For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 દિવસ સુધી સતત ચેટિંગ કરતી રહી, જાણો શુ થયો આંગળીઓનો હાલ

સ્માર્ટફોનને કારણે લોકોમાં ચેટિંગ કરવાની પ્રવૃત્તિ પણ ખુબ જ ઝડપથી વધી રહી છે. લોકો કલાકો સુધી પોતાના મિત્રો અને પરિવારો સાથે ચેટિંગ કરતા રહે છે.

|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોનને કારણે લોકોમાં ચેટિંગ કરવાની પ્રવૃત્તિ પણ ખુબ જ ઝડપથી વધી રહી છે. લોકો કલાકો સુધી પોતાના મિત્રો અને પરિવારો સાથે ચેટિંગ કરતા રહે છે. ઘણા લોકોને તો ચેટીંગ કરવાની લત લાગી ચુકી છે. લોકો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ પકડી લે છે અને પછી કલાકો સુધી ચેટિંગ કરતા રહે છે. રાત્રે સુતા સુધી લોકોની આંગળીઓનો સ્માર્ટફોન પર મેસેજ ટાઈપ કરવામાં લાગી હોય છે અને તેમની આખો મોબાઈલ સ્ક્રીન પણ ચોંટી હોય છે. પરંતુ આ આદત કેટલી ખતરનાક હોય છે તેના વિશે તમને આ ખબર વાંચ્યા પછી અંદાજો આવી જશે.

આ પણ વાંચો: 10 વર્ષથી ખાતો હતો લોખંડ, પેટમાંથી નીકળી 122 ખીલી, પિન, ટૂથપિક, ગ્લાસના ટુકડા

ચેટિંગની સાઈડ ઈફેક્ટ

ચેટિંગની સાઈડ ઈફેક્ટ

ચીનમાં એક મહિલાને ચેટિંગ કરવું ભારે પડી ગયું. મોબાઈલ ફોનની લતને કારણે મહિલાનો જે હાલ થયો છે તેને જાણીને તમારા હોશ ઉડી જશે. ચીનની એક વેબસાઈટ શાંઘાઇનીસ્ટ અનુસાર હુનાન પ્રાંતના ચંગાસામાં મહિલાને સ્માર્ટફોનની લત લાગી હતી. એવી લત જે સતત 7 દિવસ સુધી ચાલી. મહિલાની આદત એવી હતી કે સતત સ્માર્ટફોન ચલાવવાને કારણે તેના હાથમાં તકલીફ થવા લાગી, તેમ છતાં તેને મોબાઈલ છોડ્યો નહીં અને સતત સાત દિવસ સુધી સ્માર્ટફોન ચલાવતી રહી.

મોબાઈલ ફોનની લતને કારણે આવો હાલ થયો

મોબાઈલ ફોનની લતને કારણે આવો હાલ થયો

Pear Video રિપોર્ટ અનુસાર કામકાજ કરતી મહિલાએ 1 અઠવાડિયાની રજા લીધી હતી. આ દરમિયાન તે ઘર પર બેઠી બેઠી પોતાના મિત્રો સાથે ચેટિંગ કરી રહી હતી. મહિલા સાત દિવસ સુધી સતત મોબાઈલ સાથે ચોંટી રહી. તે સતત ફોન પર જ લાગેલી રહેલી હતી. ફક્ત સૂતી વખતે તે મોબાઈલ સાઈડમાં રાખતી હતી. પરંતુ તેને કારણે તેની આંગળીઓ વાંકી વળી ગઈ.

ફોનને કારણે આંગળીઓ વાંકી વળી ગઈ

ફોનને કારણે આંગળીઓ વાંકી વળી ગઈ

મીડિયા રિપોર્ટ અનુસાર સતત મોબાઈલ પકડી રાખવાને કારણે મહિલાના હાથમાં દર્દ થવા લાગ્યું. ત્યારપછી અચાનક તેના હાથ ફોન પકડવાની પોઝિશનમાં ચોંટી ગયા અને બિલકુલ પણ વળ્યાં નહીં. તેના હાથની આંગળીઓ વાંકી વળી ગઈ. તેને તરફ હોસ્પિટલ લઇ જવામાં આવી. ત્યાં લાંબા ઉપચાર પછી હવે તેની સ્થિતિ સામાન્ય છે.

સેલ્ફીને કારણે મૌત

સેલ્ફીને કારણે મૌત

સ્માર્ટફોનના ચલણ પછી લોકોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ પણ વધી ચુક્યો છે. લોકો સેલ્ફી લેવા માટે ખતરો ઉઠાવવા માટે પણ તૈયાર થઇ જાય છે. એવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાની જીવ ગુમાવી ચુક્યા છે.

English summary
Woman unable to move fingers after using mobile phone non stop for a week
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X