For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : જુઓ દુનિયાના સૌથી મોંધા જહાજો અને તેની અધધધ કિંમત

|
Google Oneindia Gujarati News

જો તમે કોઇ વસ્તુની કિંમત જાણીને તેવું થતું હોય કે ઓહ આ તો બહુ મોંધુ છે. તો પછી આ આર્ટીકલ વાંચતા જ નહીં કારણ કે આજે અમે જે પાણીમાં તરતા રાજમહેલ વિષે તમને જણાવાના છીએ તેની કિંમત અને તેના પાછળ લખાયેલા શૂન્યોની ગણતરી કરીને તમે જરૂરથી થાકી જશો.

કારણ કે આજે અમે તમને દુનિયાના 10 સૌથી મોંધા જહાજો અને તેમની કિંમત વિષે જણાવાના છીએ. આ જહાજો પર દુનિયાભરમાં તમામ એશો આરામની વસ્તુઓ છે. સાથે જ આ મોંધા જહાજોના માલિકા વિષે પણ અમે આ આર્ટીકલમાં તમને જણાવીશું.

ત્યારે આ પાણી પર તરતા રાજમહેલાની ખાસ તસવીરો અને તેના વિષે કેટલીક રસપ્રદ માહિતીઓ જાણો આ ફોટોસ્લાઇડરમાં...

10. દ રાઇઝિંગ સન- 200 મિલિયન

10. દ રાઇઝિંગ સન- 200 મિલિયન

દ રાઇઝિંગ સન, ઓરેકલના સીઇઓ લૈરી એલિસનના આ પ્રાઇવેટ જેટને અમે 10મો ક્રમ આપ્યો છે. ચાલતી ફરતી ફાઇવ સ્ટાર હોટલ સમાન આ યાર્ટની કિંમત 200 મિલિયન ડોલર છે.

9. સેવેન સીઝ- 200 મિલિયન

9. સેવેન સીઝ- 200 મિલિયન

સેવેન સીઝ, ડચ શિપયોર્ડ ઓસિયેનોએ આ જહાજનું નિર્માણ કર્યું છે. તેમાં પર્સનલ જીમ, હેલીપેડ, પ્રાઇવેટ ડેક, સ્વિમિંગ પુલની સાથે 26 ક્રૂ મેમ્બર પણ છે જે મહેમાનોનું સ્વાગત કરે છે. આ યાર્ટની કિંમત 200 મિલિયન છે. અને તેના માલિક છે સ્ટીવન સ્પીલબર્ગ.

8.લેડી મૌરા- 210 મીલિયન ડોલર

8.લેડી મૌરા- 210 મીલિયન ડોલર

સાઉદી અરબના શેખ અને જાણીતા બિઝનેસમેન નાસિર અલ-રાશિદના આ યાર્ટની અંદર તેવી તમામ વસ્તુઓ છે જે તમારી કલ્પનાની બહાર હોય. તેની કિંમત છે 210 મિલિયન.

7.અલ મિરકાબ- 250 મિલિયન

7.અલ મિરકાબ- 250 મિલિયન

કતારના વડાપ્રધાન હમદ બિન જસીમ બિન જબર અલ થાનીના આ યાર્ટને ટિમ હેવૂડે ડિઝાઇન કર્યો છે. આ યાર્ટમાં કુલ 10 સૂટ છે. અને તેની કિંમત છે 250 મિલિયન.

6.દિલબર- 263 મિલિયન

6.દિલબર- 263 મિલિયન

જાણીતા બિઝનેસમેન અલિસર ઉસ્માનો આ જહાજનું નિર્માણ 2008માં કરાવ્યું હતું. આ યાર્ટને પણ ટિમ હેવૂડે જ બનાવ્યું છે. તેમાં કુલ 20 મહેમાનો રોકાઇ શકે છે. આ યાર્ટની કિંમત 263 મિલિયન ડોલર છે.

5. અલ સઇદ- 300 મિલિયન

5. અલ સઇદ- 300 મિલિયન

ઓમાનના સુલ્તાન કબૂસ બિન સઇદ અલ સઇદ આ યાર્ટના માલિક છે. આ દુનિયાનું બીજું સૌથી મોટું યાર્ટ છે. તેમાં 70 મહેમાનો રોકાઇ શકે છે. અને તેમાં કુલ 154 ક્રૂ મેમ્બર છે.

4. સુપરયાર્ટ- 323 મિલિયન

4. સુપરયાર્ટ- 323 મિલિયન

રુસના જાણીતા બિઝનેસમેન એન્ડ્રે મૈલ્કેન્કે આ સુપરયાર્ટના માલિક છે. આ જાણીતી યાર્ટને જાણીતા ડિઝાઇનર ફિલ્પ સ્ટોર્કે બનાવી છે. 14 મહેમાનોને સમાવતી આ યાર્ટ જેવું બીજું કશું જ નથી. 43 ક્રૂ મેમ્બરવાળી આ યાર્ટની કિંમત 323 મિલિયન છે.

3. દુબઇ - 350 મિલિયન ડોલર

3. દુબઇ - 350 મિલિયન ડોલર

દુબઇ શહેર પરથી આ યાર્ટનું નામ પાડવામાં આવ્યું છે. બુરનેઇના સુલ્તાન ઝફરી બોલ્કિયાએ આ યાર્ટનું નિર્માણ 1996માં કરાવ્યું હતું. પણ નાણાંની અગવડના લીધે તેનું નિર્માણ ફરી 2001માં શરૂ કરવામાં આવ્યું. જેમાં યુનાઇટેડ અરબ અમિરાતના વડાપ્રધાન શેખ મુહમ્મદ બિન મકતૂમ આ પ્રોજેક્ટમાં પોતે સાથ આપ્યો.

2. એકલિપ્સ- 800 મિલિયન

2. એકલિપ્સ- 800 મિલિયન

આ ખૂબ જ સુંદર અને શાનદાર યાર્ટ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોંધુ અને શાનદાર જહાજ છે. રશિયાના ઉદ્યોગપતિ રોમન એબ્રોમોવિચે આ યાર્ટના માલિક છે. તેની કિંમત 800 મિલિયન ડોલર છે.

1. સ્ટ્રીટ ઓફ મોનૈકો- 1 બિલિયન ડોલર

1. સ્ટ્રીટ ઓફ મોનૈકો- 1 બિલિયન ડોલર

દુનિયાની સૌથી મોંધી યાર્ટ, જેની કિંમત છે 1 બિલિયન ડોલર. અને આ ખાલી એક યાર્ટ જ નથી આ છે સમુદ્રમાં તરતું શહેર. આ યાર્ટ પર મકાનો, ઓફિસ, ડેક, જીમ, રેસ્ટોરન્ટ, હેલીપેડ બધુ જ છે.

English summary
Ever wondered about world's most expensive rides on sea. Here we are presenting a pictorial about top 10 world's most expensive yacht in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X