તમિલનાડુના આ યુવાને ઓટોરિક્ષામાંથી બનાવી દીધુ હરતું-ફરતું ઘર!
જ્યારથી દુનિયામાં વાહનોનો આવિષ્કાર થયો ત્યારથી માનવજાત તેમાં વિવિધ સુધારાઓ અને પ્રયોગો કરતી રહી છે. આ પ્રયોગોમાંથી વાહનોમાં સતત ફેરફાર થયા આવ્યા છે. કેટલાક પ્રયોગો તો એવા છે જે સામાન્ય માણસની કલ્પનાથી પણ બહાર છે. આ પ્રયોગોમાંથી જ માણસને વાહનોમાં ઘર બનાવવાનો વિચાર આવ્યો. જેમાંથી મોટરહોમ્સ, ટુરિસ્ટ વાન કે કારવાં અસ્તિત્વમાં આવ્યા. સમય જતા આ વાહનોમાં વિવિધ ફેરફાર થતા ગયા જેનાંથી તે વધુ મજબૂત અને વિશ્વાસપાત્ર બન્યા.

હરતું ફરતું ઘર
આજે આપણે એક એવા જ પ્રયોગની વાત કરવાના છીએ. આ વાત છે તમિલનાડુના નામક્કલના 23 વર્ષીય પીઆર અરુણ પ્રભુની. જેને ઓટો રિક્ષામાં ઘર બનાવવાનો વિચાર આવ્યો.

હરતું ફરતું ઘર
બેંગ્લોરમાં ડિઝાઇન અને આર્કિટેક્ચર સ્ટાર્ટઅપ બિલબોર્ડમાં કામ કરતા પીઆર અરૂણ પ્રભુએ એક બજાજના આરઈ થ્રી-વ્હીલર પીક-અપ ઓટોને ઘરમાં બદલી નાંખી છે.

હરતું ફરતું ઘર
આ ફક્ત જુગાડ નથી, આમાં એન્જિનિયરીંગ અને પેકેજિંગ કુશળતાનો પ્રભાવશાળી ઉપયોગ કર્યો છે. આ ઓટોને ઘરમાં બદલવા માટે પાંચ મહિનાનો સમય અને એક લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

હરતું ફરતું ઘર
અરુણ હંમેશાં જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો, તેના મગજમાં ઘણા નવા વિચારો આવ્યા અને તેને ત્રણ પૈડાવાળી ઓટો રિક્ષામાંથી ઘર બનાવવાનું પસંદ કર્યુ.

હરતું ફરતું ઘર
ઓટો રિક્ષામાંથી ઘર બનાવવુ શરૂઆતમાં ઘણું કપરૂ હતુ. જગ્યાઓનો અભાવ, સ્થિરતા, પ્રોજેક્ટ માટે ફંડ વગેરે પડકારો હતા. આ તમામ પડકારોનો સામનો કરીને અરુણે પોતે સપનું સાકાર કરવાનો નિર્ણય કર્યો અને આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. શરૂઆતમાં અરુણે એક જૂની બજાજ આરઇ ખરીદી અને પાછળના ભાગમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું. આ ઓટોને ઘરમાં ફેરવવા ઘણું સંશોધન કર્યું અને પછી તે કામ આગળ વધાર્યુ.

હરતું ફરતું ઘર
આ નાના મકાનમાં રહેવા માટેની તમામ સુવિધાઓ છે. બેડરૂમ, બાથરૂમ, રસોડું, સ્ટડી તેમજ વોટર હીટર અને શૌચાલય પણ છે. ઘરની છત પર 250 લિટરની પાણીની ટાંકી મુકાઈ છે. વીજળી માટે 600 વોટની સોલર પેનલ પણ છે, જે બેટરી ચાર્જ કરે છે. આ ઘરની છત પર એક લાઉન્જ ખુરશી પણ છે, જેના પર તમે બેસીને આરામ કરી શકો છો.
IRCTC: આ ટિકિટ બુકિંગ પર મફત મળશે 50 લાખ સુધીનો ટ્રાવેલ ઈન્સ્યોરન્સ