ચીનના વિચિત્રને આશ્ચર્યજનક તથ્યો, કૂતરાના પર્વથી કૌમાર્ય સુધી

Posted By:
Subscribe to Oneindia News

ચીનમાં તમને તમામ જાણીતી અને બ્રાન્ડેડ કંપનીઓના કોપી પ્રોડક્ટ મળી છે અને તેમ છતાં આપણે કહેતા રહીએ છીએ કે ચીનની વસ્તુઓ ટકતી નથી. અને મેન પોઇન્ટ તો એ છે કે આમ કહેવા છતાં આપણને ચીનની સસ્તી આઇટમો ખરીદવામાં ભારે રસ હોય છે. અને આજ કારણે ચીની વસ્તુઓ ભારતીય અને અન્ય દેશોની માર્કેટને બગાડી રહી છે. જો કે આવી સિરીયસ વાતોને બાદ કરીએ તો હકીકત એ પણ છે કે ચીન હવે નવી તાકાત બનીને ઊભર્યું છે.

કહેવાય છે કે ચીનમાં કશું પણ શક્ય છે અને આજે અમે તમને ચીન વિષે જે અજીબો ગરીબ તથ્યો જણાવાના છીએને તે જાણીને તમને પણ થશે કે "હે ભગવાન ચીનમાં આવું આવુંય થાય છે!" ખરેખરમાં આ તથ્યો જાણીને તમને એરેરાટી પણ ચઢશે અને વિચિત્રતા પણ લાગશે કે ચીન લોકો આવા પણ હોય છે. તો હવે વધુ વાતો છોડા અને વાંચો આ રસપ્રદ પણ ચીતરી ચઢે તેવા તથ્યો વિષે....

તમારું કૌમાર્ય પાછું મેળવી લો
  

તમારું કૌમાર્ય પાછું મેળવી લો

ચીનમાં તમે અપરણિત સ્ત્રી છો અને તમારું કૌમાર્ય ખોઇ ચૂક્યા છો તો લગ્ન પહેલા તમે તમારું કૌમાર્ય ઓપરેશન કરીને પાછું મેળવી શકો છે. વધુમાં ચીની સ્ત્રીઓ કોસ્મેટિક સર્જરી લગ્ન પહેલા મોટો ખર્ચો કરે છે.

બાથરૂમથી ઇંડા બોઇંલ કરવા
  

બાથરૂમથી ઇંડા બોઇંલ કરવા

10 વર્ષની નાની ઉંમરના બાળકોના સ્કૂલ ટાયલેટમાંથી તેમનું આખા દિવસનું બાથરૂમ ભેંગુ કરીને તે બાથરૂમથી ઇંડા બોઇલ કરીને ખાવાથી અનેક સ્વાસ્થયવર્ધક લાભો થાય છે તેવું માનીને અનેક ચીની લોકો આવું કરે છે, ભાઇ યકનેસની પણ હદ્દ હોય છે!

ક્યાં પણ સૂઇ જવું
  

ક્યાં પણ સૂઇ જવું

ચીની લોકો કદી પણ, ભૂલથી પણ પોતાની બપોરની નીંદર નથી છોડતા. તે ખાધા પછી જ્યાં જગ્યા મળે ત્યાં સુધી જાય છે રસ્તા પર પણ. વળી ચીનની તમામ શાળામાં ખાધા પછી 30 મીનિટનો સમય સૂવા માટે આપવામાં આવે છે.

કૂતરાઓને ખાવા
  

કૂતરાઓને ખાવા

ચીનમાં કૂતરા ખાવાનો પર્વ થાય છે. જેમાં મોટી માત્રામાં કૂતરાનું માંસ ખવાય છે. તેવું મનાય છે કે કૂતરાનું માસ ખાવાથી શરીરની ગરમી વધે છે અને સારું નસીબ પણ મળે છે.

ભાડે બોયફેન્ડ
  

ભાડે બોયફેન્ડ

લૂનાર ન્યૂયર સુધીમાં જો કોઇ છોકરી કોઇ છોકરાને પસંદ નથી કરતી તો તેને અપશુકન માનવામાં આવે છે. માટે જ મહિલાઓ આ અપશુકનમાંથી બચવા માટે આ સમય દરમિયાન ભાડે બોયફ્રેન્ડ રાખે છે.

બાળક જોઇએ છે તો સરકારની પરવાનગી લો
  

બાળક જોઇએ છે તો સરકારની પરવાનગી લો

ચીનમાં તમારે બાળક પેદા કરવું હોય તો પહેલા તમારે સરકારી તંત્ર પાસે જઇને 3 મહિલા પહેલા બાળકના પ્લાનિંગનું એક ફોર્મ ભરવું પડે. પછી જો તમને સરકાર રજા આપે તો તમે બાળક પેદા કરી શકો. નોંધનીય છે કે પહેલા ચીનમાં એક બાળકની પોલીસી હતી જે હવે બે બાળક કરવાની છૂટ આપે છે પણ તે માટે તમારે પરવાનગી તો લેવી જ રહી.

સંડાસ કરવા માટે ફાટેલે પેન્ટ
  

સંડાસ કરવા માટે ફાટેલે પેન્ટ

ચીની બાળકો સરળતાથી સંડાસ જઇ શકે અને પેન્ટ કાઢવામાં સમય બરબાદ ના થાય તે માટે કરીને ચીની બાળકોના પેન્ટ નીચેથી ફાટેલા હોય છે. અને આવા પેન્ટ તમામ બાળકો પહેરે છે જે ખૂબ જ કોમન હોય છે.

English summary
China is a place where you can get a copy of all the famous and branded goods and we laws say that there will be no guarantee of this Chinese product. Still we like to buy Chinese items as their cuteness will draw us towards them.
Please Wait while comments are loading...