દુનિયાના 10 શહેર, જ્યાં આતંકી હુમલા સામાન્ય વાત

Posted By:
Subscribe to Oneindia News

ઇરાક દુનિયાનો એવો દેશ છેકે જે દરેક સંપન્નતા છતા અનેક સંઘર્ષોનો સાક્ષી બન્યો છે. એક સમયે અહીં તેલના કારણે લડાઇ થતી હતી તો આજે ISIS જેવુ ખતરનાક આતંકી સંગઠન પોતાની તાકાત અને શાનની લડાઇ લઢી રહ્યું છે.

આ લડાઇથી સૌથી વધુ નુકસાન અહીંના નાગરિકોને થયુ છે. ઇરાકમાં દરેક વર્ષે અનેક બ્લાસ્ટ થાય છે. અને તેમા હજારો નાગરિકોના જીવ જાય છે. આવો વાત કરીએ દુનિયાના એવા 10 શહેરની કે જ્યાં આતંકી હુમલા અને આતંકી હુમલાના કારણે થતા મોત એક સાધારણ વાત બની ગઇ છે.

 

વેરિસ્ક મેપેલક્રૉફ્ટ તરફથી તૈયાર કરવામાં આવેલા એક લીસ્ટમાં ગ્લોબલ અલટર્સ ડેશબોર્ડ એટલે કે ગૈડ તરફથી તૈયાર કરવામાં આવેલા લીસ્ટમાં આ શહેરોના નામ આપવામાં આવ્યા છે.

બગદાદ
  

બગદાદ

સિંદબાદનું શહેર બગદાદ હવે ISISના કારણે આંતકી હુમલાઓનું ગઢ બની ગયુ છે. લીસ્ટમાં પહેલા નંબરે આવેલ બગદાદમાં ગત વર્ષે 380 આતંકી હુમલા થયા છે. આ આતંકી હુમલામાં 1141 લોકોના મોત થયા છે. તો 3,654 લોકો ઘાયલ થયા છે.

મોસુલ, ઇરાક
  

મોસુલ, ઇરાક

ઇરાકનું એક શહેર મોસુલ આ લીસ્ટમાં બીજા નંબરે છે. આ એ શહેર છેકે જ્યાં ISISએ 39 ભારતીયોને પોતાના કબ્જામાં રાખ્યા હોવાના સમાચાર છે.

અલ રમાદી, ઇરાક
  
 

અલ રમાદી, ઇરાક

ઇરાકનું અલ રમાદી આ લીસ્ટમાં ત્રીજા નંબર પર છે. રીપોર્ટ અનુસાર આ શહેર ISISનો મુખ્ય ગઢ બની શકે છે. કારણ કે ISIS અહીં ઝડપથી પોતાની ગતિવિધીઓ વધારી રહ્યું છે.

બબુકાહ, ઇરાક
  

બબુકાહ, ઇરાક

એક સમયે ઇરાકનું શહેર બબુકાહ અમેરિકી ફૌજ માટે મહત્વનું શહેર હતુ પણ આજે અહીં લોકો આંતકી હુમલામાં પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આ શહેર લીસ્ટમાં ચોથા નંબર પર છે.

કિરકુક, ઇરાક
  

કિરકુક, ઇરાક

દક્ષિણ ઇરાક સ્થિત કિરકુક શહેર ISIS હસ્તક ઇરબિલથી માત્ર 83 કિલોમીટર દુર છે. કિરકુક પાચમુ શહેર છે કે જ્યાં આતંકી હુમલાના કારણે સૌથી વધુ મોત થયા છે.

અલ હિલ્લા, યા હિલ્લા, ઇરાક
  

અલ હિલ્લા, યા હિલ્લા, ઇરાક

બગદાદના દક્ષિણમાં સ્થિત હિલ્લા લીસ્ટમાં છઠ્ઠા નંબરે છે. આ શહેર એક સમયે બેબીલોન સભ્યતાના પ્રતિક સમાન હતુ.

પેશાવર, પાકિસ્તાન
  

પેશાવર, પાકિસ્તાન

વર્ષ 2014માં આર્મી સ્કુલ પરના હુમલાથી ધ્રુજનાર પેશાવર આ લીસ્ટમાં સાતમા નંબરે છે. પેશાવર, અફઘાનિસ્તાન સીમાથી થોડા જ અંતર પર છે.

બેનગાઝી, લિબીયા
  

બેનગાઝી, લિબીયા

લિબીયાનું બીજુ સૌથી મોટું શહેર અને વર્ષ 2011માં મુઆમ્માર ગદ્દાફીની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરનાર બેનગાઝી આ લીસ્ટમાં આઠમા નંબર પર છે.

ક્વેટા, પાકિસ્તાન
  

ક્વેટા, પાકિસ્તાન

પાકિસ્તાનના બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં પણ આતંકી હુમલા નવી વાત નથી.

 હસાઉ ખેલ, પાકિસ્તાન
  

હસાઉ ખેલ, પાકિસ્તાન

પાકિસ્તાનના નોર્થ વજરિસ્તાનમાં સ્થિત હસાઉ ખેલ કે જ્યાં હાલમાં પાક સેના દ્વારા આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન જર્બ-એ-અબ્જ ચાલી રહ્યું છે.

English summary
Top 10 cities of world likely victim of deadliest terrorist attacks. Iraq tops the list with its six cities in it.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.