• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે આ 18 તસવીરોમાં કેદ થયા ભૂત-પ્રેત!

|
Google Oneindia Gujarati News

શું તમે કદી ભૂત-પ્રેત જોયા છે. શું તમે તેમાં વિશ્વાસ કરો છો? આ અંગે ભલે તમારા જવાબ અલગ અલગ હોય પણ ત્યારે તમે શું કરશો જ્યારે તમને તસવીરમાં ખરેખરમાં ભૂત કે તેના જોવો કોઇ સાયો કેદ થયેલો જોવા મળશે ત્યારે!

કેટલીક વાર જ્યારે ટેકનિકલ કારણોના લીધે તમારી કોઇ તસવીર બગડી જતી હોય છે. તમારા સ્માર્ટ ફોનમાં પણ આવું ક્યારેક બને છે. જેના લીધે આપણો પોતાનો ચહેરો હલી જાય છે કે અજીબ આવે છે. ત્યારે જો તમારી જોડે પણ આવું ક્યારેક બનતું હશે. પણ આ તો વાત થઇ ટેકનિકલ એરરની. પણ દુનિયામાં કેટલાક ફોટોગ્રાફર છે જે દાવો કરે છે કે તેમણે જે તસવીરો પાડી છે તેમાં ખરેખરમાં ભૂત દેખાય છે.

ત્યારે આવા જ કેટલાક ફોટોગ્રાફર કે તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જેમાં ભૂત જેવી અજીબો ગરીબ વસ્તુઓ દેખાવાનો જે તે લોકોએ કે પછી આ તસવીરો પાડનાર વ્યક્તિઓએ દાવો કર્યો છે. નોંધનીય છે કે આ દ્વારા અમે કોઇ ખોટી માન્યતા કે વિચારને ફેલાવા નથી માંગતા. તો જુઓ આ 18 તસવીરો જેમાં દેખાય છે ભૂત-પ્રેત...

ધટનાક્રમ

ધટનાક્રમ

19મી સદીની આ તસવીર છે. જેમાં કેમેરાની ટેકનિકલ ખામીના કારણે ફોટામાં ભૂત કે પ્રેત જેવો કોઇ પડછાયો દેખાવાની વાત કરવામાં આવી છે.

ટ્રિક ફોટોગ્રાફી

ટ્રિક ફોટોગ્રાફી

કેટલાક ફોટોગ્રાફર તે સમયે ફોટોગ્રાફીની ટ્રીક કરીને આવા ફોટોગ્રાફ ખેંચતા હતા. અને લોકો આ વાતની અજાણતાના કારણે તેને ભૂતપ્રેતનું નામ આપતા હતા. આ તસવીરમાં ડબલ એક્સપોઝર ફોટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રીક દ્વારા એક કે વધુ ઇમેજ ફોટોમાં દેખાય છે.

ખોટી તસવીરનો વેપાર

ખોટી તસવીરનો વેપાર

એટલું જ નહીં આવી ટ્રીક વાળી અનેક તસવીરો પાડીને ફોટોગ્રાફર સારી એવી કમાણી કરી લેતા હતા.

ફોટોગ્રાફરનો દાવો

ફોટોગ્રાફરનો દાવો

આ તસવીર ઇંગ્લેન્ડના ટાઉનહોલમાં એક ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવી છે. જેમાં ફોટો પાડતી વખતે કોઇ નહતું પણ ફોટો પાડ્યા બાદ તેમાં એક છોકરી દેખાય છે. કહેવાય છે કે આ છોકરી વર્ષ 1677માં આગથી બળીને મરી ગઇ હતી.

હૈમ્પટન કોર્ટ

હૈમ્પટન કોર્ટ

આ ફોટો 2003માં લંડનના હૈમ્પટન કોર્ટના સિક્યોરિટી કેમેરા દ્વારા લેવામાં આવી છે. કોર્ટમાં ફાયર એલાર્મ દ્વારા કારણે કોઇ એક દરવાજો ખોલવાનો સંકેત આવ્યો હતો પણ ગાર્ડ જ્યારે જોયું તો બધા દરવાજા બંધ હતા. અને સિક્યોરિટી કેમેરામાં આ ભૂતિયા તસવીર જોવા મળી હતી.

લોર્ડ કોમ્બર્મેર

લોર્ડ કોમ્બર્મેર

સિબેલની આ તસવીર વર્ષ 1891માં લીધી હતી. કોમ્બર્મેરની લાઇબ્રેરીમાં લીધેલી આ તસવીરમાં ખુરશી પર કોઇ વ્યક્તિ બેઠેલો હોય તેવો ભાસ થાય છે. કેહવાય છે કે આ તસવીર લોર્ડ કોમ્બર્મેરની છે.

પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેશન

પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેશન

પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેશનના કારણે લેવાયેલી આ તસવીરમાં શેલ્ફની તરફ એક માણસ દેખાય છે જો કે જ્યારે આ તસવીર લીધી ત્યારે અહીં કોઇ નહતું.

કાઉબોય ક્લેનટન

કાઉબોય ક્લેનટન

કાઉબોયની પોશકમાં ક્લેનટનની આ તસવીર તેના મિત્રએ લીધી હતી. તેની પાછળ એક માણસ દેખાય છે. જે તસવીર લેતી વખતે અહીં નહતો. ત્યારે આનું રહસ્ય આજ દિવસ સુધી નથી ઉકેલાયું.

કોરોબોરી રોક

કોરોબોરી રોક

ઓસ્ટ્રેલિયાના કોરોબોરી રોક પર લેવાયેલી આ તસવીર વર્ષ 1959ની છે. આ તસવીર રેવરેંડ આર.એસ લીધી હતી. જેમાં એક સ્ત્રી સાફ રીતે ઉભેલી જેવા મળે છે.

ઇન્વેસ્ટીગેશન

ઇન્વેસ્ટીગેશન

પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેશન દરમિયાન આ તસવીર લેવામાં આવી હતી. ગોસ્ટ રિસર્ચ સોસાયટી દ્વારા લેવાયેલી આ તસવીર વર્ષ 1991માં લેવામાં આવી હતી.

જૈક્શન ગોસ્ટ

જૈક્શન ગોસ્ટ

રોયલ એયર ફોર્સની આ ગ્રુપ ફોટો કોઇ સામાન્ય ફોટો નથી. સર્કલમાં જે તસવીર છે તે આ સ્કોવોર્ડના સાથી જેક્શન છે જેની આ તસવીરના એક દિવસ પહેલા મોત થઇ હતી.

મેબલની માં

મેબલની માં

મેબલની આ ભૂતની તસવીર 1959માં લેવામાં આવી હતી. જ્યારે તે પોતાની માંની કબરથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેના પતિએ આ તસવીર લીધી હતી જેમાં કારની પાછલી સીટમાં મેબલની માં બેઠેલી જોવા મળે છે.

નેશનલ મેરીટાઇમ મ્યૂઝિયમ

નેશનલ મેરીટાઇમ મ્યૂઝિયમ

આ તસવીર ઇંગ્લેન્ડના ગ્રીનવિચમાં નેશનલ મેરીટાઇમ મ્યૂઝિયમ છે. વર્ષ 1966માં રેવ રાલ્ફ આ તસવીર લીધી હતી. તે આ સીડીનો ફોટો પાડી રહ્યા હતા. પણ એ દરમિયાન અહીં કે ધૂંધળી તસવીર જોવા મળી હતી. જો કે ખરેખરમાં આવું કંઇ જ અહીં નહતું.

બ્રાઉન લેડી

બ્રાઉન લેડી

સીડી પર બ્રાઉન લેડીની આ તસવીર ખૂબ જ લોકપ્રિય છે. આ તસવીર ઇગ્લેન્ડના નોરફોલ્કના ઘરની છે.

પતિનું ભૂત

પતિનું ભૂત

આ તસવીરમાં વૃદ્ધ મહિલાની પાછળ જે વ્યક્તિ દેખાય છે તે તેનો પતિ છે. જે તસવીર લીધાના 13 વર્ષ પહેલા મરી ચૂક્યો છે.

ભૂત જેવી આકૃતિ

ભૂત જેવી આકૃતિ

ફિલિપીનમાં બે મહિલાઓએ આ તસવીર લીધી હતી. જેની બાજુમાં કોઇ ભૂત જેવી આકૃતિ દેખાઇ રહી છે. જો કે છોકરીઓના કહેવા જ્યારે તેમણે આ તસવીર લીધી ત્યારે અહીં કોઇ વ્યક્તિ હાજર નહતું. વળી આ તસવીર ડિઝિટલ કેમેરાથી લેવામાં આવી છે.

ડબલ એક્પપોઝર

ડબલ એક્પપોઝર

આ તસવીરમાં ભૂત દેખાય છે પણ ખરેખર આ ફોટોમાં ડબલ એક્સપોઝર ઇફેક્ટનો ઉપયોગ કરાયો છે. આ તસવીર 1963માં રેવરેંડ લીધી છે.

સ્પિરિટ ફોટોગ્રાફી

સ્પિરિટ ફોટોગ્રાફી

સ્પિરિટ ફોટોગ્રાફીની આ તસવીરમાં એક મહિલા દેખાય છે. જો કે આ તસવીર કેટલીક સાચી તે કહેવું મુશ્કેલ છે.

English summary
Ghost are captured in camera. But some of these pictures are not true, where some of them are true. if you don't know how they are captured than see this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X