આ જનજાતિ પોતાના લોકોને મોત બાદ શેકીને ખાઈ જાય છે, દુશ્મનોના અંગોથી પોતાના ઘરને સજાવે છે

આ દુનિયામાં વિવિધ પ્રદેશોમાં રહેતા લોકોના અંતિમ સંસ્કારના પોતાના નિયમો છે. ઘણા લોકો લાશને સળગાવે છે તો કેટલાક દફનાવે છે પરંતુ આજે જે જનજાતિની વાત કરવાના છીએ તે પોતાના લોકોને અંતિમ સંસ્કાર બાદ શેકીને ખાઈ જાય છે.

અહેવાલો અનુસાર, દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ અને વેનેઝુએલામાં જોવા મળતી યાનોમામી જનજાતિ તેના અનોખા રિવાજો માટે જાણીતી છે. યનમ અથવા સિનેમાના નામથી પણ ઓળખાતી આ જનજાતિને આધુનિકીકરણ અને પશ્ચિમીકરણ સાથે દુર દુર સુધી કોઈ સંબંધ નથી. તે આજે પણ પોતાના રિવાજો અને પરંપરાઓ સાથે જીવન જીવે છે.

This tribe roasts and eats its people

આ જનજાતિની અંતિમ સંસ્કાર કરવાની રીત વિચિત્ર છે. એન્ડો-કેનિબલિઝમ નામની આ પરંપરાને અનુસરતી આ જનજાતિમાં મૃતકોનું માંસ ખાવાની અનોખી પ્રથા છે.

એમેઝોન રેઈનફોરેસ્ટમાં વસતી આ જનજાતિના લોક માને છે કે મૃત્યુ પછી શરીરની આત્માને સાચવવાની જરૂર છે. તે માને છે કે આત્માને ત્યારે જ શાંતિ મળે છે જ્યારે તેનું મૃત શરીર સંપૂર્ણપણે બળી જાય અને તેના મૃત શરીરને તેના જીવતા સંબંધીઓ ખાય.

પરંપરા અનુસાર, આ જનજાતિના લોકો મૃતદેહને બાળે છે અને બળેલા શરીરના ચહેરાને રંગ કરે છે. આટલું જ નહીં ગીતો ગાય છે અને સ્વજનના મૃત્યુ પર રડીને પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે. પછી બળેલા માંસને ખૂબ પ્રેમથી ખાય છે.

બીજી તરફ આવી જ એક અસમત જનજાતિ ઓસ્ટ્રેલિયા ખંડમાં સ્થિત ન્યુ ગિનીમાં જોવા મળે છે. આ જનજાતિના લોકો દુશ્મનને મારી નાખે છે અને તેનું માંસ રાંધીને ખાય છે. આ સિવાય તેના હાડકાંનો ઉપયોગ ઘરેણા તરીકે કરે છે અને માથાને તકિયાની જગ્યાએ વાપરે છે.

એક ચૌકાવનારી બાબત એ છે કે કેટલીકવાર ખોપરી તોડીને તેમાંથી વાસણો બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ખાવા માટે કરાય છે. તે આવું એટલા માટે કરે છે કારણ કે તેઓ આદિવાસીઓ પ્રત્યે તેમની બહાદુરી અને વફાદારીનું પ્રદર્શન કરી શકે. આ આદિજાતિના લોકો દુશ્મનનું માથું તંદુરમાં શેકીને ખાય છે.

આ જનજાત માર્યા ગયેલા દુશ્મનોના હાડકાંનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં કરે છે. આ આદિવાસીઓ તહેવાર દરમિયાન બાળકોના પગ વચ્ચે દુશ્મનનું માથું મૂકે છે. માન્યતા છે કે બાળકમાં શત્રુની શક્તિનો પ્રવેશ થાય છે. તે દુશ્મનની કરોડરજ્જુ અને નીચલા ભાગને ટ્રોફીની જેમ પોતાની સાથે રાખે છે. શત્રુના નીચેના જડબાને ઘરમાં રાખવું એ બહાદુરીની નિશાની માનવામાં આવે છે.

આ જનજાતિની એક ચૌકાવનારી બાબત એ છે કે જો કોઈનું મૃત્યુ થાય છે તો તેના મૃતદેહ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. મરનારનું ગળું કાપીને તેનું મગજ અને આંખો બહાર કાઢવામાં આવે છે. તે માને છે કે આનાથી દુષ્ટ આત્માઓને રોકી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X