For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અકબરના પહેલા હિંદૂ મંત્રી ટોડરમલ વિષે જાણો

|
Google Oneindia Gujarati News

અકબરના શાસનને મુગલકાળનો સુવર્ણકાળ માનવામાં આવે છે. તેના શાસનકાળમાં ભારતનો તમામ સ્તર પર વિકાસ થયો હતો. જો કે શહેનશાહ અકબરની સાથે તેના આઠ અનમોલ રત્ન ગણાતા મંત્રીઓની કામગીરી પણ મહત્વપૂર્ણ રહી હતી.

અને અકબરના આ આઠ અનમોલ રત્નોમાંથી એક હતા હિંદૂ રાજા ટોડરમલ. જે અકબરના ખજાનજી પણ હતા. અને નાણાંની લેવડ દેવડ મામલે અકબર તેમના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતો હતો.

ત્યારે કોણ હતા રાજા ટોડરમલ? અકબરના આ પહેલા હિંદૂ મંત્રી વિષે થોડું વધુ જાણો આ ફોટોસ્લાઇડરમાં...

જમીનની માપણી

જમીનની માપણી

ટોડરમલ તેવા સૌથી પહેલા મંત્રી હતા જેણે જમીન માપણીની પદ્ઘતિની શરૂવાત કરી.

ખત્રી વેપારી

ખત્રી વેપારી

કહેવાય છે કે ટોડરમલ ખત્રી વેપારી હતા. અને તેમને પૈસાની લેવડ દેવડની સારી સમજ હતી.

શેર શાહ સૂરી

શેર શાહ સૂરી

અકબર પહેલા તે અકબરના વિરોધી સમ્રાટ શેર શાહ સૂરીને ત્યાં ખજાનજી હતા. શેર શાહ સૂરીના કાર્યકાળનું પતન થતા ટોડરમલ હરિદ્વાર નીકળી ગયા.

અકબર

અકબર

પણ ટોડરમલના વખાણ સાંભળીને અકબર તેમને હરિદ્વારથી બોલાવ્યા હતા. અને તેમની ખજાનજી તરીકે નિમણૂક કરી હતી.

શૂરવીર લડવૈયા

શૂરવીર લડવૈયા

ટોડરમલ એક સારા ખજાનજી હોવાથી સાથે એક સારા લડવૈયા પણ હતા. તેમની આગેવાનીમાં અકબરે બે મોટી લડાઇ પર ફતેહ મેળવી હતી

ગુજરાત

ગુજરાત

નોંધનીય છે કે ટોડરમલે ગુજરાતનો કારભાર પણ સંભાળ્યો હતો.

આગ્રાનું નિર્માણ

આગ્રાનું નિર્માણ

આગ્રાના નિર્માણનું કામ અકબરે ટોડરમલને સોપ્યું હતું. જે તેમણે ખૂબ જ સુંદર અને યોગ્ય રીતે પરિપૂર્ણ કર્યું હતું

મૃત્યુ

મૃત્યુ

પંજાબ, બંગાળ અને ગુજરાતની સૂબેદારી લીધા બાદ છેવટે લાહોરમાં તેમની મોત થઇ હતી.

પુત્ર

પુત્ર

ટોડરમલના બે પુત્ર હતા ઘારી અને કલ્યાણદાસ. જેમણે પણ અકબર તેમના પુત્રોની જેમ સ્નેહ કરતો હતો.

કવિ

કવિ

ટોડરમલ એક સારા કવિ પણ હતા. સાહિત્યનો શોખ રાખનાર ટોડરમલે બ્રજ ભાષામાં અનેક કવિતાઓ પણ લખી છે. તે પણ એક કૃષ્ણભક્ત હતા.
ટોડરમલ રોડ

ટોડરમલ રોડ

ટોડરમલ રોડ

જો કે આજે તો રાજા ટોડરમલ ઇતિહાસનું એક ભૂલાયેલું નામ બની ગયા છે. પણ તેમ છતાં દિલ્હીમાં બંગાળી માર્કેટના વિસ્તારના રોડને ટોડરમલ રોડ નામ આપવામાં આવ્યું છે.

English summary
Why Todarmal did not get his due. He was very close to Mughal King Akbar. He was the finance Minister in the Akbar’s court. He was also a poet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X