For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાઈટ ફ્લાઈટમાં એકલી પેસેન્જર તરીકે ઉડી એક યુવતી, ક્રૂ મેમ્બર સાથે લીધી સેલ્ફી

લોઈસાની ફ્લાઈટમાં તેના સિવાય કોઈ બીજુ પેસેન્જર નહોતુ. તેના સિવાય ફ્લાઈટમાં માત્ર અટેન્ડન્ટ અને પાયલટ હતા...

Google Oneindia Gujarati News

ચાર્ટર્ડ પ્લેનમાં એકલા પ્રવાસ કરવાનું સપનુ તો ઘણાનું હોય છે પરંતુ પૂરુ બહુ ઓછા લોકો કરી શકે છે. વળી, જો તમે કોમર્શિયલ પ્લેનમાં પ્રવાસ કરતા હોવ તો આ સપનુ પૂરુ થવુ લગભગ અસંભવ છે. પરંતુ લોઈસા એરિસ્પે નામની એક યુવતીએ કોમર્શિયલ ફ્લાઈટના ભાવમાં આ સપનુ પૂરુ કર્યુ. વાસ્તવમાં લોઈસા દવાઓથી મનીલા જવા માટે ફિલીપીન્સ એરપોર્ટ પર પીઆર2020 ફ્લાઈટ પકડવા પહોંચી. લોઈસાને ખબર નહોતી કે આ ફ્લાઈટ તેના માટે યાદગાર રહેશે. બન્યુ એવુ કે લોઈસાની ફ્લાઈટમાં તેના સિવાય કોઈ બીજુ પેસેન્જર નહોતુ. તેના સિવાય ફ્લાઈટમાં માત્ર અટેન્ડન્ટ અને પાયલટ હતા. ફ્લાઈટ રાતની હતી અને તેમાં 7 ક્રૂ મેમ્બર હતા.

plane

લોઈસા માટે કરવામાં આવ્યુ અને તેણે પોતાની સાથે ખાલી ફ્લાઈટનો એક ફોટો પણ લીધો. આ ફોટોને લોઈસાએ પોતાના ફેસબુક પર શેર કર્યો. જ્યારે તે મનીલા ઉતરી તો કન્વેયર બેલ્ટ પર પણ માત્ર તેનુ જ લગેજ હતુ. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એકવાર કેરન ગ્રીવ નામની એક મહિલાને આવી જ રીતે એકલા પ્રવાસ કરવાનો મોકો મળ્યો હતો. જો કે આમ તો ફ્લાઈટમાં લોકોના ઉલટા સીધા અને બેકાર અનુભવના સમાચારો આવતા રહે છે પરંતુ આ પ્રકારનો શાનદાર અનુભવ ઓછા યાત્રીઓના નસીબમાં હોય છે.

આ પણ વાંચોઃ નવા વર્ષ પર પ્રિયંકાએ કરી નિકને કિસ, ફોટો શેર કરી બોલી - 'હેપ્પી ન્યૂ યર'આ પણ વાંચોઃ નવા વર્ષ પર પ્રિયંકાએ કરી નિકને કિસ, ફોટો શેર કરી બોલી - 'હેપ્પી ન્યૂ યર'

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X