For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ કુંભકર્ણ 6 મહિના સુધી સૂતો રહેતો હતો?

|
Google Oneindia Gujarati News

કુંભકર્ણ, રાવણનો ભાઇ અને વિશ્વવાનો પુત્ર હતો. કુંભકર્ણે બ્રહ્માજી પાસેથી 6 મહિના સુધી લાંબી નીંદરનું વરદાન માંગ્યું હતું અને આ કારણે તે 6 મહિના સુધી સૂતો રહેતો હતો તેવું કહેવાય છે પણ કુંભકર્ણની આ નીંદર સાથે ઇન્દ્ર દેવની પણ એક વાર્તા જોડાયેલી છે. અને કહેવાય છે કે ઇન્દ્રની ઇર્ષાના કારણે કુંભકર્ણ 6 મહિના સુધી સૂતા રહેવાનું આ વરદાન મળ્યું હતું.

નોંધનીય છે કે રામાયણમાં કુંભકર્ણને શક્તિશાળી અને શૂરવીર રાક્ષસ તરીકે બતાવવામાં આવ્યો છે. જો તેનો વધ ના થાત તો રામાયણમાં ભગવાન રામનું જીતવું મુશ્કેલ હતું. વળી કુંભકર્ણ રાવણની જેમ જ ખુબ જ બુદ્ધિમાન અને સારા હદયનો રાક્ષસ હતો. ત્યારે તેની અને ઇન્દ્રની વચ્ચે શું દુશ્મની હતી કેમ ઇન્દ્ર તેની ઇર્ષો કરતો હતો અને કેમ આ ઇર્ષાના કારણે જ કુંભકર્ણને આવું વરદાન મળ્યું હતું તે વિષે વધુ જાણો નીચેનો આ આર્ટીકલ....

ઇન્દ્ર

ઇન્દ્ર

વરસાદના દેવતા ઇન્દ્ર કુંભકર્ણની ઇર્ષા કરતા હતા કારણ કે કુંભકર્ણ ખૂબ જ બુદ્ધિમાન અને શૂરવીર હતો. અને આ કારણે ઇન્દ્ર કુંભકર્ણથી બદલો લેવા યોગ્ય સમયની તાગમાં હતા.

યજ્ઞ

યજ્ઞ

રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એક વાર વિશેષ યજ્ઞ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. જેથી કરીને તે ત્રણેય તેમની પાસેથી ખાસ વરદાન માંગી શકે.

વરદાન કે અભિશ્રાપ

વરદાન કે અભિશ્રાપ

યજ્ઞથી પ્રસન્ન થઇને બ્રહ્મા પ્રગટ થયા અને તેમણે કુંભકર્ણને પૂછ્યું કે તેને શું વરદાન જોઇએ છે. ત્યારે કુંભકર્ણ ઇંદ્રનું ઇંદ્રાસન બોલવાના બદલે નિંદ્રાસન બોલી ગયા.

વ્યાકુળ કુંભકર્ણ

વ્યાકુળ કુંભકર્ણ

જો કે જ્યાં સુધી કુંભકર્ણને પોતાની ભૂલ સમજાઇ બહુ મોડું થઇ ગયું હતું અને બ્રહ્માજી તથાસ્તુ બોલી ચૂક્યા હતા. જો કે કુંભકર્ણ પોતાની સમગ્ર વાત ફરી સમજાઇ શકે તે પહેલા જ તે ચીર નિંદ્રામાં જતો રહ્યો.

ઇન્દ્રની ચાલ

ઇન્દ્રની ચાલ

જો કે ખરેખરમાં કુંભકર્ણના મોઢેથી ઇન્દ્રાસનના બદલે નિંદ્રાસન બોલવવા પાછળ ઇન્દ્રની ચાલ હતી. તેણે સરસ્વતીને અનુરોધ કરીને કુંભકર્ણ દ્વારા ઇન્દ્રાસનના બદલે નિંદ્રાસન બોલવાનું કહ્યું હતું.

કુંભકર્ણની નીંદર

કુંભકર્ણની નીંદર

ત્યારે બ્રહ્માજીના આ જ વરદાનના કારણે કુંભકર્ણ 6 મહિના સૂતો રહેતો અને 6 મહિના જાગતો. અને આ 6 મહિનામાં તેને જે મળતું તે ખાઇ તે વળી પાછો 6 મહિના સૂઇ જતો.

English summary
We all have heard about a character called 'kumbhakarna' in Ramayana who used to sleep for six months and for rest of the six months he would remain awake eating anything and everything that he found.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X