For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાંક મરવું બેન છે તો ક્યાં આ, જાણશો તો ચોંકી જશો, અજીબ BAN

|
Google Oneindia Gujarati News

તમે ક્યારેક સાંભળ્યું છે કે તમે કોઇ બિમાર વ્યક્તિને મળવા જાવ તો તમારે તમારા ચહેરા પર સ્મિત બનાવીને રાખવાનું નહીં તો ત્યાંની સરકાર તમને દંડ કરશે. તમને થશે આવું તો કંઇ વળી થતું હશે તો વધુ સાંભળો એક દેશ છે જ્યાં માણસના મરવા પર પણ પ્રતિબંધ છે. બોલો. કંઇક આવા જ અજીબો ગરીબ પ્રતિબંધો વિષે આજે અમે તમને જણાવાના છીએ.

તો જો તમને થતું હોય કે ભાઇ ભારત જેવા લોકતાંત્રિક દેશમાં જ વધુ પડતા પ્રતિબંધો છે તો આર્ટીકલ સાચા અર્થમાં તમારી આંખો ખોલી દેશો. તો થોડુંક હાસ્ય થોડુંક અજીબો ગરીબ અને ખૂબ બધા તથ્યોથી ભરેલા આ આર્ટીકલ વાંચો અને તમારો દિવસ બનાવો....

ઘુરકવા પર પ્રતિબંધ

ઘુરકવા પર પ્રતિબંધ

ઇટલી (મિલાન)માં ધુરકિયા કરીને તમે તમારી નારાજગી બિલકુલ પણ ના બતાવી શકો કારણ કે તે ત્યાં પ્રતિબંધિત છે. તો તમારે હંમેશા સ્માઇલ પ્લીઝના મોડમાં જ ત્યાં રહેવું પડે. તે જો તમે કોઇની અંતિમવિધિમાં જતા હોવ કે બિમાર વ્યક્તિને મળવા જતા હોવ તે પણ ઇટલીમાં તો થોડા ડાચા સારા રાખજો.

શિંગાપોરમાં છે ચિંગમ પર પ્રતિબંધ

શિંગાપોરમાં છે ચિંગમ પર પ્રતિબંધ

શિંગાપોરમાં ચિંગમની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ છે. અને તમે ત્યાં ચિંગમ ચવાવતા જોવા મળ્યા તો તમને થઇ શકે છે દંડ

ટક ટક કરીને નહીં ચાલવાનું

ટક ટક કરીને નહીં ચાલવાનું

ઇટલીના કેપ્રી નામના આઇલેન્ડમાં ફિલ્પ ફ્લોપ સેન્ડલ અને તેવા સેન્ડલ જે ચાલતી વખતે અવાજ કરે તેના પર પ્રતિબંધ છે.

ઓસ્ટ્રેલિયામાં બલ્બ બદલવા પર પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયામાં બલ્બ બદલવા પર પ્રતિબંધ

લો બોલો હવે તેમે તમારા ઘરન બલ્બે ના બદલી શકો! અરે ભાઇ ઓસ્ટ્રેલિઆના વિક્ટોરિયામાં તો એવું જ છે. જો તમે અધિકૃત લાયસન્સ વાળા ઇલેક્ટ્રિસ્યન નથી તો તમે બલ્બ ના બદલી શકો.

ફ્રાંસમાં રસ્તા પર ના થૂંકી શકો

ફ્રાંસમાં રસ્તા પર ના થૂંકી શકો

ભાઇ મને તો આ પ્રતિબંધ સૌથી વધુ ગમ્યો કાશ ભારતમાં પણ થૂંકવા પર લોકો જોડેથી 1000 રૂપિયા લેવામાં આવતો હોત રસ્તા જાતે જ ચોખ્ખા થઇ જાત.

સ્પેનમાં મરવા પર પ્રતિબંધ

સ્પેનમાં મરવા પર પ્રતિબંધ

સ્પેનના શહેર Andalusianમાં મૃત્યુ પામવા પર પ્રતિબંધ છે. એટલું જ નહીં બ્રાઝિલના એક શહેરમાં પણ મરવાને ગેરકાનૂની કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી ત્યાંની સરકાર સ્મશાન માટે નવી જમીન નથી ખરીદી લેતી તમે મરી નથી શકતા. માટે ત્યાંના લોકોને તેમના સ્વાસ્થયનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

ઇટલીમાં ગ્લોડ ફિશના એક્વેરિયમ પર પ્રતિબંધ

ઇટલીમાં ગ્લોડ ફિશના એક્વેરિયમ પર પ્રતિબંધ

ઇટલીના મોન્ઝા કરીને એક જગ્યા છે જ્યાં તમે ગોલ્ડફિશને એક પાણી ભરેલા પોટમાં ભરીને ઘરમાં ના રાખી શકો.

ઇટલીમાં કારમાં કિસ કરવી છે BAN

ઇટલીમાં કારમાં કિસ કરવી છે BAN

ઇટલી (ઇબોલી)માં ચાલતી ગાડીએ તમે તમારા પ્રેમી કે પ્રેમીકાને કિસ ના કરી શકો. કારણ કે આમ કરવા જતા અકસ્માત થવાની શક્યતા છે. અને ભૂલથી પણ તમે આમ કરતા પકડાયા તો તમારે ભરવો પડશે મોટો દંડ.

ડેનમાર્કમાં તમે પોતાના છોકારાનું નામ ના રાખી શકો

ડેનમાર્કમાં તમે પોતાના છોકારાનું નામ ના રાખી શકો

જરા વિચારો તો કરો ડેનમાર્કમાં તમે પોતાના છોકરા કે છોકરીનું નામ પણ ના રાખી શકો. તમારે તે માટે સરકાર દ્વારા માન્ય રાખેલા 7,000 નામોમાંથી જ તમારા બાળકનું નામ પસંદ કરવું પડે. આવા તો કંઇ પ્રતિબંધો હોતા હશે વળી??

English summary
It is sometimes so funny to hear that a thing which can be legal and authentic can be banned in many countries. Since humans seek freedom to do anything in life, putting a ban on essential things can be quite annoying actually.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X