
માતા બનવું છે, પણ વીર્ય 3000 કિમી દૂર છે, વાંચો ચોંકાવનારો કિસ્સો
દરેક છોકરી માતા બનવાનું સપનું જુએ છે. આ માટે તે પ્રેગ્નેન્સી દરમિયાન તમામ તકલીફો સહન કરવા તૈયાર હોય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં શારીરિક સમસ્યાઓના કારણે માતા બનવામાં ઘણી સમસ્યાઓ આવે છે. જોકે IVFએ હવે કોમ્પલિકેશન પછી પણ માતા બનવું ઘણું સરળ બનાવી દીધું છે.
યુકેમાં રહેતી એક મહિલા આઈવીએફ કરાવ્યા પછી પણ માતા બની શકતી નથી. વાસ્તવમાં તેને જે સ્પર્મ જોઈએ છે, તે તેનાથી 3 હજાર કિલોમીટર દૂર છે. તેણી તેને મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ હજૂ સુધી સફળતા મળી નથી. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના.

યુકેમાં છે મહિલા અને યુક્રેનમાં પતિ
ધ મિરરના રિપોર્ટ અનુસાર, 37 વર્ષની ઈરિના લિટવિનોવા યુક્રેનની છે. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે તેણે દેશ છોડીને બ્રિટનમાંઆશરો લેવો પડ્યો હતો. ઈરિના બ્રિટનમાં શરણાર્થી તરીકે રહે છે, જ્યારે તેનો પતિ સર્ગેઈ યુક્રેનમાં રહે છે.

યુદ્ધના કારણે તે એમ્બ્રીયો પોતાની સાથે લાવી શકી ન હતી.
ઈરિનાએ જણાવ્યું હતું કે, યુક્રેન છોડવાના થોડા મહિના પહેલા તેણે એમ્બ્રીયો ફ્રીઝિંગ કરાવ્યું હતું, પરંતુ યુદ્ધના કારણે તે એમ્બ્રીયો પોતાની સાથે લાવી શકી ન હતી.

શુક્રાણુ મેળવવામાં ઘણી સમસ્યાઓ
ઈરિના કોઈપણ ભોગે યુક્રેનથી તેના પતિના સ્પર્મ મેળવવા માંગે છે. આ માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેઆત્મવિશ્વાસથી ભરેલી છે અને તેને આશા છે કે તે જલ્દી જ આ મિશનમાં સફળ થશે અને તેના પતિના વીર્ય તેના સુધી પહોંચશે.

માતૃત્વની મારી તકો ઘટી રહી છે
ઈરિના જણાવે છે કે, મારા માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે, તેમ તેમ માતૃત્વની મારી તકો ઘટી રહીછે. તેની પાછળનું કારણ એ છે કે, ઈરિના એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના નીચા સ્તરે છે.