મહિલા અને ભૂત વચ્ચે પહેલા થઈ મિત્રતા, પ્રેમ અને હવે...
આ દુનિયામાં ઘણી વખત એવી પણ ઘટના બનતી હોય છે, જેને સાંભળ્યા કે જોયા પછી પણ આપણને તેના પર વિશ્વાસ નથી આવતો. આપણે અનેક ફિલ્મોમાં લોકોને ભૂત સાથે વાતો કરતા જોયા છે. કોઇ કોમેડી ફિલ્મમાં આપણે સારા ભૂતો જોયા છે, તો વળી કોઇ ડરામણી ફિલ્મોમાં આપણે બદલો લેતા ભયાનક ભૂતો પણ જોયા છે. એ સિવાય પણ આપણે વાસ્તવિક જીવનમાં પણ ઘણા લોકોને ભૂતો સાથે વાતો કરતા હોય તેવી વાતો પણ સાંભળી છે. પરંતુ કોઇ મહિલાએ ભૂત સાથે લગ્ન કર્યા હોય તેવો બનાવ ભાગ્યે જ કોઇએ સાંભળ્યો હશે, પરંતુ આ હકીકત છે. એક મહિલાએ એક ભૂત સાથે પુરા ધામધુમથી લગ્ન કર્યા છે. વિશ્વાસ નથી આવતો ને તો વાંચો આ...

ભૂત સાથેની લવસ્ટોરી
નોર્થ આયરલેન્ડના ડાઉનપૈટ્રિક શહેરમાં રહેતી મહિલાએ એક ભૂત સાથે થોડા દિવસ પહેલા લગ્ન કર્યા છે. આ વાત સાંભળવામાં ભલે અજીબ અને ડરામણી લાગે, પરંતુ બિલકુલ સાચી ઘટના છે. એ મહિલાએ 300 વર્ષ પહેલા મૃત્યુ પામનાર એક વ્યક્તિ જે ભૂત બની ગયો છે, તેની સાથે લગ્ન કર્યા છે.

મહિલાના લગ્ન
45 વર્ષની અમાંડા ટીગ નામની મહિલાએ ભૂત સાથે લગ્ન કર્યા છે. તેણે જણાવ્યું હતું કે, તેઓ સૌ પહેલા મિત્ર બન્યા. પછી ધીરે ધીરે તેઓ ડેટ પર પણ જવા લાગ્યા અને અંતે બંનેને પ્રેમ થઇ ગયો. એ ભૂતનું નામ જેક છે અને અમાંડા તેની સાથે ઘણું સારુ અનુભવે છે. આ ઉપરાંત તેણે જણાવ્યું કે, જેક સાથે તેણે જીવંત લોકોની જેમ નહી પરંતુ એક શક્તિશાળી આત્માના રૂપમાં લગ્ન કર્યા છે.

કોણ છે આ ભૂત
મેટ્રોની રિપોર્ટ અનુસાર અમાંડાએ જણાવ્યું કે, તેણે ક્યારેય પોતાના પતિને નથી જોયો. પરંતુ તેના પતિએ તેને જણાવ્યું છે કે, તે ડાર્ક છે અને તેને કાળા લાંબા વાળ છે. વર્ષ 1700માં તેને ફાંસી આપવામાં આવી હતી. તે એક હાઇટિયન સમુદ્ર લુટારું હતો. ફાંસી આપ્યા બાદ તે ભૂત થઈ ગયો હતો.

અમાંડાના છે 5 બાળકો
ઉલ્લેખનીય છે કે, અમાંડાના 5 બાળકો છે. તેણે તેના પહેલા પતિથી છૂટાછેડા લઇ લીધા છે. અમાંડાની આ વાતની જાણ થતા હવે તે સોશ્યલ મીડિયામાં પણ ફરતી થઈ ગઇ છે. તેના લગ્નનો ફોટોમાં તે દુલ્હનના કપડામાં છે અને એક કાળા રંગના ઝડા પાસે તે ઊભી છે, જેને તે પતિ માને છે. આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.