For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતીલાલાનો અનોખો વિરોધ: ગધેડાથી ખેંચાવી ટોયોટા લેન્ડ ક્રૂઝર કારને

|
Google Oneindia Gujarati News

કહેવાય છે ને કે જ્યારે ગુજરાતીનું માથું ફરે છે ત્યારે તે બધાની પાથારી ફેરવી નાંખે છે. ત્યારે આવું જ કંઇક ખરેખરમાં સુરતના એક વ્યક્તિ જોડે. આ સુરતી લાલાએ હાલમાં જ લક્ઝરી કાર ટોયોટા લેન્ડ ક્રૂઝર એસયુવી ખરીદી હતી.

પણ જ્યારે આ મોંધી ડાટ કારે, ધાર્યું પરિણામ ના આપ્યું અને તેના ડિલરે પણ હાથ ઉપર કરી દીધા ત્યારે આ સુરતી લાલાએ "ડોન્કી પાવર"થી આ કારને ચલાવીને કંપનીની છડેચોક આબરૂ નિલામ કરી નાંખી.

ત્યારે આ અનોખા વિરોધ પ્રદર્શનની કેટલીક ખાસ તસવીરો અને વિગતવાર માહિતી જાણો આ ફોટોસ્લાઇડરમાં...

સુરતી લાલાનો વિરોધ

સુરતી લાલાનો વિરોધ

સુરતના વેપારી એવા તુસાર ઘેલાનીએ થોડા દિવસ પહેલા જ પોતાની મનગમતી કાર શહેરના ટોયોટા ડિલરશીપથી ખરીદી હતી. નોંધનીય છે કે ટોયોટા લેન્ડ ક્રુઝરની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

તુસાર ભાઇ

તુસાર ભાઇ

જો કે તુસાર ભાઇના કહેવા મુજબ ખરીદવાના થોડા દિવસ બાદ જ આ કારમાં કેટલીક ટેકનિકલ ખામીઓ દેખાવાની શરૂઆત થઇ. જેના લીધે તેમને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી.

ડિલર

ડિલર

જે અંગે તેમને ટોયોટા કંપનીના ડિલર જોડે ફરિયાદ પણ કરી. પણ ડિલર પણ આજ કરું, કાલ કરું તેવા ઠાલા વચનો આપી તુસાર ભાઇને ભારે હેરાન કર્યા.

સ્પેર પાર્ટ્સ

સ્પેર પાર્ટ્સ

તે બાદ તો તુસાર ભાઇ એવા કંટાળ્યા કે પૂછા ના વાત તેમ કહ્યું કે "ટોયોટો લેન્ડ ક્રુઝર કરતા તેમને ટાટાની નૈનો લીધી હોત તો સારું હોત એટલીસ્ટ તેના સ્પેર પાર્ટ તો મને સરળતાથી મળતા!"

ડિલરનો પાઇન્ટ ઓફ વ્યૂ

ડિલરનો પાઇન્ટ ઓફ વ્યૂ

ડિલરનું કહેવું છે કે તે એસયુવીને મુંબઇ મોકલવા તૈયાર છે. વધુમાં તેમણે કબૂલ્યું કે આ કારમાં ફયૂઅલની થોડી સમસ્યા છે. જેને ઠીક કરતા થોડો સમય લાગશે. જો કે બીજી તરફ તુસાર ભાઇની ઇચ્છા છે કે તેને તરત જ ઠીક કરાય.

રાહુલ ગાંધીથી લઇને અમિતાભ સુધી

રાહુલ ગાંધીથી લઇને અમિતાભ સુધી

નોંધનીય છે કે ટોયોટાની લેન્ડ ક્રૂઝર કાર, શ્રેષ્ઠ લક્ઝરી કારોમાંથી એક છે. અને ભારતના અનેક જાણીતા સેલેબ્રિટીઓના ઘરની શોભા પણ છે. રાહુલ ગાંધીથી લઇને અમિતાભ બચ્ચન પણ આ કાર ચલાવે છે.

કંપની થઇ બદનામ

કંપની થઇ બદનામ

ત્યારે આટલી મોટી કંપનીની કારને ગધેડાથી ખેંચાવીને તુસાર ભાઇને ખરેખરમાં કંપનીની ઇજ્જતને પાણીમાં ડૂબાડી દીધી છે.

પહેલી વાર નહીં

પહેલી વાર નહીં

જો કે આવું પહેલી વાર નથી બન્યું. વડોદરામાં પણ મર્સિડિઝ બેન્ઝની લક્ઝરી કારને એક ગુજરાતીએ પરેશાન થઇને આવી જ રીતે ગધેડાથી ખેંચવડાવી છે.

English summary
Toyota Land cruiser pulled by donkeys in surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X