For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Wierd Marriage Tradition : અહિંયા તમામ ભાઇઓ સાથે લગ્ન કરે છે એક છોકરી, ટોપીથી નક્કી થાય છે કોણ કર...

Wierd Marriage Tradition : દેશમાં તો લગ્નના રીત રીવાજો જ્ઞાતિ, ધર્મ અને પ્રાંત મુજબ બદલાતા રહે છે. જેમાં ઘણા રીત રીવાજો એવા હોય છે, જેને માનવા પણ અઘરા થઇ જાય છે, નિભાવવાની વાત તો દૂર રહી.

|
Google Oneindia Gujarati News

Wierd Marriage Tradition : દુનિયના દરેક દેશમાં લગ્નના અલગ અલગ રીત રિવાજ હોય છે. ભારત જેવા મોટા દેશમાં તો લગ્નના રીત રીવાજો જ્ઞાતિ, ધર્મ અને પ્રાંત મુજબ બદલાતા રહે છે. જેમાં ઘણા રીત રીવાજો એવા હોય છે, જેને માનવા પણ અઘરા થઇ જાય છે, નિભાવવાની વાત તો દૂર રહી. આજે આપણે એવા જ એક લગ્ન વિશે જાણીશું.

બહુપતિત્વના લગ્નની પ્રથા ઘણી જૂની છે

બહુપતિત્વના લગ્નની પ્રથા ઘણી જૂની છે

બહુપતિત્વના લગ્નની પ્રથા ઘણી જૂની છે. ભારતમાં હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં અવારનવાર બહુપતિત્વ લગ્નના સમાચારઆવે છે. એવો દાવો કરવામાં આવે છે કે, હવે આ સ્થળોએ બહુપત્નીત્વ સમાપ્ત થઈ ગયું છે. અથવા તો જો આવું હોય તો પણ લોકો તેનેછૂપાવે છે અને તેની ચર્ચા જાહેરમાં કરતા નથી.

તિબેટીયન પરિવારનો એક અથવા બીજો સભ્ય બૌદ્ધ સાધુ બની જાય છે

તિબેટીયન પરિવારનો એક અથવા બીજો સભ્ય બૌદ્ધ સાધુ બની જાય છે

તિબેટ એક એવો દેશ છે, જ્યાં બહુપતિત્વના લગ્નની પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે. નાના દેશમાં આજીવિકાના સાધનો ઓછા છે. ચીનહંમેશા અહીંના નાગરિકોને પરેશાન કરતું રહે છે. આ કારણે કહેવાય છે કે, તિબેટીયન પરિવારનો એક અથવા બીજો સભ્ય બૌદ્ધ સાધુ બનીજાય છે.

બધા ભાઈઓની પત્ની કહેવાય છે

બધા ભાઈઓની પત્ની કહેવાય છે

તિબેટમાં બહુપતિત્વના લગ્ન વિશે ઘણા સમાચાર આવ્યા છે. અહીં ઘણા ભાઈઓએ એક જ છોકરી સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમયે મોટાભાઈ બધી વિધિઓ પૂરી કરે છે. જ્યારે કન્યા ઘરે આવે છે, ત્યારે તે બધા ભાઈઓની પત્ની કહેવાય છે.

તમામ ભાઈઓ બાળકના ઉછેરમાં ફાળો આપે છે

તમામ ભાઈઓ બાળકના ઉછેરમાં ફાળો આપે છે

અત્રે નોંધનીય વાત એ છે કે, આ લગ્ન પછી પત્ની કયા ભાઈના સંતાનને જન્મ આપવાની છે કે, જન્મ આપી ચૂકી છે તે ખબર હોતી નથી.

તેથી જ બધા ભાઈઓ તેમની પત્નીના બાળકને પોતાનું બાળક માને છે. તમામ ભાઈઓ બાળકના ઉછેરમાં ફાળો આપે છે. હવે સવાલ એથાય છે કે, લગ્ન પછી કયો ભાઈ પત્ની સાથે રૂમમાં રહેશે, તે કેવી રીતે નક્કી થાય છે.

પત્ની સાથે રૂમમાં કોણ રહેશે

પત્ની સાથે રૂમમાં કોણ રહેશે

આ અંગે ઝગડો ન થાય તે માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. લગ્ન બાદ મોટા ભાઈ થોડા દિવસ પત્ની સાથે રહે છે, પછી ટોપી નક્કીકરે છે કે, પત્ની સાથે રૂમમાં કોણ રહેશે. જે કોઈ તેની પત્ની સાથે સમય વિતાવે છે, તે તેની ટોપી દરવાજા પર લટકાવી દે છે.

હવે તિબેટમાં પણ બહુપતિત્વ લગ્ન ભાગ્યે જ સાંભળવા મળે છે

હવે તિબેટમાં પણ બહુપતિત્વ લગ્ન ભાગ્યે જ સાંભળવા મળે છે

જ્યાં સુધી ટોપી હટાવી લેવામાં ન આવે, ત્યાં સુધી બીજા ભાઈ રૂમમાં પ્રવેશતા નથી, પરંતુ હવે તિબેટમાં પણ બહુપતિત્વ લગ્ન ભાગ્યે જસાંભળવા મળે છે. જો લોકો અહીં બહુપતિત્વ લગ્ન કરે છે, તો પણ તેઓ તેને છૂપાવે છે અને તેની ચર્ચા જાહેરમાં કરતા નથી.

English summary
Wierd Marriage Tradition : Here a girl marries all the brothers of family, cohabitation is determined by the hat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X