ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે. આ સાથે જ આ શ્રાપિત જહાજને લઈને દુનિયાભરમાં ઘણા ટેલિવિઝન શો અને ફિલ્મો પણ બની છે. આ સાથે ઘણા લોકોએ ફ્લાઈંગ ડચમેન શિપ જોયા હોવાનો પણ દાવો કર્યો છે. જોકે તેમના દાવામાં કેટલી સત્યતા છે, તે કોઈ જાણી શક્યું નથી.

ઉલ્લેખનીય છે કે, 20મી સદીના પ્રખ્યાત લેખક "નિકોલસ મોન્સેરેટ" એ દાવો કર્યો હતો કે, તેણે તેને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પેસિફિક મહાસાગરમાં જોયું હતું. ફ્લાઈંગ ડચમેન શિપ વિશે પણ વિવિધ માન્યતાઓ અને દંતકથાઓ પ્રચલિત છે. આ જહાજ વિશે એક સામાન્ય માન્યતા છે કે, તે એક સામાન્ય જહાજ હતું. આ જહાજનો કપ્તાન હેન્રીક વાન ડી ડેકેન હતો.

હેન્રીક વાન ડી ડેકેન ડચમેન તરીકે પણ જાણીતા હતા. એવું કહેવાય છે કે, વર્ષ 1641માં જહાજના કપ્તાન, હેનરિક વેને, હોલેન્ડથી ઇસ્ટ ઇન્ડીઝ તરફ જહાજ છોડી દીધું હતું. જોકે, મુસાફરી બાદ, જ્યારે તે તેના મુસાફરો સાથે હોલેન્ડ તરફ પાછો આવવા લાગ્યો, ત્યારે તેણે રસ્તામાં કેટલાક ફેરફારો કર્યા હતા. તેણે તેના વહાણને કેપ ઓફ ગુડ હોપ તરફ વળવા સૂચના આપી હતી. જહાજમાં બેઠેલા મુસાફરો કેપ્ટનના આ નિર્ણયથી ખૂબ જ નાખુશ હતા. કારણ કે, તેમને તેમના ઘરે વહેલા પહોંચવાનું હતું. આગળ જતાં, વહાણને ભારે તોફાનનો સામનો કરવો પડ્યો હતો.

આ તોફાનમાં જહાજ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ દુર્ઘટનામાં જહાજમાં સવાર તમામ મુસાફરોના મોત થયા હતા. એવું કહેવાય છે કે મૃત્યુ પામેલા જહાજના તમામ મુસાફરોએ આ જહાજને બેજ આપીને શ્રાપ આપ્યો હતો. ત્યારથી આ ભૂતિયા જહાજ દરિયામાં ભટકી રહ્યું છે. જોકે, ફ્લાઈંગ ડચમેન શિપનું રહસ્ય હજૂ સુધી બહાર આવ્યું નથી. આ જહાજ જોયા હોવાનો દાવો કર્યા પછી પણ તેનું રહસ્ય હજૂ પણ યથાવત છે. કારણ કે, આજ સુધી તેના વિશે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

English summary
This cursed ship has been floating in the sea for 400 years, know what is the secret?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X