
નાસાએ પહેલીવાર 'ભગવાનના હાથ'ની તસવીર જાહેર કરી, આ કારણે હવે થઈ રહ્યા છે ગાયબ
બ્રહ્માંડમાં છૂપાયેલાં રહસ્યો ખોજવાના ઉદ્દેશ્ય સાથે નાસા કેટલાય મહત્વના પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. અગાઉ આ એજન્સીના બધા જ પ્રોજેક્ટ સિક્રેટ રાખવામાં આવતા હતા, પરંતુ હવે નાસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. સાથે જ તેમના તરફથી અવાર-નવાર કોઈને કોઈ સ્પેશિયલ ફોટો જરૂર પોસ્ટ કરવામાં આવે છે. હવે સોશિયલ મીડિયા પર નાસાની એક ખાસ તસવીર વાયરલ થઈ રહી છે. (પહેલી અને બીજી તસવીર સિવાયની બધી તસવીરો સાંકેતિક છે.)

તસવીર પોસ્ટ કી જાણકારી આપી
નાસાએ ઈન્સ્ટાગ્રામ પર અંતરિક્ષનો એક ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે, આ તસવીરમાં ગોલ્ડ જેવો દેખાતો આકાર એનર્જીનો એક નેબ્યુલા છે, જે સ્ટાર્સ ટૂટ્યા બાદ રહી ગયો છે. પલ્સર જેને PSR B1509-58 નામે ઓળખવામાં આવે છે, આ સ્ટાર્સ ટૂટ્યા બાદ તેનાથી જ ફેલાયેલા પાર્ટિકલ્સ છે અને તેનો ડાયામીટર 19 કિમી છે. સાથે જ આ દરેક સેકંડે 7 વખત ફરી રહ્યો છે. નાસા મુજબ આ આકારની દૂરી પૃથ્વીથી 17 હજાર પ્રકાશ વર્ષ છે.

2-3 વર્ષ પહેલાંની તસવીર
નાસાએ આ ફોટો 2-3 વર્ષ પહેલાં ક્લિક કર્યો હતો. હવે આ વિસ્તારોમાં વાદળ ઓછાં હોવાના કારણે તેનો આકાર ઘટી રહ્યો છે, એટલે કે એક રીતે આ ગાયબ થઈ રહ્યો છે. આવું જ ચાલતું રહ્યું તો થોડા વર્ષો બાદ આ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. આને 'Hand of God' એટલે કે ભગવાનના હાથના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

1700 વર્ષ પહેલાં આવ્યો પ્રકાશ
નાસા મુજબ અંતરિક્ષમાં આ આકૃતિ 33 પ્રકાશ વર્ષના વિસ્તારમાં ફેલાયેલી છે. 1700 વર્ષ પહેલાં જ્યારે એક સુપરનોવા વિસ્ફોટ થયો હતો, તો તે નેબ્યુલાનો પ્રકાશ પૃથ્વી પર પહોંચ્યો હતો. નાસા પાછલા 15 વર્ષથી આ રહસ્યમયી આકૃતિ પર રિસર્ચ કરી રહી છે. સાથે જ તેની તસવીરો પણ લેવામાં આવી, જેમાં તે ધીરે-ધીરે ઘટવા લાગ્યો છે. વૈજ્ઞાનિકો મુજબ વાદળોનું ઘનત્વ સતત ઘટી રહ્યું હોવાના કારણે હેન્ડ ઓફ ગોડ ગાયબ થઈ રહ્યો છે.

હાલમાં જ ભૂતિયા રિંગ્સ દેખાયા હતા
થોડા દિવસો પહેલાં નાસાએ ભૂતિ રિંગ્સની તસવીરો જાહેર કરી હતી. નાસા મુજબ બ્લેક હોલ અને તેને સંબંધિત તારા પ્રણાલીને વી404 સિગ્ની (V404 Cygni)ના નામે ઓળખવામાં આવે છે. હાલમાં જ ચંદ્રા એક્સ-રે ઑબ્જર્વેટરી અને નીલ ગેહરલ્સ સ્વિફ્ટ ઑબ્ઝર્વેટરીઆ તેની તસવીર ખેંચી છે. બ્લેક હોલ સિસ્ટમ તારાથી દૂર મટિરિયલ ખેંચી રહ્યું છે, જેમાં સૂર્યનો લગભગ અડધો દ્રવ્યમાન હોય છે. સામાન્ય રીતે આવી ઘટનાઓ એક્સ-રેમાં જોવા મળે છે.

પૃથ્વીથી સંબંધની આપે છે જાણકારી
ચંદ્રા-એક્સ-રે ઑબ્ઝર્વેટરીના શોધકર્તાઓ મુજબ આ રિંગ ખોગળવીદોને માત્ર બ્લેક હોલના વ્યવહાર વિશે જ નથી જણાવતી, બલકે વી404 સિગ્ની અને પૃથ્વી વચ્ચે સંબંધ વિશે પણ જાણકારી આપે છે. ઉદાહરણ તરીકે એક્સ-રેમાં રિંગોનો વ્યાસ વચમાં આવતાં ધૂળના વાદળોથી દૂરીઓને પ્રકટ કરે છે, જેના દ્વારા પ્રકાશ પસાર થાય છે.