Video: પત્ની માટે ચાર હથિયારબંધ બદમાશો સાથે લડી ગયો
બ્રિટનમાં લૂંટની ઘટનાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં ઘરના માલિકે કોઇ શસ્ત્ર વિના મકાનમાં ઘૂસેલા ચાર સશસ્ત્ર લૂંટારુઓનો મારી મારીને ભગાડી દીધા હતા. તેણે પોતાનું ઘર ચોરી કરતા બચાવ્યું, એટલું જ નહીં પરંતુ તેને પોતાની પત્નીનો જીવ પણ બચાવી લીધો. આ વ્યક્તિનું નામ આસિફ અલી જણાવવામાં આવી રહ્યું છે. તે પોતાની પત્ની સાથે ગ્રેટર માન્ચેસ્ટરના બમફોર્ડમાં રહે છે.

ત્રણ બદમાશોને અલીએ મુક્કા માર્યા
મંગળવારે રાત્રે 9.15 વાગ્યે એસ્ટેટ એજન્ટ આસિફ અલીના મકાનમાં કેટલાક માસ્ક પહેરીને બદમાશો ઘૂસી ગયા હતા. ચોરોના અંદર જતાની સાથે જ અલી તેના પર તૂટી પડ્યો. ત્યાં સુધીમાં તેના અન્ય બે સાથીઓ આવી ગયા હતા. અલી તેમની સાથે પણ લડી ગયો. અલીએ ત્રણેય બદમાશો પર મુક્કા મારવાનું ચાલુ કરી દીધું. અલીને ત્રણ બદમાશોને ઘરની બહાર ધકેલી દીધા હતા. આ પછી તેઓ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે બદમાશો તેમને ધકેલી દે છે.

ત્યારપછી હુમલો કરવા આવેલા બદમાશોની હિંમત તૂટી
દરવાજા બંધ કરવામાં નિષ્ફળ થયા પછી અલી અંદર દોડી ગયો. અલી રસોડામાં ગયો અને બે છરીઓ ઉપાડી. જ્યારે બદમાશોએ ફરી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે અલીએ તેમના પર છરી વડે હુમલો કર્યો. આ પછી માસ્ક કરેલા ચોરોની હિંમત તૂટી ગઈ હતી અને તેઓ નાસી છુટયા હતા. જે બાદ અલીની પત્ની પણ નીચે આવી ગઈ. જે ઉપરના માળે સૂતી હતી. આ પછી ચોરો ઘરની દિવાલ કૂદીને ભાગી ગયા હતા.
|
સીસીટીવી કેમેરામાં બદમાશો ભાગતા જોવા મળ્યા
આ દરમિયાન અલીની પત્ની જાગી ગઈ. તે તરત જ પોલીસને બોલાવે છે. આ પછી, તે તેના પતિ પાસે આવે છે. ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં બદમાશો ભાગતા જોવા મળ્યા હતા. આખી ઘટના અલીના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં અલી હિંમતભેર ચોરો સામે લડતો જોવા મળી રહ્યો છે. હુમલો થયા પછી અલીએ કહ્યું કે લડવાનું પ્રથમ કારણ તેની પત્ની ચાર્લેટ ની રક્ષા કરવાનું હતું. જે તે સમયે ઉપરના માળે સૂઈ રહી હતી.
વીડિયો: 20 બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાની જેમ ભર્યા હતા